કેવળજ્ઞાન રૂપે થઈ ગયો. સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે, ને કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી પ્રગટે છે.
ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી
એ જ પુરુષાર્થ છે. જડ કર્મોનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, અને વિકારભાવનો નાશ કરવાનો પણ
ખરેખર પુરુષાર્થ નથી, કેમ કે જે વિકારભાવ છે તે તો સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધ ઉપયોગનું
સામર્થ્ય પ્રગટ કર્યું–અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ થઈ નહિ, તેથી
એમ કહેવાય છે કે જીવે અશુદ્ધતાનો નાશ કર્યો અને તે વખતે ઘાતિકર્મો પણ પોતાની મેળે નાશ પામી ગયાં.
જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિકર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે
શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વદ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના
નિમિત્તરૂપ ઘાતિકર્મો પણ ટળી ગયાં આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વક કથન છે.
‘આ’ સ્વયંભૂ આત્મા પોતે જ સ્વપરપ્રકાશતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. અહો,
જુઓ આચાર્યપ્રભુની વર્ણન શૈલિ! જેમણે ઘાતિકર્મો ક્ષય કર્યાં છે તેમને વર્તમાન પોતાના જ્ઞાનમાં યાદ કરીને
અને પોતે પોતાની સ્વરૂપ રમણતાને તાજી કરીને, જાણે કે વર્તમાનમાં શુદ્ધોપયોગની રમણતાથી ઘાતિકર્મોનો
ક્ષય કરીને પોતે જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમી જતા હોય! એવી શૈલિથી આચાર્યદેવ સુપ્રભાતનાં
ગાણાં ગાય છે–સ્વયંભૂ આત્માનો મહિમા કરે છે. અહો, આત્માની એ પળ અને એ ક્ષણને ધન્ય છે કે જે પળે ને
જે ક્ષણે ચૈતન્યના શુદ્ધ ઉપયોગના સામર્થ્યથી ઘાતિકર્મનો ક્ષય થઈને ચૈતન્યકળી સંપૂર્ણખીલીને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ
આનંદ પ્રગટે છે ને સાદિઅનંત કાળ ટકી રહે છે. એ આત્મા ધન્ય છે કે જેણે એવા જ્ઞાન અને આત્માને પોતામાં
ટકાવી રાખ્યાં છે. એ જ્ઞાન અને આનંદ આત્માની જ ઉપાદાન શક્તિમાંથી પ્રગટેલાં છે તેથી સ્વાધીન છે, અને
કોઈ અન્ય વસ્તુની તેને અપેક્ષા નથી તેથી નિરપેક્ષ છે. જેનો ઉદય જ્ઞાનપ્રકાશથી ભરપૂર છે અને આનંદદાયક છે
એવા ચૈતન્યભાનુનો સુપ્રભાત કાળમાં જે ઉદય થયો તે થયો હવે તે કદી પણ આથમે નહિ.
તેમાં સ્વચતુષ્ટયરૂપ મહા મંગળ પ્રભાતનું વર્ણન છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાન અને સુખ છે, તેથી જ્ઞાન અને
સુખરૂપે આત્મા જ સ્વયં પરિણમે છે. ઈન્દ્રિયો વિના જ આત્માને જ્ઞાન તથા સુખ હોય છે, કેમકે પોતાનો જે
સ્વભાવ છે તે પરની અપેક્ષા વગરનો છે. જેણે આવા નિરપેક્ષ જ્ઞાન અને સુખ સ્વભાવની શ્રદ્ધા કરી–જ્ઞાન કર્યું
તે આત્મા પરથી અને પર તરફના ભાવોથી ઉદાસીન થઈને પોતાના સ્વરૂપમાં પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ
તેનો કાળ જાય છે તેમ તેમ તેનું કેવળજ્ઞાન નજીક નજીક આવતું જાય છે; તેના આત્મામાં જગમગતો ચૈતન્યસૂર્ય
ઊગવાની તૈયારી થઈ. સ્વભાવમાં જ તેનું પરિણમન હોવાથી જેમ જેમ અવસ્થા પરિણમતી જાય છે તેમ તેમ
કેવળજ્ઞાન નજીક આવતું જાય છે, એક સમયમાં એક પર્યાય પરિણમે છે ને એક સમય કેવળજ્ઞાન નજીક આવે
છે. આવી દશા આચાર્યદેવને પોતાને જ પરિણમી રહી છે. પોતાને કેવળજ્ઞાનના કારણરૂપ શુદ્ધોપયોગ વર્તે છે,
તેથી કારણ ભેગો કાર્યનો ‘કલાપ’ (–મહિમા, શોભા) પણ નજીક જ હોય ને!
પ્રગટ થતી જાય છે. પહેલાંં અજ્ઞાનદશામાં પોતાના ઉપયોગને રાગપરિણામસ્વરૂપ કરીને પરિણમતો હતો, પછી
ભેદજ્ઞાન થતાં ચૈતન્યપરિણામસ્વરૂપ પરિણમવા લાગ્યો. હવે જેમ જેમ પર્યાય પરિણમે છે તેમ તેમ ઉપયોગ
ચૈતન્યમાં એકાગ્ર થતો જાય છે. એવો આત્મા અનાદિ મોહનો સર્વથા ક્ષય