Atmadharma magazine - Ank 052
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૬૨ : આત્મધર્મ : માહ : ૨૪૭૪ :
સિદ્ધ ભગવાનને જે જ્ઞાન અને આનંદની રિદ્ધિ પ્રગટી તે રિદ્ધિની અમને શીઘ્ર પ્રાપ્તિ હોજો. તે જ અમારી ખરી
રિદ્ધિ છે. પૂર્ણદશાના પરિપૂર્ણ આત્મસામર્થ્યને પોતાના જ્ઞાનમાં લઈને સાધકજીવ ભાવના કરે છે કે–હું કમ્મર
બાંધીને મોહનો નાશ કરવા તૈયાર થયો છું. મારા સ્વભાવની ઉગ્રતા વડે મોહ–અસ્થિરતાનો નાશ કરીને
કેવળજ્ઞાન પામું–એવો પુરુષાર્થ મારામાં ભર્યો છે.
આ રીતે પૂર્ણદશારૂપી સુપ્રભાતમાં અનંત ઉત્તમવીર્ય પ્રગટવાની વાત કરી. હવે કેવળજ્ઞાન અને
કેવળદર્શન પ્રગટવાની વાત કરે છે. જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદ એ અનંત ચતુષ્ટય તો એક સાથે જ પ્રગટે છે,
તેના પ્રગટવામાં કાંઈ ક્રમ નથી, પરંતુ કથનમાં ક્રમ–આવે છે.
() જ્ઞ ર્ પ્ર : ‘સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો
હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે–એવો આ (સ્વયંભૂ) આત્મા સ્વયમેવ જ્ઞાન
અને સુખ થઈને પરિણમે છે.’ જ્યાં આત્માના જ્ઞાન અને દર્શન સ્વભાવમાં લીન થઈને પૂર્ણ શુદ્ધરૂપે પરિણમ્યા
ત્યાં કર્મનો પ્રલય જ છે. જે ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે તેમાં ઉપયોગની એકાગ્રતાથી જ સાધકદશા પ્રગટીને
પૂર્ણતા થાય છે. પર્યાયમાં જે કાંઈ પવિત્રતા થાય છે તે પૂર્ણસ્વભાવના આશ્રયે જ થાય છે. એવા સ્વભાવની
શ્રદ્ધાજ્ઞાન કરી હતી તેના ફળમાં, ચૈતન્યનું જે સર્વથી અધિક કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી તેજ છે તે પ્રગટ
થયું છે. જેમ અંધકાર ટળીને સવારમાં બે ચક્ષુઓ ખૂલી જાય છે તેમ ચૈતન્યશક્તિનો સંપૂર્ણ વિકાસ થતાં
અપૂર્ણ જ્ઞાનનો નાશ થયો અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનરૂપી બે ચક્ષુઓ ખૂલ્યાં; તેનાથી આત્મસ્વભાવના
પૂર્ણ સામર્થ્યને પ્રત્યક્ષ જાણી લીધું અને લોકાલોકને પણ પ્રકાશી લીધાં. હવે જ્ઞાન–દર્શનમાં એક સમયમાત્રની
ઊંઘ રહી નહિ. જેનાં જ્ઞાન અને દર્શનરૂપી ચક્ષુ સંપૂર્ણ ઊઘડી ગયાં તેને જ સુપ્રભાત છે. કેવળજ્ઞાન અને
દર્શનનું તેજ અધિક છે ઉત્કૃષ્ટ છે. મતિ–શ્રુત–અવધિ કે મનઃપર્યય જ્ઞાનથી કે ચક્ષુ–અચક્ષુ કે અવધિ દર્શનથી
એનું તેજ અનંતગુણું છે. સ્વયમેવ આત્મા એકલા જ્ઞાનદર્શનરૂપે પરિણમવા લાગ્યો. તે અન્ય સર્વથી નિરપેક્ષ
છે. જે જીવ પોતાના જ્ઞાન–દર્શન સ્વભાવને નિરપેક્ષ સ્વીકારે છે–જાણે–છે અનુભવે છે તેને જ સ્વાશ્રયથી
જ્ઞાનદર્શનનો વિકાસ થઈને પૂર્ણતા પ્રગટે છે.
() િન્દ્ર િ જ્ઞ : એ રીતે ઉત્તમવીર્ય તથા કેવળજ્ઞાન અને કેવળદર્શન
પ્રગટવાની વાત કરી; હવે સુખને પણ સાથે ભેળવીને કહે છે. ‘–એવો તે સ્વયંભૂ આત્મા, સમસ્ત મોહનીયના
અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવવાળા આત્માને અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ)
સ્વપર પ્રકાશકતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ થઈને પરિણમે છે. ’ પોતાના શુદ્ધોપયોગના બળથી
સ્વચતુષ્ટયરૂપ થયેલો આત્મા પોતે જ્ઞાન અને આનંદસ્વરૂપ જ થઈ ગયો છે, પોતાનું સ્વરૂપ જ જ્ઞાન અને
આનંદ છે, તેમાં શું વિઘ્ન હોય? ઈન્દ્રિયો વિના જ આત્મામાં જ્ઞાન અને સુખરૂપ પરિણમન છે. જ્ઞાન અને આનંદ
તો સ્વભાવમાંથી પ્રગટે છે, કાંઈ ઈન્દ્રિયોમાંથી નથી પ્રગટતા. જે સ્વભાવમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટે છે તે
સ્વભાવની જો સ્વાનુભવથી શ્રદ્ધા કરે તો ઈન્દ્રિય વગરના સ્વાભાવિક–સુખનો વર્તમાન પોતાને અનુભવ થાય
અને ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળી જાય. પૂર્ણ જ્ઞાન અને સુખ માટેનો આ જ પહેલો ઉપાય છે. પોતાના અતીન્દ્રિય
સ્વભાવને જાણ્યા અને અનુભવ્યા વગર કદી પણ ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળે નહિ એટલે કે મિથ્યાત્વ ટળે નહિ
અને ધર્મ થાય નહિ, અને તેનો વૈરાગ્ય પણ સાચો હોય નહિ. સત્ સ્વભાવ સમજે તેને સહજપણે ઈન્દ્રિય
વિષયો પ્રત્યે ખરેખરો વૈરાગ્ય હોય છે. પોતાના સ્વભાવમાં જ જ્ઞાન અને આનંદ છે તેને જે માનતો નથી તથા
અનુભવતો નથી અને બહારમાંથી ઈન્દ્રિયો વગેરે દ્વારા જ્ઞાન–આનંદ મેળવવા માગે છે તે જીવ મિથ્યાત્વથી સદા
વ્યાકૂળ રહ્યા કરે છે. મારું જ્ઞાન કે સુખ ક્યાંય બહારના અવલંબને થતું નથી પણ હું પોતે જ્ઞાન ને સુખરૂપે થાઉં
છું–એમ સ્વભાવની સન્મુખ થઈને, શુદ્ધોપયોગથી જ્યાં ભગવાન આત્મા પોતામાં લીન થયો ત્યાં, અત્યંત
નિર્વિકાર શુદ્ધચૈતન્યભાવને અનુભવતો થકો તે આત્મા પોતે જ જ્ઞાનરૂપ અને સુખરૂપ થઈ જાય છે. ચક્ષુ વગેરે
ઈન્દ્રિયો સારી હોય અને સ્પર્શ–રસ વગેરે પદાર્થો સારા હોય તેને લીધે કાંઈ જીવને જ્ઞાન કે સુખ થતું નથી, પણ
શુદ્ધોપયોગવડે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી જ જ્ઞાન ને સુખ થાય છે, તે વખતે ઈન્દ્રિયો તરફ કે તેના
વિષયો તરફ લક્ષ પણ હોતું નથી.
આત્માનો સ્વભાવ જ અત્યંત શુદ્ધ ચૈતન્યરૂપ છે; એવા પોતાના આત્માના અનુભવથી જ્ઞાન અને સુખ
થાય છે. જ્ઞાન કેવું છે? સ્વ–પર પ્રકાશક છે. કોઈની પણ મદદ વગર આત્મા પોતાના જ્ઞાનથી સ્વયં સ્વને અને
પરને યથાર્થપણે જાણે છે. અને સુખ કેવું છે?