Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯ :
આચાર્ય ભગવાન જગતને ભેટ આપે છે.
(તા. ૨૧ – ૮ – ૪૭ ના દિવસે સવારે રથયાત્રા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું માંગળિક)
આત્માનો પરમાનંદ તે મંગળિક છે, અને તેમાં નિમિત્તરૂપ આ શાસ્ત્રને પણ મંગળિક કહેવાય છે.
ભગવાનના દિવ્યધ્વનિની પરંપરાથી જે શાસ્ત્રો રચાણાં છે તે આ જયધવલ, ધવલ વગેરે પરમાનંદનું કારણ છે
કેમ કે તેમાં ભગવાનના પરમાનંદનું નિમિત્ત છે. પરમાનંદ તો આત્માનો સ્વભાવ છે, પણ તેના નિમિત્ત તરીકે
શાસ્ત્રોને પણ પરમાનંદની ઉપમાં આપી છે. પરમાનંદ અને આનંદ તે આત્માની સ્વભાવ દશા જ છે, તેમાં
કારણભૂત ભગવાનની વાણી અને તેની પરંપરાથી રચાયેલા શાસ્ત્રો છે તેને પણ આચાર્યભગવાને પરમાનંદ ને
આનંદ કહી દીધા છે.
આ જયધવલાશાસ્ત્રને ‘દોગ્રંથિકપ્રાભૃત’ કહેવાય છે, અને તે પરમાનંદનું કારણ છે. ‘પ્રાભૃત’નો અર્થ
ભેટ થાય છે. કેવળ આત્માનો પરમાનંદ કે આનંદ તો ભેટ આપવાનું બની શકતું નથી, તે તો કોઈને અપાતો
નથી, પણ તે આનંદના નિમિત્તભૂત જે દ્રવ્યો (શાસ્ત્રો) તેની આચાર્યભગવાને ભેટ આપી છે, તેને
‘દોગ્રંથિકપ્રાભૃત’ કહેવાય છે, અને તે ભેટદ્વારા આચાર્યભગવાને ભવ્ય જીવોને પરમાનંદની જ ભેટ ધરી છે.
આચાર્યદેવે પોતે પરમાનંદને અનુભવ્યો છે અને ‘જગતના જીવ પણ તે પામે’ એવી ભાવનાથી
આચાર્યભગવંતોએ આવા મહાન શાસ્ત્રો રચીને જગતને આનંદ તથા પરમાનંદની ભેટ કરી છે. ભગવાનની
વાણીદ્વારા પોતે પરમાનંદ પામીને, તે વાણી ભવ્યજીવોને પરમાનંદ પામવા માટે ભેટ કરી છે. જેને મોક્ષદશા
પ્રગટ કરવી હોય તેને તે ભેટ આપી છે. જગતને આ શાસ્ત્રોદ્વારા આચાર્યોએ પરમાનંદની ભેટ આપી છે, આ
શાસ્ત્રોનો અક્ષરે અક્ષર આત્માના આનંદનું નિમિત્ત છે, તેમાં એક અક્ષરનો પણ ફેર નથી,–નથી.
આચાર્યદેવોને પરમાનંદની ભેટ કરવાનો જે વિકલ્પ ઊઠયો તે જ એમ બતાવે છે કે પરમાનંદ પ્રગટ
કરનાર જીવો થવાના છે. જેને મુક્તિ અને પરમાનંદ પ્રગટ કરવો હોય તેને માટે આચાર્યોએ આ પરમાગમોની
ભેટ આપી છે, જેને આત્માના આનંદનું બહુમાન આવે તેને તેના નિમિત્ત તરીકે શાસ્ત્રોનું પણ બહુમાન આવે
જ, અને તેના બહુમાન–ભક્તિથી, જ્ઞાનની રુચિ કરીને તેની પ્રભાવના કરે.
અપ્રમત્ત અને પ્રમત્તદશામાં વર્તી રહેલા નિર્ગ્રંથ સંતોને એવો વિકલ્પ ઊઠયો કે હું જે પરમાનંદ પામ્યો છું
તેનું જગતને ભેટણું કરું–જગત પણ તે આનંદ પામે. આચાર્યોને એવો વિકલ્પ ઊઠયો ને જગતમાં તે આનંદ
લેનારા જીવો ન હોય એમ કદી બને જ નહિ. આનંદ પ્રગટ કરનારા જીવો છે, તે જ મંગળિક છે. આચાર્ય–
ભગવાન કહે છે કે અમે આનંદ લઈને એકાવતારી થઈ જઈએ છીએ, અને જગતને તે આનંદની ભેટ કરીએ
છીએ. જગતમાં આનંદ પ્રગટ કરનારા જીવો છે જ. મારો આનંદ સ્વભાવ જે પ્રગટયો તે પૂર્ણ થઈને સદાય
જયવંત રહો–એવી ભાવના વડે ‘જગત પણ તે આનંદ પામો’ એવો જે અમને વિકલ્પ ઊઠયો છે તે નિષ્ફળ નહિ
જ જાય. આચાર્યભગવાન પોતે જ ખાતરી આપે છે કે જગતમાં અમારી આનંદરૂપી ભેટને સ્વીકારનારા જીવો
પાકશે..
अनेक धर्मीओ पाकशे, समजशे, अनुभव करशे, आगळ वधशे ने जैन शासनने दीपावशे.....
અષ્ટાહ્નિકા મહોત્સવ
• સોનગઢમાં કારતક સુદ ૮ થી ૧૫ સુધી અષ્ટાહ્નિકા મહોત્સવ ઘણા ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો.
મધ્યલોકમાં આવેલા સમસ્ત (૪૫૮) અકૃત્રિમ શાશ્વત જિનાલયોનું એક સુંદર ચિત્રપટ તૈયાર કરાવવામાં આવ્યું હતું
અને તેમાં નંદીશ્વર દ્વીપે જઈને દેવો ભક્તિ કરે છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. અષ્ટાહ્નિકાના આઠ દિવસો દરમિયાન
મધ્યલોકના સમસ્ત અકૃત્રિમ જિનાલયોનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂનમને દિવસે પૂજન થયા પછી ભગવાનશ્રી
સીમંધરનાથનો અભિષેક, વાદ્ય–ઘોષણા સહિત ઈન્દ્રોએ કર્યો હતો. ભક્ત મંડળમાં ખૂબ ઉલ્લાસ હતો.
શ્રીમદ્નો જન્મ દિવસ
• પૂજ્ય સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ દિવસ કાર્તિક સુદી પૂર્ણિમાનો છે. તે પ્રસંગાનુસાર સોનગઢમાં
સવારના આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી. સ્વાધ્યાય પુરી થયા પછી પરમકૃપાળુ પૂજ્ય શ્રી
સદ્ગુરુદેવશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર વિષે થોડું કહ્યું હતું, કે ‘શ્રીમદ્ના જન્મને આજે ૮૦ વર્ષ થયા; પણ આયુષ્યનો યોગ
બહુ ઓછો, ફક્ત ૩૩ વર્ષ અને પ મહિનાની ઉમરે દેહ છોડયો. તેમનામાં ઉઘાડ ધણો હતો–ઉઘાડનો દરિયો હતો. તે
વખતમાં આખા હિન્દુસ્તાનમાં એવો એક જ જીવ હતો. જો શ્રીમદ્ અત્યાર સુધી હોત એટલે કે જો લાંબુ આયુષ્ય હોત
તો ઘણું (કામ) કરત, પોતામાં ઘણું કામ કરી જાત...