: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૯ :
આત્મા સિદ્ધ થઈને ઉપર જવાનો છે. માટે હે ભાઈ, તું પરાવલંબનરૂપી રોણાં છોડીને તારા જ્ઞાનરૂપી અરિસાને
સ્થિર કરીને જો તો તને તેમાં જ સિદ્ધ દેખાશે. સિદ્ધદશાનાં વિરહને ભૂલી જા. તારાં સિદ્ધપદ તારામાં જ છે, એને
જો–દેખ, તેની પ્રતીતિ કર. એમ કરવાથી તારા આત્મામાં સિદ્ધદશા પ્રગટી જશે.–એ જ મહાસુપ્રભાત છે.
(૧૯) અપ્રતહત સપ્રભત
–એવા સુપ્રભાતનો ઉદય થતાં જે શુદ્ધપરિણતિ પ્રગટી તે સ્વયં જ્ઞાન અને આનંદથી ભરપૂર છે અને તે
કાયમ સાક્ષાત્ ઉદ્યોતરૂપ રહે છે. આ સાતિશાય પ્રભાત છે, વિશિષ્ટ પ્રકારનો પ્રાતઃકાળ છે. ત્રિકાળ મહિમાવંત
સ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત થયું તેનો પણ ફરીને અસ્ત થવાની વાત નથી તો પછી
કેવળજ્ઞાન–રૂપી સુપ્રભાતમાં તો પાછું ફરવાની વાત કયાંથી હોય?
જેમ રાત્રિના અંધકારને ભેદીને સૂર્ય ઊગે તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માએ સ્વભાવનો પૂરો આશ્રય કર્યો અને
કર્મનો આશ્રય સર્વથા ટાળ્યો ત્યાં કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટયાં, એ પ્રભાત પરિપૂર્ણ જ્ઞાન, આનંદ, દર્શન
અને આત્મબળ સહિત છે.
(૨૦) સાધક જીવો ચૈતન્યસમુદ્રને વલોવીને અમૃત કાઢે છે.
જેમ લૌકિકમાં કહેવાય છે કે કોઈએ સમુદ્ર વલોવ્યો અને તેમાંથી પહેલાં ઝેર નીકળ્યું પછી અમૃત નીકળ્યું.
તે બંનેને કોઈક પી ગયું. એમ અહીં સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જીવો ભેદજ્ઞાનના બળવડે ચૈતન્યસમુદ્રને વલોવે છે,
ચૈતન્ય–સ્વરૂપના અનુભવરૂપી અમૃતનું પાન કરી કરીને સાધક જીવો ડોલે છે, અને અજ્ઞાન તથા રાગ–દ્વેષરૂપી
ઝેરને સર્વથા છોડે છે, તે ઝેરના એક અંશને પણ ગ્રહણ કરતા નથી. આ ચૈતન્યસમુદ્ર એવો છે કે ભેદજ્ઞાનવડે
તેને વલોવવાથી એકલું જ અમૃત જ નીકળે છે.
(૨૧) સુપ્રભાતમાં આત્માનો આનંદ કેવો છે?
મિથ્યાત્વ–અજ્ઞાનરૂપ નિદ્રા અને રાગ–દ્વેષ–ક્રોધાદિરૂપ અંધકારને નષ્ટ કરીને સમ્યગ્જ્ઞાન અને વીતરાગતામય
શુદ્ધ પરમાનંદ અવસ્થાને ધારણ કરતો શુદ્ધતત્ત્વરૂપે આત્મા પોતે ઉદય પામે છે, તે સુપ્રભાત છે. તે આત્મા કેવો છે?
‘आनन्द सुस्थित सदाऽस्खलितैकरूपो’ અર્થાત્ અતીન્દ્રિય સ્વાભાવિક સુખરૂપ જે પોતાના પરિણામ તેમાં
સદાય અસ્તલિત એકરૂપે સ્થિત છે. આત્મા પોતે જ પરિપૂર્ણ આનંદસ્વરૂપે થઈ ગયો છે, તેને કદી હવે આનંદનો
વિરહ નથી. જેમ આત્માનો કદી નાશ નથી તેમ તેના સ્વાભાવિક અતીન્દ્રિય આનંદનો પણ કદી નાશ નથી.
પૂર્ણદશાનો અતીન્દ્રિય આનંદ જો બહારથી આવ્યો હોય તો તેનો વિયોગ થઈ જાય, પણ પોતાનો સ્વભાવ જ
આનંદરૂપ થઈ ગયો છે એટલે કે આત્મા અને આનંદ બંને એક જ થઈ ગયા છે–તેથી તેનો કદી વિયોગ નથી. તે
આનંદ અસ્ખલિત છે, તેમાં કદી સ્ખલના નથી–ભંગ નથી. વળી તે એકરૂપ છે. પરલક્ષે જે આકુળતામાં આનંદ
માન્યો હતો તે તો અનેક પ્રકારનો હતો, તથા સાધક દશાનો આનંદ પણ વધ–ઘટરૂપ અનેક પ્રકારનો હતો, પણ
પૂર્ણદશાનો આકુળતારહિત સ્વાભાવિક પૂરો આનંદ પ્રગટયો તે સદા એક જ પ્રકારનો છે, એકરૂપ છે.
(૨) આત્માના ચતુષ્ટયરૂપ સુપ્રભાત
આવી જે સુપ્રભાતરૂપ નિર્મળદશા પ્રગટી તેમાં જ આખો આત્મા સ્થિત છે. પરિપૂર્ણ દશા પ્રગટતાં આત્મા
કૃતકૃત્ય થઈ ગયો છે, જે કહો તે સર્વસ્વ એ પર્યાયમાં આવી ગયું છે. એ પરિપૂર્ણ પર્યાયથી ભિન્ન કોઈ આત્મ–
સ્વભાવ રહ્યો નથી. આ કળશમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આત્માના ચતુષ્ટયને જ સુપ્રભાતરૂપે વર્ણવ્યા છે.
चित्पिंड ઈત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું. છે. शुद्धप्रकाश ઈત્યાદિ વિશેષણથી અનંત
જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. आनंदसुस्थित ઈત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે, અને
अचलार्चि વિશેષણથી અનંતવીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે; એવો અર્થ પંડિત જયચંદજીએ ભર્યો છે. આવા
ચતુષ્ટયસ્વરૂપ સુપ્રભાતને કોણ પ્રાપ્ત કરે છે? શુદ્ધ આત્મસ્વભાવને જાણવારૂપ જ્ઞાન, અને તેમાં જ રાગરહિત
એકાગ્રતારૂપ ક્રિયા, એવા જ્ઞાન–ક્રિયાનો સુમેળ જે આત્મામાં વર્તે છે તે આત્મા જ તે સુપ્રભાતરૂપે ઉદય થાય છે
અને તે આત્મા સદાય આનંદમાં જ સ્થિત રહે છે.
(૨૩) આચાર્યદેવના આત્મામાંથી ઊઠતો પડકાર
અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે–તું તારા શુદ્ધાત્મસ્વભાવનો મહિમા લાવીને તેને જાણ અને તેમાં
સ્થિર થા તો તારો આત્મા જ આનંદમાં એવો સુસ્થિત થઈ જશે કે ફરીથી કદી તને આકુળતા કે દુઃખ નહિ થાય.
તારો સ્વભાવ જ તારે ઉપાસવાયોગ્ય છે. જ્ઞાન અને આનંદ પ્રગટવાનું ઠેકાણું તારો આત્મા જ છે. તેને ઓળખ
અને તેમાં એકાગ્ર થા, તો સદાકાળ પૂરા ને પૂરા આનંદમાં જ તારો આત્મા સ્થિર રહેશે.