Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૯ :
કરીને નિર્વિઘ્ન ખીલેલી આત્મશક્તિવાળો થાય છે. શુદ્ધોપયોગના પ્રસાદથી જ આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. –
એમ પંદરમી ગાથામાં કહ્યું છે.
() જી જ્ઞ િન્દ્ર : શુદ્ધોપયોગના પ્રભાવથી જે ‘સ્વયંભૂ’ થયો છે એવા આત્માને
ઈન્દ્રિયો વિના જ સ્વયમેવ જ્ઞાન અને સુખ હોય છે, એ વાત આચાર્યદેવ સિદ્ધ કરે છે. પહેલાંં પોતાના
આત્મસ્વભાવને ઓળખીને, શુદ્ધોપયોગના સામર્થ્યથી, ચાર ઘાતિકર્મોનો નાશ થતાં જે પોતે જ જ્ઞાન અને
આનંદરૂપે પરિણમી ગયો છે એવા જીવને પોતાના જ્ઞાન અને આનંદ માટે ઈન્દ્રિયો વગેરે કોઈ પણ પદાર્થની શું જરૂર
છે? જે પોતે જ્ઞાન અને આનંદરૂપે પોતાના સ્વભાવથી જ થાય છે તેને તેમાં કોઈ અન્ય પદાર્થોની અપેક્ષા નથી.
જેને ઈન્દ્રિય અને મન વિદ્યમાન છે તે જીવ પણ તેમનાથી નથી જાણતો, પણ પોતે જ જ્ઞાનરૂપે પરિણમીને જાણે છે.
કષાય ઘટાડીને જે જ્ઞાન પ્રગટ્યું છે તે જ્ઞાનવડે જ જાણે છે. જેમને પાંચ ઈન્દ્રિય અને મન છે એવા બધા જીવોને
જ્ઞાન એક સરખું થતું નથી, પણ તેમના જ્ઞાનમાં ફેર છે, કેમકે જીવને ઈન્દ્રિય તથા મનથી જ્ઞાન થતું નથી પરંતુ
પોતાના પર્યાયમાં પોતે જે જ્ઞાનરૂપે પરિણમે છે તેનું જ જ્ઞાન થાય છે. આ રીતે જીવનું જ્ઞાન પરથી નિરપેક્ષ છે.
() જી િન્દ્ર : જ્ઞાનની જેમ સુખ પણ ઈન્દ્રિયોથી થતું નથી. સિદ્ધ ભગવાન
ઈન્દ્રિયો વિના જ સ્વયમેવ સુખરૂપે પરિણમે છે. જો ઈન્દ્રિયોથી જીવને સુખ થતું હોય તો જેને પાંચ ઈન્દ્રિયો છે તે
બધાય જીવોને સુખ એક સરખું હોવું જોઈએ. પણ તેમ દેખાતું નથી. ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં અજ્ઞાની જીવો
આકુળતાથી દુઃખી જ છે. સુખનું લક્ષણ તો અનાકુળતા છે. જેટલા અંશે આકુળતા ટાળે છે તેટલા અંશે સુખ હોય
છે. સિદ્ધભગવાન પોતાના સ્વભાવથી જ સંપૂર્ણ સુખરૂપે પરિણમી રહ્યા છે; આત્માનો સુખસ્વભાવ ઈન્દ્રિયોને
આધીન નથી.
(૧૨) અસન્નભવ્ય અન અભવ્ય : – આવા અતીન્દ્રયિ જ્ઞાન અને સુખરૂપ આત્મા થઈ જાય તે જ
સુપ્રભાતમંગળ છે. અને એવા અતીન્દ્રિય જ્ઞાન અને સુખસ્વભાવની સાચી ઓળખાણ તે પણ મંગળ છે. ૬૨ મી
ગાથામાં કહ્યું છે કે– ‘કેવળી ભગવાનને જ પારમાર્થિક (ઉત્કૃષ્ટ) સુખ હોય છે’ એવું વચન સાંભળીને જેઓ
હમણાં જ સ્વીકાર કરે છે તેઓ શિવશ્રી (મોક્ષલક્ષ્મી) નાં ભાજન–આસન્નભવ્યો છે, અને જેઓ તે સાંભળીને
સ્વીકાર કરતા નથી તેઓ મોક્ષસુખરૂપી સુધાપાનથી દૂરવર્તી અભવ્યો છે. જેને ઈન્દ્રિયવિષયોનું જ સુખ ભાસે છે
અને ઈન્દ્રિયરહિત આત્મસ્વભાવનું સુખ ભાસતું જ નથી–તે જીવ આત્માના સુખસ્વભાવને જ માનતો નથી,
અને આત્માના સ્વભાવને જ નહિ માનતો હોવાથી તેને કદી મુક્તિ થતી નથી.
() સ્ ત્ િન્દ્ર : ‘સ્વયંભૂ’ આત્માને શુદ્ધોપયોગના સામર્થ્યથી ઘાતિકર્મો ક્ષય
પામ્યાં છે–એ પહેલો બોલ અહીં પૂરો થયો. ‘સ્વયંભૂ’ આત્મા કેવો છે? એ સંબંધી હવે બીજો બોલ કહે છે.
‘ક્ષાયોપશમિક જ્ઞાન–દર્શન સાથે અસંપૃક્ત (સંપર્કવિનાનો) હોવાથી જે અતીન્દ્રિય થયો છે’ –એવો
‘સ્વયંભૂ’ આત્મા છે. મતિ–શ્રુત–અવધિ અને મનઃપર્યવ–એ ચાર જ્ઞાન દશાને ક્ષાયોપશમિક કહેવાય છે. તે ચારે
જ્ઞાન અધૂરા છે, અને તેમાં ઈન્દ્રિય કે મન નિમિત્તરૂપે હોય છે. પરંતુ તે ક્ષાયોપશમિક જ્ઞાનો પણ ઈન્દ્રિય વગેરેથી
જાણવાનું કામ કરતા નથી, પણ જ્ઞાનના પ્રગટપણાથી જ જાણવાનું કામ કરે છે. તેવી જ રીતે સુખ પણ
ઈન્દ્રિયોથી થતું નથી. અજ્ઞાની જીવ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છા કરીને તેમાં સુખની કલ્પના કરે છે, તે સુખની
કલ્પના પણ ઈન્દ્રિયોથી થઈ નથી, પણ અજ્ઞાની જીવ પોતે તે કલ્પનારૂપે પરિણમ્યો છે. અને જ્ઞાની જીવ પોતાના
સ્વભાવથી જ સુખરૂપે પરિણમે છે. ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવને નિમિત્ત તરીકે ઈન્દ્રિય–મનનું અવલંબન છે,
એવી તેમના જ્ઞાનની લાયકાત છે, પરંતુ કેવળી ભગવાનને તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટી જતાં
ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ પરિણમન જ રહ્યું નથી. તેમને અધૂરું જ્ઞાન જ નહિ હોવાથી ઈન્દ્રિય–મનનું અવલંબન
નિમિત્ત તરીકે પણ રહ્યું નથી. ક્ષયોપશમજ્ઞાન વખતે ઈન્દ્રિયાદિને નિમિત્ત કહેવાતું, પણ પૂર્ણ જ્ઞાન થતાં હવે તેને
નિમિત્ત પણ કહેવાતું નથી. શુદ્ધોપયોગના જોરે આત્મા પોતે પૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયો, ત્યાં અધૂરા
(ક્ષાયોપશમિક) જ્ઞાન સાથેનો સંબંધ તૂટી ગયો, અને ક્ષાયોપશમિકજ્ઞાન વખતે ઈન્દ્રિયો–મન અને કર્મો સાથે જે
નિમિત્તપણાનો સંબંધ હતો તે પણ તૂટી ગયો. કેવળજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, તેમાં કર્મો કે ઈન્દ્રિય–મન કોઈનું
નિમિત્ત નથી.