: માહ : ૨૪૭૪ : આત્મધર્મ : ૫૩ :
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચન
શ્રી પરમાત્મ – પ્રકાશ ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનાં વ્યાખ્યાનોનો સાર: અંક ૫૧ થી ચાલુ: લેખાંક – ૨
વીર સં. ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ ૭ રવિાર
(૧૫) પરમાત્માને નમસ્કાર કઈ રીતે કયાર્? : – પહેલી ગાથામાં પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જાણીને
નમસ્કાર કર્યા છે, તે મંગળિક છે. જેઓ પરમાત્મા થયા તેમને પહેલાંં પરમાત્મપર્યાય પ્રગટ ન હતી, પણ
શક્તિરૂપ પરમાત્મસ્વભાવ હતો; તે સ્વભાવની ઓળખાણ અને ધ્યાન કરીને પરમાત્મદશા પ્રગટ કરી. એ રીતે
નિર્દોષ શક્તિ, નિર્દોષ ઉપેય અને તેનો નિર્દોષ ઉપાય એ ત્રણેનું જ્ઞાન કરીને પરમાત્માને નમસ્કાર કર્યા છે.
(૧૬) ધ્યાનું સ્વરૂપ : – પરમાત્મદશાનો ઉપાય ધ્યાન છે. –એમ કહ્યું છે, તે ધ્યાન કેવું છે?
પરમાત્મસ્વભાવની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેમાં જ સ્થિરતા રૂપ ચારિત્ર તે અભેદરત્નત્રય નિર્વકલ્પ સમાધિ છે,
તેનાથી વીતરાગી પરમાનંદ સમરસીભાવરૂપ સુખરસનો સ્વાદ ઉત્પન્ન થાય છે તે જ ધ્યાનનું લક્ષણ છે. કોઈ
નિમિત્તનું લક્ષ નહિ ને પર્યાયનું પણ લક્ષ નહિ, એકલા ચૈતન્ય–સમુદ્રમાં લીન થઈ જવું–તેજ ધ્યાન છે.
(૧૭) ધ્યાન કોને હોય? : – ધ્યાન એટલે એકાગ્રતા; તે ધ્યાન કોને હોય? રાગરહિત સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર તે આત્માનું ધ્યાન છે, તે જ ધર્મધ્યાન છે, ને તે મુક્તિનું કારણ છે. રાગમાં એકાગ્ર થવું તે આત્મધ્યાન
છે. તે સંસારનું કારણ છે. આત્મસ્વભાવ સમજ્યા વગર કદી આત્માનું ધ્યાન હોય જ નહિ. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ગુણસ્થાને પણ આત્માનું ધ્યાન હોય છે. ધ્યાન સાધક જીવોને જ હોય છે, કેવળીભગવાનને ધ્યાન હોતું નથી
કેમકે તેમને તો પરમાત્મદશા પ્રગટ છે.
(૧૮) ચાર પ્રકારના નયો અને તેમનો િવષય : – પરમાત્મ સ્વભાવના ધ્યાનવડે કર્મકલંકનો નાશ કરીને સિદ્ધ
પરમાત્મદશા થાય છે. હવે અહીં ‘કર્મકલંકનો નાશ કર્યો’ તે ઉપર નય લાગુ પડે છે. કર્મો બે પ્રકારના છે– (૧)
ભાવકર્મ (૨) દ્રવ્યકર્મ; ભાવકર્મ એટલે જીવમાં વિકાર થાય છે તે; અને જ્ઞાનાવરણાદિ કર્મો તે દ્રવ્યકર્મ છે.
અશુદ્ધનિશ્ચયનય એટલે શું? કે રાગ તે વિકાર છે માટે ‘અશુદ્ધ’ અને તે સ્વની પર્યાય છે માટે નિશ્ચય; તેને
જાણનારું જ્ઞાન તે અશુદ્ધનિશ્ચયનય છે. કર્મો ટાળવાનો ઉપાય તો શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ છે, અશુદ્ધનિશ્ચયનય તે કર્મો
ટાળવાનો ઉપાય નથી. ભાવકર્મો ટળ્યા–એમ કોણે જાણ્યું?– અશુદ્ધનિશ્ચયનયે તે જાણ્યું છે. આત્મામાં મલિનતા હતી
અને તે ટળી એ અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. અહીં સ્વ તે નિશ્ચય ને પર તે વ્યવહાર એ અપેક્ષા છે, તેથી રાગાદિ
સ્વપર્યાયને નિશ્ચયના ભેદમાં ગણી છે. ત્રિકાળી શુદ્ધસ્વભાવ તે શુદ્ધનિશ્ચયનયનો વિષય છે, સમ્યગ્દર્શનનો વિષય તે
ત્રિકાળીસ્વભાવ છે. પણ સમ્યગ્દર્શન પ્રગટ્યું તે તો નવી પર્યાય છે, તે આત્માની શુદ્ધપર્યાય છે. આ ગાથામાં શુદ્ધપર્યાય
પ્રગટી તેને નય લાગુ પાડ્યો નથી; આ ગાથામાં તો ત્રિકાળી સ્વભાવને જ શુદ્ધનિશ્ચયનયનો વિષય કહ્યો છે. પણ
જ્યારે ત્રિકાળી શુદ્ધસ્વભાવને પરમ શુદ્ધનિશ્ચય કહીએ ત્યારે નિર્મળ પર્યાયને શુદ્ધનિશ્ચયનયનો વિષય કહેવાય છે.
અશુદ્ધ નિશ્ચયનયવડે કર્મ બળ્યાં–એમ નથી. પણ શુદ્ધ નિશ્ચયના અવલંબને કર્મ બળ્યાં છે. અહીં તો ‘કર્મ
બળ્યાં’ એમ જાણનાર ક્યો નય છે તેની વાત છે. અશુદ્ધનિશ્ચયનય તેને જાણે છે.
પ્રશ્ન:– અશુદ્ધ નિશ્ચયનયવડે અશુભ ટળીને શુભ થાય, એટલી તો શુદ્ધતા થાય છે ને?
ઉત્તર:– ના, શુભરાગ થાય તે વડે શુદ્ધતા વધતી નથી. પણ ત્રિકાળસ્વભાવ તરફની દ્રષ્ટિના જોરપૂર્વક જો
અશુભમાંથી શુભ થાય તો શુદ્ધતા વધે છે; અને ત્યાં જેટલો રાગ ટળ્યો છે તેટલો અશુદ્ધનિશ્ચયનયનો વિષય છે.
પણ સ્વભાવના આશ્રય વગર અશુભમાંથી શુભ કરે તો ત્યાં કાંઈ શુદ્ધિ વધતી નથી. ‘ભાવ કર્મ આત્માએ
બાળ્યાં’ એમ જાણવું તે અશુદ્ધનિશ્ચયનય છે. આ ગ્રંથમાં સ્વ તે
– ભલામણ –
આત્મધર્મ માસિક ગુજરાતી ભાષામાં પાંચ વર્ષથી પ્રગટ થાય છે. એ વર્ષો દરમિયાન આત્મધર્મમાં અનેક
ધાર્મિક ન્યાયોની વિસ્તૃત છણાવટ થયેલી છે. યથાર્થ ધર્મની રુચિ ધરાવતા જિજ્ઞાસુઓને સહેલાઈથી સમજાય એવી
સાદી અને સરળ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિના ભાવોને આત્મધર્મ માસિકમાં રજુ કરવામાં આવ્યા છે. એથી
જેમની પાસે આત્મધર્મ માસિક ન હોય તેઓ જરૂર મંગાવી લે. પહેલાં બીજા વર્ષની થોડી જ ફાઈલો બાકી છે.
આત્મધર્મની પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાંધેલી ફાઈલ દરેકની કિંમત ૩ – ૪ – ૦ ટપાલખર્ચ માફ
આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ