છે કે જેથી ચૈતન્યની જવાળા અચલ રહે છે, ફરીથી કદી ચલાયમાન થતી નથી. અજ્ઞાનદશામાં તો ચૈતન્યજ્વાળા
પ્રગટી જ ન હતી, વિપરીત હતી ને પુણ્ય–પાપથી દબાઈ જતી હતી, ત્યાં તો સુપ્રભાત પ્રગટયું જ ન હતું. સમ્યક્
આત્મજ્ઞાન થતાં ચૈતન્યજ્યોતિ ઉદય પામી–સુપ્રભાત શરૂ થયું, પરંતુ તે દશામાં જ્ઞાન–દર્શનની જ્યોતિ પર્યાયે
તન્મયતા થતાં આત્મામાં જે સુપ્રભાત ઉદય પામ્યું તેના કેવળજ્ઞાન અને કેવળદર્શનની જ્યોતિ અચલ છે, સ્થિર
છે, હવે તે કંપાયમાન થતી નથી. ‘અચલ’ કહેતાં એમ ન સમજવું કે કેવળજ્ઞાન– દશામાં પરિણમન જ હોતું
નથી. કેવળજ્ઞાનદશામાં ઉત્પાદ–વ્યયરૂપ પરિણમન હોવા છતાં, કેવળજ્ઞાન અને કેવળદર્શનના પ્રકાશમાં જરાય
વધારો કે ઘટાડો થતો નથી, પણ એવો ને એવો જ રહે છે માટે તેને અચલ કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માઓ દ્વારા બરાબર પટકવામાં આવતાં તે ભગવતી પ્રજ્ઞાછીણી સ્વભાવમાં જઈને રાગને છેદી
નાખે છે, ને જે કદી ફરે નહિ એવી જ્ઞાનની જ્યોતિને પ્રગટ કરે છે–અર્થાત્ કેવળજ્ઞાન પમાડે છે. કેવળજ્ઞાનરૂપી
સુપ્રભાતનું કારણ ભગવતી પ્રજ્ઞા જ (ભેદ વિજ્ઞાન જ) છે, તેથી તે પણ સુપ્રભાત છે અને મંગળરૂપ છે.
રાતના બાર વાગ્યા હોય, પણ આત્મામાં મિથ્યાત્વરૂપ પર્વતને ભેદીને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કરી
ત્યારબાદ સ્થિરતા વડે કેવળજ્ઞાન થતાં જે ચૈતન્યનો ઝળહળતો પ્રકાશ ઉદય પામ્યો તે જ સુપ્રભાત છે, તેનો કદી
અસ્ત થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને નિર્જરારૂપ દશા હોય છે, તે દશા પવિત્ર છે, તેથી જો કે તેમને પણ સુપ્રભાત ઊગ્યું છે,
પરંતુ તે અપૂર્ણ દશા છે તેથી હજી પૂર્ણ સુપ્રભાત પ્રગટયું નથી, સ્વકાળ પૂર્ણ પ્રગટયો નથી; કેવળજ્ઞાન નથી થયું
પણ ભેદજ્ઞાન પ્રગટયું છે, તેથી તેમના આત્મામાં ધર્મકાળ વર્તે છે–સાધકદશા વર્તે છે. પૂર્ણના આશ્રયે જે
સાધકદશા શરૂ થઈ છે તે આગળ વધીને પૂર્ણ થવાની જ છે. તેથી એ સાધકદશા પણ મંગળરૂપ છે.
પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી આત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. ભગવતી પ્રજ્ઞાવડે એ સ્વભાવનો આશ્રય
કરતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટયાં તથા સ્વભાવનું વીર્ય પ્રગટયું અને સ્વભાવના સુખનો અંશ
પ્રગટયો, તે સ્વકાળની શરૂઆત છે, તે ધર્મકાળ છે, તે નિર્જરાનો કાળ છે, તે સાધક કાળ છે ને તે જ ધર્મની
યુવાનીનો કાળ છે. ત્યાં હજી જ્ઞાન–દર્શનનો પ્રકાશ અચલ નથી, પણ અલ્પકાળમાં જ, સ્વભાવનો સંપૂર્ણ આશ્રય
કરતાં તેને સર્વ અશુદ્ધતા અને કર્મોનો સર્વથા ક્ષય થઈને આત્મામાં સ્વચતુષ્ટયનો અચલ પ્રકાશ પ્રગટ થશે.