Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
: ૬૦ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
આત્મા એક સાથે બે અવસ્થારૂપે પરિણમી શકે નહિ, તેથી જ્યારે ક્ષાયોપશમિકજ્ઞાનરૂપે પરિણમતો હતો ત્યારે
કેવળજ્ઞાન ન હતું, અને કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો ત્યારે ક્ષાયોપશમિકજ્ઞાન સાથે સંબંધ ન રહ્યો. અધૂરા જ્ઞાનદર્શન
વખતે ઈન્દ્રિય વગેરે નિમિત્ત હતાં પણ જ્યારે તે જ્ઞાન અને દર્શન સ્વભાવમાં જ સંપૂર્ણ એકાગ્ર થઈ ગયા ત્યારે
અધૂરા જ્ઞાન–દર્શન છૂટી ગયા, ને ઈન્દ્રિય વગેરે નિમિત્ત તરફનું વલણ પણ સર્વથા છૂટી ગયું, તેથી કેવળજ્ઞાન
અને કેવળદર્શન અતીન્દ્રિય છે, તેનો પ્રકાશ અસાધારણ છે.
() ર્ : અહા! જુઓ–આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની અને પર સાથેનો સંબંધ તોડવાની
રીત, એટલે કે ધર્મની રીત. જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા–જ્ઞાનમાં સ્વીકારવો તે જ દર્શન અને
જ્ઞાનનું આચરણ છે. અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ
આચરણથી જ ધર્મ થાય છે; બીજા કોઈ ધર્મનાં આચરણ નથી.
() ર્ િસ્ િસ્ : આ ૩૭ અક્ષરમાં કેવળજ્ઞાનનો કક્કો રહેલો છે. આ ગાથામાં,
જ્ઞાન અને આનંદરૂપ જે આત્મસ્વભાવ બતાવ્યો છે તેમાંથી જ કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે, બીજે ક્યાંયથી
આવવાનું નથી. આચાર્ય ભગવાન અસ્તિ–નાસ્તિ બંને પડખાંનું કથન સાથે જ કરે છે. પહેલાંં એમ કહ્યું કે–
ભગવાન આત્મા પોતાના શુદ્ધોપયોગમાં લીન થયો ત્યાં કર્મોનો સંબંધ તૂટયો. ત્યાં શુદ્ધોપયોગની અસ્તિ અને
કર્મની નાસ્તિ બતાવી. બીજા બોલમાં કહ્યું કે અતીન્દ્રિયજ્ઞાન–દર્શનરૂપે પરિણમ્યો ત્યાં ક્ષાયોપશમિકજ્ઞાન–દર્શનનો
સંબંધ તૂટયો; એમાં પરિપૂર્ણ જ્ઞાન–દર્શનની અસ્તિ અને અધૂરા જ્ઞાન–દર્શનની નાસ્તિ બતાવી. કથનમાં ક્રમ પડે
છે પણ એક જ સમયના ભાવમાં આ બધું થઈ જાય છે.
() ર્ વ્? : આ કેવળીભગવાનને માટેની વાત નથી; ‘કેવળજ્ઞાનદશા આવી છે,
અને શુદ્ધોપયોગના સામર્થ્યથી આ રીતે તે થાય છે’ –એવો ભરોંસો કોના જ્ઞાનમાં થાય છે? જીવના પોતાના
જ્ઞાનમાં ભરોંસો થાય છે. જેના જ્ઞાનમાં એવો ભરોંસો થયો તેનું જ્ઞાન વિકારથી છૂટીને સ્વભાવમાં પરિણમવા
લાગ્યું એટલે કે તે જીવ પોતે કેવળજ્ઞાન અને મુક્તિ તરફ પરિણમવા માંડયો. આ જ ધર્મ છે. મારો સ્વભાવ
પરથી જુદો છે, ને ઈન્દ્રિય વગર જ મારાં જ્ઞાન અને સુખ થાય છે–આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું
જ આચરણ રહ્યું, ને વિકારથી પાછો ફર્યો. આવી પ્રતીતના ભાવો સહિતનું આ કથન છે. ખરેખર પોતાના જે
જ્ઞાનમાં કેવળીભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે.
આત્માની પૂર્ણદશામાં અધૂરા જ્ઞાન સાથે સંપર્ક (સંબંધ) નથી, અને ઈન્દ્રિયોનું આલંબન નથી, ત્યાં
સ્વભાવથી જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે આત્માનું પરિણમન થઈ ગયું છે. –આવી સ્વભાવની વાત જેને
સમજાય તેને, ‘ઈન્દ્રિયો–વિકાર કે અપૂર્ણજ્ઞાન મારું સ્વરૂપ નથી પણ પૂર્ણ–નિર્વિકાર જ્ઞાનસ્વભાવ જ હું છું’ એવી
સમ્યક્ પ્રતીતિ થાય જ. એ રીતે સમ્યક્પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય
જ. ‘મારાથી આ ન થાય’ એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, ને આ જ કરવા જેવું છે, માટે
બરાબર પ્રયત્ન કરીને આ સમજવું.
() ચ્ િ? : પૂર્ણ સ્વભાવનો સ્વીકાર અને અપૂર્ણતાનો નકાર–એવી
સમ્યક્પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે અને એ શુદ્ધોપયોગના જોરે કેવળજ્ઞાન થાય છે. કોઈ કહે કે અત્યારે
તો પૂર્ણતા નથી; ઊણા અને પૂરા વચ્ચે કેટલો વિરહ છે? તેનો જવાબ–અરે ભાઈ, વિરહ કેવા! ઊણું પોતે જ્યાં
પૂરા સ્વભાવમાં લીન થઈ ગયું ત્યાં ઊણા અને પૂરા વચ્ચે આંતરો જ નથી. પહેલા જ્યારે ઊણું જ્ઞાન
પર્યાયદ્રષ્ટિમાં જ અટકતું ત્યારે ઊણા અને પૂરા વચ્ચે અંતર હતું, પણ હવે અપૂર્ણતાનો જ નિષેધ કરતું–
પર્યાયદ્રષ્ટિ છોડતું તે પૂરા સ્વભાવમાં જ એકાગ્ર થઈ ગયું ત્યાં ઊણું અને પૂરું અભેદ થઈ ગયા, વિરહ તૂટી ગયો.
પર્યાયદ્રષ્ટિથી પૂર્ણતા ભાસતી ન હતી, પણ સ્વભાવમાં એકાગ્ર થઈને દ્રવ્યદ્રષ્ટિથી જોયું ત્યાં પૂર્ણસ્વભાવ જ ભાસે
છે, અપૂર્ણતા ભાસતી નથી. અધૂરીદશા ને પૂરીદશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ દ્રવ્યસ્વભાવની
અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. આવા સ્વભાવ તરફના વલણમાં કેવળજ્ઞાન સાથેના વિરહ છે જ
ક્યાં? દ્રવ્યસ્વભાવ કેવળજ્ઞાનથી ભરેલો છે. જો દ્રવ્યસ્વભાવના વિરહ હોય તો કેવળજ્ઞાનના વિરહ હોય.