નથી. કેમકે નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં મિથ્યાત્વસંબંધી બંધન થતું નથી. અને કોઈ જીવને વ્ય્વહાર
સમ્યગ્દર્શન તો બરાબર હોય, તેમાં જરાય અતિચાર પણ ન લાગવા દેતો હોય, પરંતુ જો તેને નિશ્ચયસમ્યગ્દર્શન
ન હોય તો તેને મિથ્યાત્વમોહ બંધાયા જ કરે છે. સમ્યગ્દર્શનનો જે વ્યવહાર છે તે સમ્યકત્વના દોષને ટાળવા
સમર્થ નથી પણ સમ્યગ્દર્શનનો જે નિશ્ચય છે તે મિથ્યાત્વનું બંધન થવા દેતો નથી. એટલે એમ સિદ્ધાંત છે કે
નિશ્ચય તે બંધનો નાશક છે અને વ્યવહાર તે બંધનો નાશ કરવા સમર્થ નથી.
નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટી ગયું છે તેથી તેમને મિથ્યાત્વનું બંધન થતું નથી, પણ નિર્જરા જ છે. ચોથા ગુણસ્થાને
ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્દર્શનમાં કિંચિત્ સૂક્ષ્મ દોષ હોય છે, અને ત્યાં તેને ‘સમ્યક્મિથ્યાત્વમોહનીય’
નામની કર્મ પ્રકૃતિનો ઉદય હોય છે, પરંતુ તે વખતે પણ તેને મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન થતું નથી; જુઓ, જીવને
પણ કંઈક દોષ છે અને કર્મનો ઉદય પણ છે, છતાં તે કર્મનું બંધન થતું નથી; કેમકે નિશ્ચય–સમ્યગ્દર્શનના જોરે
સમ્યકત્વ સંબંધી જે વ્યવહાર દોષો છે તેની નિર્જરા જ થઈ જાય છે પણ સમ્યગ્દ્રષ્ટિને તે બંધનું કારણ થતું નથી.
‘સમ્યક્–મિથ્યાત્વમોહનીય’ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે તેનો બંધ કોઈ પણ જીવને થાય નહિ; જ્યારે તેનો
ઉદય હોય (અને જીવને કિંચિત્ દોષ હોય) તે વખતે પણ મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન થતું જ નથી.
‘સમ્યક્મિથ્યાત્વ મોહનીય’ નામની કર્મ પ્રકૃતિનો ઉદય સમ્યગ્દ્રષ્ટિ જીવને જ હોય છે પરંતુ તેને
નિશ્ચયસમ્યકત્વના જોરમાં તે બંધનું કારણ થતી નથી પણ નિર્જરા જ થઈ જાય છે.
સ્વભાવની પ્રતીતિ કરે તો નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. છ દ્રવ્યના અથવા સાત તત્ત્વોના વિકલ્પોને તોડીને
પોતાના શુદ્ધ આત્માની વિકલ્પરહિત શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. આચાર્યદેવ પ્રેરણા કરે છે કે હે જીવ! તું એ
સમ્યગ્દર્શન પ્રગટ કરીને પરમ ચક્ષુઓવડે તારા પવિત્ર સ્વભાવને જો. દયા–ભક્તિ વગેરે કોઈ પ્રકારનો રાગભાવ
તારા આત્મસ્વભાવની જાત નથી.
તે સર્વે ગુણોમાં અને દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીમાં સાર છે–ઉત્તમ છે; વળી મોક્ષરૂપી મહેલમાં ચઢવા માટે
પ્રથમ પગથિયું છે. તેથી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય જીવો! તમે તે સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણા કરો;
બાહ્ય ક્રિયા વગેરેથી જે માન્યું તે પરમાર્થ નથી. અંતરંગમાં આત્માની રુચિવડે સમ્યગ્દર્શન ધારણ કરવું તે મોક્ષનું
કારણ છે.
સિદ્ધભગવાનના વીતરાગી સંતાન થવાને લાયક એવા હે ભવ્ય જીવો! તમે આત્મકલ્યાણને માટે પવિત્ર
સમયગ્દર્શનને ઓળખીને અંતરંગ ભાવથી ધારણ કરો. ચૈતન્યભાવ સન્મુખ થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરો.
કરે છે. વસ્તુસ્વભાવ સ્વાધીન પૂરો છે, તેની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન થતું નથી. એક સાથે સમસ્ત લોકાલોક