
મુનિને પવિત્ર ચારિત્રદશા વર્તી રહી છે. એ ચારિત્રદશાના અંતરઅનુભવને આ ગાથાઓમાં ઊતાર્યો છે.
લગભગ બે હજાર વર્ષો પહેલાંં તેઓશ્રીએ જે અક્ષરો વડે રચના કરી છે તે જ અક્ષરો આજે કાયમ છે. એમના
અંતરમાંથી જે શબ્દો નીકળ્યા હતા તે જ મૂળ શબ્દો આજે વંચાય છે. શબ્દો લખવાનો વળાંક ભલે જુદો હોય,
પરંતુ શબ્દોનો ધ્વનિ અને ઉચ્ચાર તો જે શ્રી કુંદકુંદ ભગવાન વખતે હતો તે જ છે. આ શબ્દો નથી પણ
કેવળજ્ઞાન માટેના મંત્રો છે; વિકલ્પ ઊઠતાં જ્ઞાતાપણે તે શબ્દોની રચના થઈ છે, તેનો વાચ્યભાવ તેઓશ્રીના
અંતરમાં હતો. આ ૩૭ અક્ષરના મહામંત્રમાં શું ભાવ ભરેલા છે તે જુઓ:–
जादो अदिं दिओ सो णाणं सोक्खं च परिणमदि।।
ઈન્દ્રિય–અતીત થયેલા આત્મા જ્ઞાનસૌખ્યેપરિણમે. ૧૯.
આત્માનો સ્વભાવ સમજવો.
શ્રીઆચાર્યદેવ કરે છે કે–શરીર અને ઈન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન કે સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. સંસારી જીવોને જે ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ
શરીર કે ઈન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પિત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે.
જે જીવો–શરીર અને ઈન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધ ઉપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે તેઓ પોતે સ્વયમેવ
જ્ઞાન અને આનંદરૂપે પરિણમે છે, તેમને જ્ઞાન અને આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈપણ
આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક શુદ્ધોપયોગના
પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદ સ્વરૂપ થઈ જાય છે. –એ જ સુમંગળપ્રભાત છે.
આત્મામાં સુપ્રભાત પ્રગટ્યું. આ પહેલાં પ્રકારનું (જઘન્ય) સુપ્રભાત છે. ત્યાર પછી તે જ શુદ્ધોપયોગના બળે
સ્વરૂપમાં લીનતા કરતાં સમ્યક્ચારિત્રરૂપ સુપ્રભાત પ્રગટ્યું, અને અવ્રતરૂપ (શુભ–અશુભ ભાવરૂપ)
અંધકારનો નાશ થયો. આ બીજા પ્રકારનું (મધ્યમ) સુપ્રભાત છે. ત્યારપછી સંપૂર્ણ શુદ્ધોપયોગના પ્રભાવથી
વીતરાગતા થઈને ઘાતિકર્મો નષ્ટ થયાં એને આત્મામાં કેવળજ્ઞાનાદિ સ્વ ચતુષ્ટયનો પરિપૂર્ણ પ્રકાશ થયો. આ
માંગળિક તરીકે એવા સંપૂર્ણ સુપ્રભાતની વાત છે.
આત્મા પોતે પરિણમી ગયો. તેથી પોતે જે જ્ઞાન અને સુખરૂપે થયો તે પોતાથી કદી દૂર થાય નહિ, અને તેને માટે