Atmadharma magazine - Ank 050
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૨૨ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવરહિત થઈ જઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈપણ ઉપાય–પરમ
પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર.
પ્રશ્ન:–આપ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય બતાવો છો એ તો બરાબર છે, એ જ કરવા જેવું છે, પણ
એનું સ્વરૂપ ન સમજાય તો શું કરવું?
ઉત્તર:–સમ્યગ્દર્શન વગર આત્મ કલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ–ત્રણ લોકમાં નથી; માટે જ્યાં
સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો, આત્મ સ્વભાવની સાચી
સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મસ્વભાવની સાચી રુચિ છે
અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજણનો પ્રયત્ન નકામો નહિ જાય.
સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો
જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે.
સ્વભાવની હોંશથી જે સમજવા માગે છે તે જીવને અનંતકાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે. શ્રી
પદ્મનંદી આચાર્યદેવે તો કહ્યું છે કે–આ ચૈતન્ય–સ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્નચિત્તથી સાંભળી છે તે
જીવ મુક્તિને લાયક છે.
માટે હે ભવ્ય! એટલું તો જરૂર કરજે.
[ભાદરવા વદ ૧૪ સોમવારના પરમાત્મ પ્રકાશના વ્યાખ્યાનમાંથી] શાંતિનો ઉપાય
આ જીવ શરીરથી જુદો છે. આ શરીર તો માટી છે, જડ છે, અને જીવ તેનાથી જુદો છે જીવ એટલે
આત્મા, તે જાણનાર છે, તે ૨૫ વર્ષ પહેલાંની વાતને પણ જાણે છે. શરીર નથી જાણતું, પણ જીવ જાણે છે.
જીવનું સુખ કયાંય બહારમાં નથી, આ શરીરમાં પૈસામાં, સ્ત્રીમાં કયાંય સુખ નથી, પણ મમતા ટાળે તો
તેને આત્મામાં જ સુખ દેખાય. આત્મા પોતે મમતા કરે છે તે મમતા પાપ છે, અને તેને લીધે જીવને દુઃખ છે, તે
મમતા અને પાપ ટાળે તો જીવને શાંતિ અને સુખ થાય. જીવમાં મમતા કરવાની તાકાત છે તેમ તેને ટાળવાની
તાકાત પણ જીવમાં છે. જો મમતા ટાળે તો સુખ થાય.
પહેલાં ઝાઝી મમતા કરતો હોય, પછી મમતા ઘટાડે ત્યાં મમતા ઘટવા છતાં કાંઈ જ્ઞાન ઘટી જતું નથી.
માટે મમતા તે પોતાનું કર્તવ્ય નથી, પણ જ્ઞાન તે જ આત્માનું સ્વરૂપ છે. વૃદ્ધ ઉમર થાય ત્યારે છોકરો પણ તેને
કહે છે કે–‘હવે તમે નિવૃત્તિ લો એટલે એટલે કે મમતા ઘટાડો!’ તેથી છોકરાએ પણ એમ માન્યું કે મમતા
ઘટાડવી જોઈએ. વૃદ્ધદશામાં કે જુવાનદશામાં ગમે ત્યારે જીવમાં મમતા ઘટાડવાની શક્તિ છે. મમતા ઘટાડવાથી
જીવને પોતાનો આનંદ પ્રગટે છે. મમતાને લીધે જ જીવને દુઃખ થાય છે, ને મમતા ટાળે તો સુખ થાય. આ
આત્મા શરીરથી જુદો છે, ને પૈસામાં, સ્ત્રીમાં કે શરીર વગેરેમાં તેનું સુખ નથી, પણ પોતામાં જ સુખ છે–એમ
સમજે તો મમતા ટળે.
આ આત્મા તો કાયમનો છે; આત્મા નવો થતો નથી, પણ પૂર્વ ભવોમાં હતો તે જ અત્યારે છે. આત્માનો
નાશ થતો નથી કે તે નવો થતો નથી. આ શરીર નવું થાય છે, ને શરીર નાશ પામે છે. પણ જીવ તેનાથી જુદો
છે–એમ જો જાણે તો શરીરાદિ ઉપર મમતા ન કરે અને મમતા ન કરે તો તે સુખી થાય. ગમે તે વખતે પોતે
મમતા ઓછી કરી શકે છે એવી જીવમાં તાકાત છે. માંદો હોય ને ખાટલે પડયો હોય છતાં મમતા ઘટાડી શકે છે.
જો મમતા ન ઘટાડે તો શાંતિ થાય નહિ. માટે આત્મા અને શરીર જુદા છે એમ સમજીને મમતા ઘટાડે તો જ
જીવને શાંતિ થાય છે.
જેમ દિવાસળીમાં ભડકો થવાનો સ્વભાવ છે, તેથી તેને ઘસો તો ભડકો પ્રગટ થાય છે. દિવાસળીમાં પેટ
ભરવાની–ભૂખ મટાડવાની શક્તિ નથી પણ ભડકો થવાની શક્તિ છે. તેમ જીવમાં જ્ઞાન કરવાની અને શાંતિ
કરવાની તાકાત છે, જ્ઞાન અને શાંતિ જીવનો સ્વભાવ છે. તે સ્વભાવને ઓળખે તો તેને શાંતિ થાય ને મમતા
ટળી જાય. જેમ સાકરમાં કડવાશ સ્વભાવ નથી તેમ જીવમાં મમતા કરવાનો સ્વભાવ નથી, પણ મમતા ટાળીને
શાંતિ કરવાનો જ તેનો સ્વભાવ છે. માટે એવા પોતાના આત્માને જાણે અને મમતા ટાળે તો શાંતિ થાય ને સુખ
પ્રગટે, તેમાં કોઈ બીજાની મદદની જરૂર નથી.