: ૨૮ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
માહાત્મ્ય છે, એના જ આશ્રયે (–લક્ષે) નિર્મળતા પ્રગટે છે. જ્યારે ઓછામાં ઓછો પર્યાય પ્રગટ હતો ત્યારે
ત્રિકાળી પૂર્ણ ચૈતન્ય સ્વભાવ શક્તિપણે હતો, અને જ્યારે પૂર્ણ પર્યાય પ્રગટયો ત્યારે પણ તે ત્રિકાળી
શક્તિસ્વભાવ એવો જ છે. આવો જ કોઈ અચિંત્ય અગુરુલઘુસ્વભાવ છે, તે સ્વભાવના મહિમારૂપ આ
માંગળિક થાય છે. અધૂરો પર્યાય હો કે પૂરો પર્યાય હો, શક્તિસ્વભાવે આત્મા સદા પરિપૂર્ણ છે, એનો મહિમા
સમજવો અને એનો વિશ્વાસ કરવો તે માંગળિક છે.
દ્રવ્યના પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો, ઓછી અવસ્થાએ ઓછું કાર્ય કર્યું ને વધારે અવસ્થાએ
વધારે કાર્ય કર્યું–એમ નથી. કેમકે દરેક પર્યાય વખતે પરિપૂર્ણસ્વભાવ જ વર્તી રહ્યો છે. કઈ અવસ્થા વખતે
સ્વભાવ પરિપૂર્ણ નથી? પર્યાયના કાર્યનો ભેદ વ્યવહારથી છે પણ નિશ્ચયથી જુઓ તો નાના પર્યાયે કે મોટા
પર્યાયે (અધૂરા પર્યાયે કે પૂરા પર્યાયે) પરિપૂર્ણ દ્રવ્ય–ગુણને ટકાવી રાખ્યા છે. માટે ત્રિકાળી દ્રવ્ય–ગુણની
દ્રષ્ટિથી પર્યાયના કાર્યભેદનો સ્વીકાર નથી. અધૂરો કે પૂરો પર્યાય તે બંનેએ સ્વભાવને જ ટકાવવાનું કાર્ય કર્યું
છે. આવો કોઈ અગુરુલઘુ સ્વભાવ છે. જેમ દ્રવ્ય–ગુણ અગુરુલઘુસ્વભાવે છે, તેમ પર્યાયમાં પણ
અગુરુલઘુસ્વભાવ છે. નાનો પર્યાય અને મોટો પર્યાય એવા પર્યાયભેદના આશ્રયને છોડીને ત્રિકાળી સ્વભાવના
આશ્રયે પૂર્ણતાનો જે વિકાસ થાય છે તે જ મંગળ સુપ્રભાત છે.
(૧૫) વસ્તુસ્વભાવની પૂર્ણતા
પ્રશ્ન:–શુદ્ધાત્મસ્વભાવની સાચી શ્રદ્ધા કરીને, સ્વશ્રયના પુરુષાર્થથી જેને સુપ્રભાત પ્રગટયું તેને ગુણ–
પર્યાય વચ્ચેનો ભેદભાવ ટળી ગયો, ને એકતા થઈ, તેથી પર્યાયમાં પૂરું જ્ઞાન, પૂરું સુખ, પૂરું આત્મબળ પ્રગટયું,
તો હવે શક્તિમાં કાંઈ જ્ઞાનાદિ બાકી રહેશે કે નહિ?
ઉત્તર:–આત્મા ત્રિકાળી પદાર્થ છે, તેની શક્તિ સદાય પૂરી જ છે. અનંતકાળ સુધી એવી ને એવી પરિપૂર્ણ
અવસ્થા પ્રગયટા કરશે, છતાં શક્તિ પણ એવી ને એવી પૂરી જ રહેશે શક્તિ પોતે પરિપૂર્ણ રહીને તેમાંથી
ત્રણેકાળની અવસ્થાઓ ક્રમેક્રમે પ્રગટે છે, એવા માહાત્મ્યથી ભરેલો વસ્તુસ્વભાવ છે.
(૧૬) અખટ ચતન્ય નધન
ચૈતન્યસ્વરૂપી આત્માની લક્ષ્મી એવી છે કે તેને ગમે તેટલી ભોગવ્યા કરો તો પણ અનંતકાળે પણ તેમાંથી
એક અંશ પણ ઓછો થતો નથી, અખૂટ ચૈતન્ય શક્તિનાં નિધાન છે. લોકો કહે છે કે બેઠો બેઠો ખાધા કરે તો મોટા
ભંડાર પણ ખૂટી જાય.–એવું આત્મામાં નથી. આત્માના ચૈતન્ય નિધાન તો એવાં છે કે બેઠો બેઠો ખાધા કરે એટલે
કે પર્યાયમાં પૂર્ણ જ્ઞાન–આનંદને ભોગવ્યા કરે તોપણ અનંતકાળે શક્તિમાંથી એક અંશ પણ ઘટે નહિ. અરે એ
ચૈતન્ય શક્તિની ઓળખાણ થતાં જે અંશે જ્ઞાન–આનંદરૂપદશા પ્રગટી, તે દશાને બેઠા બેઠા ભોગવ્યા કરે–
વિશેષદશાનો પુરુષાર્થ વર્તમાનમાં ન કરે તોપણ શક્તિ ખૂટી જતી નથી અને પ્રગટેલા અંશનો પણ નાશ થઈ જતો
નથી. આવા અક્ષય–અલૌકિક પોતાના ભંડારની ઓળખાણ કરવી તે જ સુપ્રભાત પ્રગટવાનો ઉપાય છે.
(૧૭) મહત્સવ
જ્ઞાન–દર્શન–ચારિત્રની આરાધના સંપૂર્ણ થતાં તે જ ભવે કેવળજ્ઞાન પ્રગટે છે. અને જો તે આરાધના
સંપૂર્ણ થયા પહેલાં દેહ છૂટે તો સમાધિ મરણ કરીને, એકાવતારી થાય છે, અને બીજા ભવે તે આરાધનાનો ભાવ
પૂરો કરીને કેવળજ્ઞાન પામે છે,–તેના આ મહોત્સવ છે. સ્વભાવની આરાધનાએ જે ચડયો તેને પૂર્ણતા થાય જ.
(૧૮) આચાર્યપ્રભુ આત્માનું સિદ્ધપદ બતાવે છે
શ્રીરામચંદ્રજી પોતે તે ભવે સિદ્ધ થવાના હતા તેથી તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેમને એવો ભાવ
જાગ્યો કે ઉપરથી પૂર્ણિમાના ચંદ્રને ઉતારીને મારા ખીસામાં મૂકું. એ વિચારથી તેઓ ચંદ્ર સામે હાથ લાંબા કરી
કરીને રડતા હતા. ત્યારે પ્રધાને તેમના હાથમાં અરિસો આપીને તેમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવ્યું. મહાપુરુષ છે
એટલે ઉપરથી ચંદ્રને હેઠે (પ્રતિબિંબરૂપે) ઊતાર્યો. તેમ જેઓને સિદ્ધ થવું છે એવા આત્માઓ સિદ્ધપદના પડકાર
કરે છે. સિદ્ધ ભગવાનને પોકાર કરે છે કે હે સિદ્ધ ભગવંતો! આપ ઉપરથી ઉતરો, મારે સિદ્ધ પદ જોઈએ છે. આ
પંચમકાળમાં સિદ્ધપદનાં વિરહ પડયા છે.
–પરંતુ જેમ આકાશનો ચંદ્ર નીચે ન ઊતરે તેમ ઉપરથી સિદ્ધભગવાન નીચે નહિ ઊતરે, ત્યારે તીર્થંકર
ભગવાનના પ્રધાન શ્રીગણધરદેવો સમાધાન કરાવે છે કે–ભાઈ, જો હું તને તારું સિદ્ધપદ બતાવું છું. તું તારા
જ્ઞાનબિંબમાં જો, તેમાં તને સિદ્ધભગવાનનું પ્રતિબિંબ દેખાશે. અમારા આત્મામાં અને તમારા આત્મામાં અમે
સિદ્ધભગવાનને સ્થાપીએ છીએ. ઉપરથી સિદ્ધને ઉતારીને પોતાના ભાવથી આત્મામાં સ્થાપ્યા છે–એટલે કે–પોતાનો