Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
: માગસર : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૧ :
હે ભવ્ય, આટલું તો જરૂર કરજે! : [દર્શનપ્રાભૃત ઉપરના પ્રવચનોમાંથી] :
આચાર્યદેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે હે ભાઈ, તારાથી વિશેષ ન થાય તો પણ
ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું
નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો
એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે,
જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ, જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ
થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે; પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો
છેવટમાં છેવટ આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે.
સમ્યગ્દર્શનમાત્રથી પણ તારું આરાધકપણું ચાલુ રહેશે. વીતરાગદેવે કહેલા વ્યવહારની લાગણી ઊઠે તેને
પણ બંધન માનજે. પર્યાયમાં રાગ થાય છતાં એક પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી અને એ રાગ વડે
મને ધર્મ નથી. આમ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને
સ્વરૂપમાં ઠરી જજે; પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ, રાગથી
ભિન્ન તારા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા રાખજે.
કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ
ટળી જાય પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક્શ્રદ્ધા
પણ કરતો નથી તેને આચાર્યભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદ્રષ્ટિ રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ
પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવ દ્રષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ
થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળીસ્વભાવ છે, માટે પર્યાયદ્રષ્ટિ છોડીને
તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ
વગર રાગ કદી ટળવાનો નથી.
‘પહેલાં રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું’–એમ નહિ, પણ આચાર્યદેવ કહે છે કે
પહેલાં તું રાગરહિતસ્વભાવની શ્રદ્ધા કર તો તે સ્વભાવની એકાગ્રતાવડે રાગ ટળે. ‘રાગ ટળે તો શ્રદ્ધા કરું
એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદ્રષ્ટિ છે–પર્યાયમૂઢ છે, તેને
સ્વભાવદ્રષ્ટિ નથી; અને તે તે મોક્ષમાર્ગના ક્રમને જાણતો નથી કેમકે તે સમ્યક્શ્રદ્ધા પહેલાં સમ્યક્ચારિત્ર ઈચ્છે
છે. ‘રાગરહિત સ્વભાવની પ્રતીતિ કરું તો રાગ ટળે’ એવા અભિપ્રાયમાં દ્રવ્યદ્રષ્ટિ છે અને દ્રવ્યદ્રષ્ટિના જોરે
પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (–સ્વભાવના લક્ષે
અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય
છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયદ્રષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્યે તો રાગ ટળે કઈ
રીતે? ‘હું રાગી છું’ એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક (–વિકારના લક્ષે અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી) જે પરિણમન
થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે
પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી રાગ–રહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે;
અને એ જ મોક્ષમાર્ગનો ક્રમ છે.
આત્માર્થિનું પહેલું કર્તવ્ય એ છે કે, પર્યાયમાં રાગ ન છૂટી શકે તોપણ ‘મારું સ્વરૂપ રાગરહિત જ છે’
એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. આચાર્યદેવ કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ.
તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ.
હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેણે પૂરા સ્વભાવને
સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે.
ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્યભગવાન કહે છે કે, આ દગ્ધપંચમકાળમાં તું શક્તિરહિત હો
તોપણ કેવળ શુદ્ધાત્મસ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં સાક્ષાત્ મુક્તિ નથી પણ ભવભયનો
નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા
ભવરહિત