Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૭૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
અર્થ:– આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે
જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે
એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ છે.
–આત્મખ્યાતિ–
(૧૩) જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે
છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય
છે. જીવ બંધ જ્યાં છેદાય એ રીતે નિયત નિજ નિજ
લક્ષણે, ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને.
–સમયસાર–
(૧૪) વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન
કરે, પણકર્મક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતને.
–સમયસાર–
(૧૫) સંયમ–નિયમ–તપ ધારતાં આત્મા સમીપ છે
જેહને, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને.
–નિયમસાર
(૧૬) જેમના જ્ઞાનદર્પણમાં સમસ્ત સ્વ–પર જ્ઞેયો
અત્યંત સ્પષ્ટપણે–પ્રત્યક્ષપણે પ્રતિભાસે છે એવા શ્રી
સીમંધરાદિ ત્રણે કાળના જગદુદ્વારક તીર્થંકર ભગવંતોને
પરમોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
(૧૭) હે પરમોપકારી કહાન ગુરુદેવ! આપશ્રીએ
વીતરાગ પ્રણીત સત્શાસ્ત્રમાં નિરૂપિત દ્રવ્ય–ગુણ–
પર્યાયની સ્વતંત્રતા, નિશ્ચયવ્યવહારનું ગહન રહસ્ય
અને સમ્યગ્દર્શનનો પરમ મહિમા પ્રગટ કરી અનાદિ
કાળનું ભયંકર ભવ ભ્રમણ છેદી શાશ્વત સ્વરૂપ સુખ
પ્રાપ્ત કરાવનારૂં સત્જ્ઞાન સમજાવ્યું તે અર્થે આપને પરમ
ભક્તિથી નમસ્કાર કરીએ છીએ.
(૧૮) નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક
જ્ઞાયકભાવ છે, એ રીતે ‘શુદ્ધ’ કથાય ને જે જ્ઞાત તે તો
તે જ છે. ૬. ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર–કથને
જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહિ, નહિ જ્ઞાન, જ્ઞાયક
શુદ્ધ છે. ૭.
(૧૯) यह निचोर या ग्रंथकौ,
यहै परम रस पोख।
तजै सुद्धनय बंध है,
गहै शुद्धनय मोख।।
–नाटक–समयसार–
(૨૦) જો ક્રોધ–પુદ્ગલકર્મ–જીવને પરિણમાવે
ક્રોધમાં, કયમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ
પરિણમે? અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે–તુજ
બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં–મિથ્યા બને.
–સમયસાર–
(૨૧) આ (જ્ઞાનસ્વરૂપ) પદ કર્મથી ખરેખર
દૂરાસદ છે અને સહજ જ્ઞાનની કળાવડે ખરેખર સુલભ
છે; માટે નિજ જ્ઞાનની કળાના બળથી આ પદને
અભ્યાસવાને જગત સતત પ્રયત્ન કરો. –આત્મખ્યાતિ–
(૨૨) અશુચિપણું વિપરીતતા એ આસ્રવોનાં
જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ
કરે. સમયસાર
(૨૩) उपादान निज गुण जहां,
तहां निमित्त पर होय;
भेदज्ञान परवांन विधि, विरला बूझे कोय।
उपादान बल जहँ तहां, नहि निमित्तको दाव;
एक चक्रसों रथ चलै, रविको यहै स्वभाव.
सबै वस्तु असहाय जहां, तहां निमित्त है कौन?
ज्यों जहाज परवाहमैं, तिरै सहज विन पौंन.
उपादान विधि निरवचन, है निमित्त उपदेश;
बसे जु जैसे देशमें करे सु तैसे भेष.
–बनारसी–विलास–
(૨૪) જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જો
રાગ–દ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧. અર્હંત સૌ
કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ
જ કરી, નિર્વૃત થયા, નમું તેમને. ૮૨. –પ્રવચનસાર–
(૨૫) દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિને અર્થે હે
મુનિ! દીક્ષાપ્રસંગની તીવ્ર વિરતી દશાને, કોઈ
રોગોત્પત્તિ પ્રસંગની ઊગ્ર વૈરાગ્ય–અવસ્થાને, કોઈ
દુઃખ પ્રસંગે પ્રગટેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ
સત્ ઉપદેશપ્રસંગે થયેલી પરમ આત્મિકભાવનાને કોઈ
પુરુષાર્થના ધન્ય પ્રસંગે જાગેલી પવિત્ર અંતર
ભાવનાને સ્મરણમાં રાખજે, નિરંતર સ્મરણમાં રાખજે,
ભૂલીશ નહિ. –ભાવપ્રાભૃત–
(૨૬) શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો
તણી શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહિ.
આગળ વિષે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ–ચરિતારૂઢ છે તે મુનિ–મહાત્મા ‘ધર્મ’ છે.
પ્રવચનસાર
ભૂલ સુધારો
‘આત્મધર્મ’ના ગયા (પરમાં) અંકમાં પૃષ્ઠ–૫૩,
પહેલી કોલમની ૨૦–૨૧ મી લીટીમાં નીચે મુજબ
સુધારીને વાંચવું–
‘રાગમાં એકાગ્ર થવું તે આત્મધ્યાન છે’ એમ
છાપ્યું છે તેને બદલે ‘રાગમાં એકાગ્ર થવું તે આર્ત્તધ્યાન
છે’ એમ વાંચવું.