(વસંતતિલકા) (ગુજરાતી સમયસાર
પૃ. ૫૭૦)
: ૨૪ : આત્મધર્મ : માગસર : ૨૪૭૪ :
(૩) જ્ઞાન અને ક્રિયા
મારામાં જીવત્વશક્તિ છે; હું કોઈ પરના આધારે જીવતો નથી પણ મારા ત્રિકાળ ચૈતન્ય ભાવપ્રાણથી જ
હું ટકયો છું. આ રીતે પોતાના ત્રિકાળ–અસ્તિસ્વભાવનું ભાન કરવું તે જ સાચું જ્ઞાન છે, અને તે જ્ઞાનથી
જાણેલા સ્વભાવના આશ્રયે ટકતાં અશુદ્ધતાનો નાશ થાય છે તે જ સાચી ક્રિયા છે. આ જ્ઞાન અને ક્રિયા તે જ
મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાન કે બીજી કોઈ ક્રિયા મોક્ષનું કારણ નથી. શાસ્ત્રોનું જ્ઞાન શરીર
વગેરેની ક્રિયા કે પુણ્યની ક્રિયા–એ કોઈ ધર્મ નથી, ને તેનાથી સંસારનો અંત આવતો નથી. પોતાના પૂર્ણ
શુદ્ધસ્વભાવની ઓળખાણ તે જ્ઞાન છે, ને તે સ્વભાવના આશ્રયે અશુદ્ધતાનો નાશ તે ક્રિયા છે; એ જ્ઞાન–ક્રિયા
વડે સંસાર–રાત્રિના અંધારાનો નાશ થઈને અનંતચતુષ્ટયના પ્રકાશની ઉત્પત્તિ થાય છે.
(૪) નશ વગરન ઉત્પદ
આત્મામાં પૂરેપૂરું જ્ઞાન, પૂરેપૂરું દર્શન, પૂરેપૂરું સુખ અને પૂરેપૂરું આત્મબળ પ્રગટ થાય તેને સ્વચતુષ્ટય
કહેવાય છે. આત્મામાં એવા સ્વચતુષ્ટયનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદ નાશ વગરનો છે. એટલે આત્મામાં જ્ઞાન
અને સુખમય જે સુપ્રભાત પ્રગટયું તેનો કદી નાશ થવાનો નથી; એ સદાય એવું ને એવું ટકી રહેશે. આત્માનો
શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે, તેના આશ્રયે જે પૂર્ણ શુદ્ધદશા પ્રગટી તેનો હવે કદી નાશ થાય નહિ. માટે
આત્માની સાચી ઓળખાણ અને સ્થિરતાના પુરુષાર્થવડે આત્મામાં જે અનંત ચતુષ્ટયરૂપ દશા પ્રગટી તે જ
સ્વકાળરૂપ સુપ્રભાત છે; તે સુપ્રભાત પ્રગટયા પછી આત્માને જન્મ–મરણ હોતાં નથી; તેને સ્વકાળની પૂર્ણતા
થઈ, આત્મામાં સાચું પ્રભાત ખીલ્યું; આત્માનો પ્રાતઃકાળ ઊગ્યો. પરમાર્થે આનું જ નામ બેસતું વર્ષ છે. એવા
બેસતા વર્ષના મંગળિક સુપ્રભાતનું શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ વર્ણન કરે છે:–
चिंत्पिंऽचंडिमविलासिविकासहासः शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनंदसुस्थितसदास्खलितैकरूप– स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्म।।२६८।।
સુપ્રભાત સમાન આ આત્મા ઉદય પામે છે. સ્વભાવના આશ્રયે આત્મામાં સુચતુષ્ટયનો પ્રકાશ થયો તે
જ સુપ્રભાત છે. પોતાનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, તેને ઓળખીને તેનો આશ્રય કરતાં સર્વ મલિનતા નાશ પામે
છે, ને ચાર ઘનઘાતિ કર્મો પણ નષ્ટ થાય છે. જેણે સ્વભાવના આશ્રયે પૂર્ણદશા પ્રગટ કરી તેને આખો આત્મા જ
ઉદય પામ્યો–એમ અહીં કહ્યું છે.
(૫) જ્ઞાન અને ક્રિયાનું સ્વરૂપ
જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. પણ કયું જ્ઞાન અને કઈ ક્રિયા? આત્મા શુદ્ધ વીતરાગ સ્વભાવી છે,
જ્ઞાનસ્વભાવ જ છે, એ સ્વભાવની ઓળખાણ તે જ્ઞાન છે, અને તે જ્ઞાન થતાં રાગાદિની અને પરની ઉપેક્ષા થાય
છે તથા અશુદ્ધતાનો નાશ થાય છે–તે જ ક્રિયા છે. એવું જ્ઞાન અને એવી ક્રિયા તે જ મોક્ષરૂપી સુપ્રભાત પ્રગટવાનો
ઉપાય છે. કોઈ શુભરાગથી કે જડની ક્રિયાથી મોક્ષ પ્રગટતો નથી. પંડિત બનારસીદાસજી પણ કહે છે કે–
बिनसि अनादि अशुद्धता, होइ शुद्धता पोख।
ता परिणतिको बुध कहे, ज्ञान क्रियासों मोख।।३७।।
હું જ્ઞાનસ્વભાવથી પૂરો ભરેલો છું એવી શ્રદ્ધા અને ઓળખાણવડે જ્ઞાનમાં શુદ્ધતાનું પોષણ થાયને
અનાદિની અશુદ્ધતાનો નાશ થાય તેને સંતો જ્ઞાનક્રિયા કહે છે. સ્વભાવની ઓળખાણથી જે શુદ્ધ પરિણતિ પ્રગટી
તે પરિણતિ જ જ્ઞાન છે, ને અશુદ્ધતા ટળી તે પરિણતિ જ ક્રિયા છે, તેનાથી જ મોક્ષ થાય છે. ‘હું જ્ઞાન છું, હું
દર્શન છું, હું ચારિત્ર છું, એવા વિકલ્પ તે પણ રાગ છે, તે મોક્ષની ક્રિયા નથી, પણ હું ચૈતન્ય–ભાનુ છું,
ચૈતન્યસ્વરૂપને કોઈ વિકલ્પની અપેક્ષા નથી–એમ સ્વભાવના આશ્રયે, વિકલ્પરહિત શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તે જ
મોક્ષની ક્રિયા છે.
(૬) સમ્યગ્દશનરૂપ અપ્રતહત સપ્રભત
હું–આત્મા ચૈતન્યભાનુ છું. જેમ સૂર્યને દીપકની જરૂર પડે નહિ તેમ મારા ચૈતન્યપ્રકાશને પરની અપેક્ષા
નથી. મારી જ ચૈતન્યશક્તિવડે બધું જણાય છે. એ ચૈતન્યશક્તિ પરિપૂર્ણ છે, ને વિકાર રહિત છે.–આવી યથાર્થ શ્રદ્ધા
ને ઓળખાણ થતાં અનાદિનો મિથ્યાત્વરૂપ અંધકાર ટળ્યો તે ફરીથી હવે કદી ઊપજે નહિ, અને જે સમ્યક્ત્વરૂપ
પ્રકાશ પ્રગટયો તે ફરીથી કદી નાશ થાય નહિ. સમ્યગ્દર્શન થયું તે હવે અપ્રતિહતપણે સિદ્ધદશા લીધે જ છૂટકો.
અત્યારે પણ ક્ષાયક જેવા અપ્રતિહત સમ્યક્ત્વના જ ભણકાર જીવ પ્રગટ કરી શકે છે. આત્મામાં સમ્યગ્દર્શનનો જે