Atmadharma magazine - Ank 049
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
: કારતક : ૨૪૭૪ : આત્મધર્મ : ૫ :
અને તે જ્ઞાનવડે જે જણાય તે પણ હું નથી. વળી મન–વચન–કાયાનો વેપાર મારામાં નથી. શરીરની ક્રિયાઓ,
વાણીની પ્રવૃત્તિ કે મનના વિકલ્પો–એ બધાથી હું ખાલી છું. મનના લક્ષે જે વિકલ્પો થાય તે હું નહિ; હું નિર્વિકલ્પ
છું, મારો વેપાર ચૈતન્ય છે.
હું ભાવકર્મ–દ્રવ્યકર્મ ને નોકર્મથી રહિત છું. કોઈ પણ વિકારી ભાવ થાય તે મારા સ્વભાવમાં નથી; નોકર્મ
એટલે શરીરાદિ હું નથી. અને આઠ પ્રકારના દ્રવ્યકર્મ પણ હું નથી.
અહીં ‘હું આવો છું અને આવો નથી’ એમ માત્ર વિકલ્પની વાત નથી, પણ દ્રવ્યદ્રષ્ટિના જોરે પર્યાયદ્રષ્ટિ
છોડાવે છે. પર્યાયદ્રષ્ટિ છોડીને પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ કરવો તે જ બધાનો સાર છે, તે જ કર્તવ્ય છે. અહીં
અસ્તિ–નાસ્તિવડે સ્વભાવની ભાવનાનું વર્ણન કર્યું છે.
મારા આત્મામાં ખ્યાતિ–પૂજા–લાભની આકાંક્ષા નથી. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ; મારું સ્વરૂપ જ મારામાં
પ્રસિદ્ધ છે, બાહ્ય પ્રસિદ્ધિની કાંક્ષાથી હું શૂન્ય છું. બહારમાં પ્રસિદ્ધિની આકાંક્ષારૂપ પરિણામ થાય તે હું નથી,
મારામાં તે પરિણામની નાસ્તિ છે. પૂજા કે લાભની આકાંક્ષા પણ મારામાં નથી. પર્યાયમાં અમુક વિભાવ
પરિણામ થતા હોય, છતાં તેનો સ્વભાવની ભાવનામાં નિષેધ છે. પર્યાયમાં વિકાર થાય તેની ભાવના ન હોય,
ભાવના તો પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવની જ હોય.
દેખેલા, સાંભળેલા કે અનુભવેલા એવા જે ભોગ તેની ઈચ્છારૂપી નિદાનશલ્યથી હું ખાલી છું. ‘દેખેલા’
કહેતાં દર્શન આવ્યું, ‘સાંભળેલા’ કહેતાં શ્રુતજ્ઞાન આવ્યું અને ‘અનુભવેલ’ કહેતાં ચારિત્ર આવ્યું. શ્રદ્ધા–જ્ઞાન
અને ચારિત્ર વડે સ્વરૂપના સહજ સુખનો ભોગવટો કરવો તે મારું કર્તવ્ય છે, હું પરપદાર્થોના ભોગની
આકાંક્ષાથી રહિત છું. વળી મારામાં માયા કે કપટરૂપી શલ્ય નથી. સ્વરૂપને પ્રાપ્ત કરવામાં શલ્યરૂપ મિથ્યાત્વ,
માયા ને નિદાન તેઓ મારામાં નથી.
ઉપર કહ્યા તે વિભાવો અને બીજા પણ સર્વે વિભાવોથી હું ખાલી છું ને સ્વભાવથી પૂરો છું. ત્રિકાળ હું આવો
જ છું, વર્તમાનમાં–અત્યારે પણ હું આવો જ છું. મારામાં રાગાદિ નથી. બધા આત્માઓ પણ આવા જ છે–એમ
ભાવના કરવી તે કર્તવ્ય છે. આ જ સર્વજ્ઞના શાસનનો સાર છે, દિવ્યધ્વનિનું તાત્પર્ય છે, બાર અંગનો નિચોડ છે.
હું સ્વભાવથી ભરપૂર ને સર્વ વિભાવથી ખાલી છું, હું સ્વભાવની ભાવના સિવાય બીજી સર્વ ભાવનાથી
રહિત છું, મારા આત્મામાં કોઈ પણ ફળની વાંછા નથી. સહજ સ્વરૂપથી હું જ્ઞાન–આનંદમય છું, સર્વ વિભાવથી
રહિત–વિકારથી રહિત, ઉપાધિથી રહિત, દયા, દાન, જપ, તપ, વ્રત વગેરેથી રહિત, હિંસાદિથી રહિત, નિમિત્તોની
અપેક્ષાથી રહિત અને વ્યવહાર–રત્નત્રયથી રહિત છું. ભરિત–અવસ્થા એટલે મારા સ્વભાવથી ભરેલો–પરિપૂર્ણ છું
અને વિભાવથી શૂન્ય છું. આવી જ સ્વભાવ–ભાવના બધા સમ્યગ્દ્રષ્ટિઓ ભાવે છે, આવી જ ભાવના ભાવવાથી
સમ્યગ્દ્રષ્ટિ થવાય છે. આવા સ્વભાવની ભાવના સિવાય બીજી કોઈ ભાવનાથી સમ્યગ્દર્શન થાય નહિ.
(૭) આ ભાવનામાં બે ભાગ આવ્યા. પહેલાં ભાગમાં પરિપૂર્ણ સ્વભાવની અસ્તિ બતાવી, ને બીજા
ભાગમાં સર્વ વિભાવની નાસ્તિ બતાવી. એ રીતે અસ્તિ–નાસ્તિ વડે પૂરો સ્વભાવ બતાવ્યો–એ જ અનેકાંત છે.
આમાં પૂરો આત્મસ્વભાવ બતાવતાં ગૌણપણે નિર્મળ પર્યાયનું અને વિકારી પર્યાયોનું પણ વર્ણન આવી ગયું. શું
આદરવા જેવું છે ને શું છોડવા જેવું છે તે પણ આવી ગયું. કોની ભાવના કર્તવ્ય છે તે પણ આવી ગયું. સર્વસત્–
શાસ્ત્રોનો પ્રયોજનભૂત સાર આમાં આવી જાય છે.
(૮) ‘ઉપર જેવા પરિપૂર્ણ આત્માની ભાવના કરવાનું કહ્યું તેવો પરિપૂર્ણ તો સિદ્ધદશામાં હોય, અત્યારે
તો રાગી ને અપૂર્ણ જ છે’ –એમ કોઈ માને તો તેના સમાધાન માટે વિશેષ ખુલાસો કરે છે; અને ઉપર કહેલી
ભાવના જ નિરંતર કર્તવ્ય છે એમ હવે કહે છે:–
जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयनयेन तथा सर्वेऽपि जीवाः
इति निरंतर भावना कर्तव्येति એટલે કે ત્રણ લોકમાં, ત્રણે કાળે શુદ્ધનિશ્ચયનયે હું આવો (–સ્વભાવથી ભરેલો
અને વિભાવથી ખાલી) છું તથા બધા જીવો એવા છે–એમ મન–વચન–કાયાથી તથા કૃત–કારિત–અનુમોદનાથી
નિરંતર ભાવના કર્તવ્ય છે.
સિદ્ધ થાઉં ત્યારે જ નહિ પણ ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં હું સ્વભાવથી પરિપૂર્ણ જ છું; પૂર્વે નિગોદ
દશા વખતે પણ હું પુરો જ હતો. પહેલાંં મારી આંખ બંધ હતી (અજ્ઞાન હતું) તેથી મને મારી પૂર્ણતાનું ભાન ન
હતું, પણ જ્યાં આંખ ઉઘડી (સમ્યગ્જ્ઞાન થયું) ત્યાં પૂર્ણતાનું ભાન થયું, અજ્ઞાનદશા વખતે પણ હું તો