: પોષ : ૨૪૭૪ : આત્મધર્મ : ૪૩ :
પર્યાયની નિર્મળતા વધતી જાય છે અને વિકાર ટળતો જાય છે. તેમ તેમ તે દશામાં વિકારનાં નિમિત્તો પણ
છૂટતાં જાય છે. જેમ કે જીવને સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વભાવ ટળી જાય છે અને તેથી મિથ્યાત્વનાં નિમિત્તો પણ
ટળી જ જાય છે. કુદેવ–કુગુરુ–કુધર્મ એ મિથ્યાત્વના નિમિત્તો છે, જીવને સમ્યગ્દર્શન થતાં તે નિમિત્તોનું અવલંબન
હોય જ નહિ. સમ્યગ્દર્શનની ભૂમિકામાં એ ત્યાગ હોય છે.
[૧૬] સમ્યગ્દશર્ન થતાં બધાય ભાવો જણાય છે : – અહીં તો આચાર્ય ભગવાન સમ્યગ્દર્શનનું અપાર
માહાત્મ્ય વર્ણવતાં કહે છે કે સમ્યગ્દર્શન થતાં જીવને બધાય ભાવોની ઉપલબ્ધિ થાય છે, અર્થાત્ જ્ઞાનમાં તેનો
વિવેક થઈ જાય છે. કેવળજ્ઞાન ન હોવા છતાં કહે છે કે બધાય ભાવોની ઉપલબ્ધિ થઈ જાય છે. બધાય ભાવોની
સાક્ષાત્ ઉપલબ્ધિ તો કેવળી ભગવાનને થાય. સમ્યગ્દ્રષ્ટિ જીવને કેવળજ્ઞાન પ્રગટ્યું ન હોવા છતાં તેમને
કેવળજ્ઞાનની પ્રતીતિ પ્રગટી ગઈ છે, અંતરમાં કેવળજ્ઞાનનાં બીજડાં રોપાઈ ગયાં છે. કેવળજ્ઞાનનાં સ્વરૂપની
પ્રતીતિ થતાં કેવળીએ જાણેલા બધાય ભાવોની પણ પ્રતીતિ આવી ગઈ. સમ્યગ્દ્રષ્ટિને બધાય ભાવોમાં વિવેક
પ્રગટી ગયો, એટલે સમ્યગ્દર્શન થતાં જ કલ્યાણ રૂપ અને અકલ્યાણરૂપ ભાવોનું સાચું જ્ઞાન થાય છે અને
કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
[૧૬૭] સમ્યગ્દ્રિષ્ટ જીવને કેવી પ્રતીત હોય? અનંતુ અકલ્યાણ શેમાં છે? : – સત્ દેવ–ગુરુ–ધર્મના સમાગમે,
આત્માના સ્વભાવનો રુચિ અને મહિમાથી અભ્યાસ કરતાં કરતાં અપૂર્વ પુરુષાર્થ વડે જીવને સમ્યગ્દર્શન પ્રગટ
થાય છે. સમ્યગ્દર્શન થતાં સાચું જ્ઞાન થાય છે અને એ સાચું જ્ઞાન બધાય પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણે છે.
બધા પદાર્થોનું સ્વરૂપ જાણતાં તેને કલ્યાણ તથા અકલ્યાણની એવી પ્રતીતિ થાય છે કે–જે આ શુદ્ધ સ્વભાવ છે
તેનો આશ્રય કરવો તે જ કલ્યાણનું કારણ છે. મારા સ્વભાવમાં રાગાદિ ભાવો નથી, તે રાગાદિ ભાવો કલ્યાણનું
કારણ નથી. સ્વભાવને વિપરીતપણે માનવો તે મિથ્યાત્વભાવ જ અકલ્યાણનું કારણ છે.
કોઈ પર વસ્તુઓ કે દેવ–ગુરુ–શાસ્ત્ર આ જીવને કલ્યાણનું કે અકલ્યાણનું કારણ નથી. માત્ર પોતાની
પર્યાયમાં સાચી સમજણ અને સ્થિરતા તે જ કલ્યાણનું કારણ છે અને ઊંધી સમજણ તથા રાગાદિ તે જ
અકલ્યાણનું કારણ છે. જો કે રાગ તે પણ અકલ્યાણનું જ કારણ છે, પરંતુ જીવને રાગ ભાવથી જેટલું અકલ્યાણ
થાય છે તેના કરતાં અનંતગણું અકલ્યાણ ‘રાગથી આત્માને લાભ થાય’ એવી ઊંધી માન્યતાથી થાય છે.
‘રાગમાં ધર્મ છે’ એવી માન્યતા અકલ્યાણનું મૂળ છે. આચાર્ય કે સાધુ કે પંડિત નામ ધરાવીને પણ જેઓ
રાગાદિ વડે આત્માનું કલ્યાણ માનવાની જોસબંધ પ્રવૃત્તિ કરે છે તેઓની ત્રસ સ્થિતિ પૂરી થવા આવી છે–અને
તેવાઓને વંદનાદિ કરનાર જીવ મહા સંસારમાં રખડે છે–એમ આચાર્ય ભગવાન કહે છે.
[૧૬૮] જીવ કલ્યાણના માગેર્ ક્યારે પ્રવતીર્ શકે : – જીવ કોને કહેવો તે સમ્યગ્જ્ઞાન વગર જણાય નહિ. શરીર તે
જીવ નથી, હાલે–ચાલે તે જીવ નથી, અરે, રાગ કરે તે પણ જીવ નથી, એકલા જ્ઞાતાદ્રષ્ટા ભાવસ્વરૂપ જીવ છે.
રાગમાં ધર્મ માને તેણે જીવના જ્ઞાતાપણાને જાણ્યું નથી એટલે જીવને જ જાણ્યો નથી. જીવને ઓળખ્યા વગર ધર્મ
ક્યાંથી થાય? જેણે જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને કલ્યાણના માર્ગનું ભાન નથી.
સમ્યગ્દર્શન વગર જીવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ. સમ્યગ્દર્શન એ જ કલ્યાણનું મૂળ છે, તેના વગર
કલ્યાણ નથી. જ્યારે સમ્યગ્દર્શન પૂર્વકના સમ્યગ્જ્ઞાનથી પદાર્થોનું યથાર્થસ્વરૂપ જાણે ત્યારે જ જીવને કલ્યાણ–
અકલ્યાણ માર્ગનો નિર્ણય થાય અને તે નિઃશંકપણે કલ્યાણ માર્ગમાં પ્રવર્તી શકે. પણ જ્યાંસુધી જીવને કલ્યાણ–
અકલ્યાણના માર્ગનો જ નિઃશંક નિર્ણય ન થાય ત્યાંસુધી તે કલ્યાણના માર્ગે પ્રવર્તી શકે નહિ. –૧૫–
– ભલામણ –
આત્મધર્મ માસિક ગુજરાતી ભાષામાં પાંચ વર્ષથી પ્રગટ થાય છે. એ વર્ષો
દરમિયાન આત્મધર્મમાં અનેક ધાર્મિક ન્યાયોની વિસ્તૃત છણાવટ થયેલી છે.
યથાર્થ ધર્મની રુચિ ધરાવતા જિજ્ઞાસુ જીવોને સહેલાઈથી સમજાય એવી સાદી અને
સરળ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિના ભાવોને આત્મધર્મ માસિકમાં રજુ કરવામાં
આવ્યા છે. એથી જેમની પાસે આત્મધર્મ માસિક ન હોય તેઓ જરૂર મંગાવી લે.
આત્મધર્મની પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાંધેલી ફાઈલ દરેકની કિંમત
૩–૪–૦ ટપાલખર્ચ માફ
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ