Atmadharma magazine - Ank 051
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૭૪ :
વીર સં. ૨૪૭૩: દ્વિં. શ્રાવણ વદ ૬ શનિવાર
[] ત્ પ્ર ધ્ . : “હું પરમાત્મા જ છું” એવી દ્રષ્ટિના જોરે પરમાત્મદશા
પ્રગટ કરવી તેનું નામ પરમાત્મપ્રકાશ છે. આત્મા ત્રિકાળ પરમાત્મા સ્વરૂપ જ છે, તે સ્વરૂપની દ્રષ્ટિ એ જ
મુક્તિનું કારણ છે. અહીં પરમાત્મસ્વરૂપ જે ત્રિકાળ છે તેનું ધ્યાન એ જ પરમાત્મદશાનો ઉપાય બતાવ્યો છે.
પરમાત્મશક્તિ ત્રિકાળ છે, તેનું ધ્યાન કરવાથી પરમાત્મદશા પ્રગટરૂપ થઈ; ‘પરમાત્મદશા પ્રગટી’ એ
કથન પર્યાયદ્રષ્ટિનું છે અને ‘ત્રિકાળ પરમાત્મ સ્વભાવ છે’ એ દ્રવ્યદ્રષ્ટિ છે. એ પરમાત્માની શ્રદ્ધા કરીને
સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે પણ પરમાત્માનું નિર્વિકલ્પ ધ્યાન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર ત્રણેય
પરમાત્માના ધ્યાનથી જ પ્રગટે છે અને તે ત્રણે નિર્વિકલ્પ જ છે.
[] દ્રવ્ર્ ખ્ ર્ િ. : પરમાત્મશક્તિ તો ત્રિકાળ છે, પણ અહીં તેનો
પર્યાય પ્રગટવાની વાત છે. દ્રવ્ય–ગુણ–પર્યાય એટલે શું? દ્રવ્ય તે ત્રિકાળી શક્તિ છે. તેની પ્રતીતિ વગર
પર્યાયમાં ધર્મ પ્રગટે નહિ. ધર્મ તો પર્યાયમાં છે. દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણ્યા વગર ધર્મ ક્યાંથી કરશે
અને શેમાં કરશે?
જે પરમાત્મશક્તિ છે તે ત્રિકાળ છે, તે શક્તિ કદી નવી પ્રગટતી નથી અને તેનો કદી નાશ થતો નથી.
દ્રવ્ય અને તેની શક્તિ (અર્થાત્ ગુણો) ત્રિકાળ છે, તેનો પર્યાય નવો પ્રગટે છે. એ દ્રવ્યગુણપર્યાયને ઓળખ્યા
વગર ધર્મ થઈ શકે નહિ. કોઈ કહે કે ધર્મ કરવા માટે દ્રવ્ય–ગુણ–પર્યાયના જ્ઞાનની જરૂર નથી–તો તેની વાત
ખોટી છે. પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય સાથે જ ધર્મનો સંબંધ છે, માટે તેનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ.
[] િશ્ચ ક્ષર્ જી િત્રસ્રૂ : જે એકલો આત્મસ્વભાવ છે તે ઢંકાય પણ નહિ અને
પ્રગટે પણ નહિ. ઢંકાય અને પ્રગટે તે તો પર્યાય હોય છે. પરમાત્માનું ધ્યાન તે પર્યાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય છે.–મોક્ષમાર્ગ છે–તે પણ જીવનું ત્રિકાળી સ્વરૂપ નથી, તેને જીવનું સ્વરૂપ
કહેવું તે પણ ઉપચાર છે–વ્યવહાર છે, કેમ કે તેનો પણ નાશ થઈને પૂર્ણદશા પ્રગટે છે. જીવના મૂળ સ્વરૂપમાં
રાગ–દ્વેષ નથી. અને અધૂરો પર્યાય તે પણ જીવનું મૂળસ્વરૂપ નથી.
[] ર્ : અહીં મોક્ષમાર્ગરૂપ પર્યાયને કારણ સમયસાર કહેલ છે.
‘ત્રિકાળી સ્વભાવ તે કારણ સમયસાર છે’ એ વાત અહીં નથી લીધી. અહીં પર્યાયમાં મોક્ષમાર્ગની વાત છે.
મોક્ષમાર્ગ તે મોક્ષનું કારણ છે એટલે મોક્ષમાર્ગ તે કારણ સમયસાર છે, અને પૂર્ણ અનંત ચતુષ્ટયરૂપ પ્રગટદશા તે
કાર્ય સમયસાર છે. આ બન્ને પર્યાયો છે, તેથી વ્યવહાર છે; અને ત્રિકાળી પરમાત્મસ્વભાવરૂપ દ્રવ્ય છે તે નિશ્ચય
છે. કારણ સમયસાર કહો કે કારણ પરમાત્મા કહો–તે બંને એક જ છે; તેવી જ રીતે કાર્ય સમયસાર ને કાર્ય
પરમાત્મા એ બંને પણ એક જ છે.
[] દ્રવ્દ્રિષ્ટ ર્ દ્રિષ્ટ િ : દ્રવ્યદ્રષ્ટિથી તો આત્મા ત્રિકાળ સિદ્ધજેવો પૂર્ણ છે, તેમાં સિદ્ધદશા
ન હતી ને પ્રગટી–એવા બે ભેદ નથી. પણ પર્યાયદ્રષ્ટિથી અનાદિથી કદી સિદ્ધદશા ન હતી અને નવી પ્રગટે છે
તેથી ‘અભૂતપૂર્વ સિદ્ધદશા પ્રગટી’ એમ કહેવાય. અહીં પરમાત્મદશા પ્રગટવાનો ઉપાય નિર્વિકલ્પધ્યાન જ કહ્યું
છે, અજ્ઞાની ઊંધુ ધ્યાન કરે છે એટલે કે ‘રાગાદિ તે હું’ એવી ઊંધી શ્રદ્ધાથી ધ્યાન કરે છે તેથી તે રખડે છે. તે
રાગનો આશ્રય છોડીને ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા કરીને તેનું ધ્યાન કરવાથી સિદ્ધદશા પ્રગટે છે; તે સિદ્ધદશા
નવી પ્રગટે છે, માટે ‘અભૂતપૂર્વ’ છે. સંસારદશા ટળીને સિદ્ધદશા પ્રગટી તે કથન પર્યાયદ્રષ્ટિનું છે; ત્રિકાળી
સ્વભાવનું કથન નથી.
[] દ્રવ્િર્ ર્િર્ જા ? : વર્તમાન પર્યાયને જોનારી દ્રષ્ટિ તે પર્યાયદ્રષ્ટિ છે.
અને ત્રિકાળી સ્વભાવને જોનારી દ્રષ્ટિ તે દ્રવ્યદ્રષ્ટિ છે.
જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકનય છે. તેમાં ત્રિકાળી દ્રવ્યને જાણનાર જ્ઞાન છે
તે અંતરંગનય (અર્થનય અથવા ભાવનય) છે, અને તેને કહેનાર વચન તે બહિર્નય (–વચનાત્મકનય અર્થાત્
શબ્દનય) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને
પર્યાયાર્થિકનય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાન તે અંતરંગનય છે અને તેને કહેનાર વચન તે
બહિર્નય છે.