(આર્યા–)
પર દ્રવ્યને ‘હું કરું હું કરું’ – એ જ અજ્ઞાન છે
[શ્રી સમયસાર – કલશ ટીકા પૃષ્ટ ૭૦ થી ૭૩ ના આધારે]
જેને એવો નિશ્ચય રહે છે કે, ‘આ આખો આત્મા જ રાગ–દ્વેષરૂપ થઈ ગયો’ તે જીવને અજ્ઞાની કહેવામાં આવે
છે. આખા આત્માને રાગ–દ્વેષરૂપ સમજવો તે જ મિથ્યાત્વ છે અને ખરેખર તે જ ભવનું બીજ છે. સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની
એમ સમજે છે કે મારો આત્મા રાગ–દ્વેષમય થઈ ગયો નથી, આત્મા તો રાગરહિત માત્ર જ્ઞાનદર્શનસ્વરૂપ છે. માત્ર
વર્તમાન પર્યાયમાં રાગ–દ્વેષરૂપ પરિણમ્યો છે.
જડ કર્મ અને આત્મા–એ બંને ભેગા થઈને રાગાદિરૂપે પરિણમતા નથી. રાગાદિભાવરૂપે ચેતન પોતે પરિણમે
છે. રાગાદિ ભાવ વખતે પણ ચેતનનું અને કર્મનું–એ બંનેનું સ્વતંત્ર જુદું જુદું પરિણમન પોત પોતાના રૂપમાં છે. બંને
ભેગાં થઈને એક પરિણમન કદી થયું નથી, અને થઈ શકતું જ નથી. એ બે દ્રવ્યો છે અને તેમનું પરિણમન પણ બે રૂપ
છે, અને સદાય બે રૂપે જ રહેશે, કદી તે બંનેનું એક પરિણમન થતું નથી. આ સંબંધી દોહરો નીચે પ્રમાણે–
એક કર્મ કર્તવ્યતા કરે ન કર્તા દોય; દુધા દ્રવ્ય સત્તા સુ તો એક ભાવ કયોં હોય?
અર્થ–બે દ્રવ્યો થઈને એક કામ કરે નહિ; કેમકે દરેક દ્રવ્યની સત્તા જ જુદી છે, તે એકભાવ કેમ થઈ શકે?
અહીં કોઈ અજ્ઞાની એમ પ્રશ્ન કરશે કે દ્રવ્યમાં તો અનંત શક્તિ છે, તેમાં એક શક્તિ એવી પણ હોય કે એક દ્રવ્ય બે
દ્રવ્યોના પરિણામને કરે; જેમ જીવ દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ–દ્વેષ–મોહ પરિણામને પોતામાં કરે છે તેમ
જ્ઞાનાવરણાદિ કર્મપિંડને પણ તે કરે. –કેમ કે જીવની અનંત શક્તિ છે, તેનો ઉત્તર આ પ્રમાણે છે–દ્રવ્યમાં અનંત શક્તિ છે–
એ વાત તો સાચી, પણ દ્રવ્યની અનંત શક્તિઓમાંથી એવી તો કોઈ પણ શક્તિ નથી કે, જેમ દ્રવ્ય પોતાના ભાવોમાં રહીને
તેને કરે છે તેમ તે પરદ્રવ્યના ભાવોમાં રહીને તેને પણ કરે. પર દ્રવ્યનું કાંઈ કરી શકે એવી તાકાત વસ્તુસ્વભાવમાં જ નથી.
જે અનંતશક્તિ છે તે પોતામાં કામ કરે છે, પરમાં તે કાંઈ કરતી નથી. આ સંબંધમાં શ્રી સમયસારનો કલશ નીચે મુજબ છે–
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेके यतो न स्यात्।। ५४।।
તેનો અર્થ આ પ્રમાણે છે.
૧. हि एकस्य द्वौ कर्तारौ न–એટલે કે ખરેખર એક પરિણામના બે કર્તા હોય નહિ. ભાવાર્થ એ છે કે, અશુદ્ધ
ચેતનારૂપ રાગદ્વેષ મોહ પરિણામનો જેમ તેમાં રહીને જીવ કર્તા છે, તેમ પુદ્ગલદ્રવ્ય પણ તે રાગદ્વેષ મોહ પરિણામનું કર્તા
છે–એમ તો નથી. જીવ દ્રવ્ય જ પોતાના રાગ–દ્વેષ મોહ પરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય તેનું કર્તા નથી.
૨. एकस्य द्वे कर्मणी न स्त:– એટલે કે એક દ્રવ્યનાં બે કામ હોય નહિ. એક દ્રવ્યના બે પરિણામ હોય નહિં.
ભાવાર્થ એ છે કે, જેમ રાગદ્વેષમોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનો તેમાં રહીને જીવ કર્તા છે, તેમ જ્ઞાનાવરણાદિ અચેતન
કર્મોનો પણ જીવ કર્તા છે–એમ નથી. જીવ પોતાના જ પરિણામનો કર્તા છે, અચેતન પરિણામરૂપ કર્મનો કર્તા નથી.
૩. च एकस्य द्वं क्रिये न–એટલે કે એક દ્રવ્યની બે ક્રિયા પણ હોતી નથી. ભાવાર્થ એ છે કે, જીવ દ્રવ્ય જેમ
ચેતન પરિણતિરૂપ પરિણમે છે, તેમ અચેતન પરિણતિરૂપ પણ પરિણમે છે–એમ નથી; જીવ અચેતન ક્રિયા કરે છે,
અચેતન ક્રિયા કરતો નથી.
૪. यतः एकं अनेकं न स्यात्–કારણ કે જે એક દ્રવ્ય છે તે અનેક રૂપ થતું નથી. ભાવાર્થ એ છે કે, જીવ તો એક
ચેતનદ્રવ્યરૂપ છે. જીવ દ્રવ્ય જો અનેકરૂપ હોય (–એટલે કે તે જડદ્રવ્યરૂપ પણ હોય અને ચેતન દ્રવ્યરૂપ પણ હોય) તો,
જ્ઞાનાવરણાદિ કર્મોનો પણ તે કર્તા થાય અને પોતાના રાગદ્વેષમોહરૂપ અશુદ્ધચેતન–પરિણામનો પણ કર્તા થાય! પરંતુ
એમ તો નથી. જીવ દ્રવ્ય તો સદાય એક ચેતનરૂપ જ છે; અને તે તે વખતના પોતાના ચેતનપરિણામને તે કરે છે,
અચેતન કર્મોને જીવ કદી કરતો નથી આવું વસ્તુસ્વરૂપ છે.
અહીં એ બતાવ્યું કે–ચેતન પદાર્થનું કામ ચેતનરૂપ હોય છે, અચેતન પદાર્થનું કામ અચેતનરૂપ હોય છે.
ચેતનદ્રવ્ય અચેતનપદાર્થની પરિણતિને કરતું નથી અને ચેતન દ્રવ્યની પરિણતિને અચેતનપદાર્થો કરતા નથી. જેવી રીતે
ચેતન અને અચેતન એવી બે પરિણતિઓને એક ચેતનદ્રવ્ય કરતું નથી, તેવી રીતે અચેતન અને ચેતન એવી બે
પરિણતિઓને એક અચેતન દ્રવ્ય કરતું નથી. તેમજ ચેતન અને અચેતન એ બે પદાર્થો ભેગાં થઈને પણ કોઈ કામ
કરતાં નથી. જે દ્રવ્યનું જે પરિણામ હોય તે તેમાં જ રહે છે. દ્રવ્યનું કામ દ્રવ્યથી જુદું હોતું નથી. શુદ્ધદ્રષ્ટિથી આ જીવ
પોતાની શુદ્ધવીતરાગી પરિણતિને જ કરે છે. અશુદ્ધદ્રષ્ટિથી આ જીવ રાગ–દ્વેષમોહરૂપ પોતાની વિભાવપરિણતિને કરે છે.
પરંતુ જ્ઞાનાવરણાદિ કર્મને કે પુદ્ગલ દ્રવ્યની કોઈ પણ પરિણતિને તો કોઈ રીતે જીવ કરતો નથી.
પોતાની વૈભાવિક શક્તિની લાયકાતથી રાગ–દ્વેષરૂપ પરિણમે એવી તો જીવમાં તાકાત છે, પરંતુ પરદ્રવ્યોને
પરિણમાવી દે એવી કોઈ શક્તિ જીવમાં નથી. જો કે રાગ–દ્વેષ–મોહરૂપ પરિણામો અશુદ્ધ છે, તેઓ જીવનું મૂળ સ્વરૂપ
નથી, છતાં પણ તે રાગાદિ અશુદ્ધભાવોનો કર્તા તો અજ્ઞાનભાવથી જીવ ભલે હો, પરંતુ–જડકર્મોને–શરીરની