Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: ફાગણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૭૧ :
જણાય તોય જે જ્ઞાન થાકી જતું નથી અને જ્ઞાનમાં વિકલ્પ પણ ઊઠતો નથી–એવો જ્ઞાનસ્વભાવ છે, એટલે કે
જ્ઞાનસ્વભાવ સદાય પૂરો અને વિકાર રહિત છે, એવા જ્ઞાનસ્વભાવને જરા પણ પરાશ્રયવાળો માનવો તે સાચી
માન્યતા નથી. વિકલ્પનો એક અંશ પણ વસ્તુસ્વભાવમાં નથી; એવા સ્વભાવનો આશ્રય તે મુક્તિનું કારણ છે;
અને વિકલ્પનો એક અંશ પણ મારો છે એવો પરાશ્રયભાવ તે મિથ્યાત્વ છે, ને સંસારનું કારણ છે.
() મ્ગ્દ્રિષ્ટ જી : સમ્યગ્દ્રષ્ટિને જે સ્વાશ્રયભાવ પ્રગટ્યો હોય છે તે ભાવ સિદ્ધ
ભગવાનની જાતનો હોય છે. સિદ્ધભગવંતોને સંપૂર્ણપણે સ્વાશ્રયભાવ પ્રગટ્યો છે અને સમ્યગ્દ્રષ્ટિ વગેરેને અંશે
સ્વાશ્રયભાવ પ્રગટ્યો છે–એથી તેમનામાં સાધ્ય–સાધકનો ભેદ છે, પરંતુ બંનેના ભાવની જાત એક જ છે.
પૂર્ણભાવનો સાધકભાવ પણ પૂર્ણની જાતનો જ હોય છે. નાટક–સમયસારમાં સમ્યગ્દ્રષ્ટિને જિનેશ્વરદેવના
લઘુનંદન કહેલ છે, તે શ્લોક નીચે પ્રમાણે છે–
ભેદવિજ્ઞાન જગ્યો જિન્હકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન
કેલિ કરૈ શિવમારગમૈં, જગમાંહિ જિનેશ્વર કે લઘુનંદન.
અર્થ:– જેમના હૃદયમાં સ્વ–પરનો વિવેક પ્રગટ થયો છે, જેમનું ચિત્ત ચંદન સમાન શીતળ થયું છે અર્થાત્
કષાયોનો આતપ નથી અને સ્વ–પરનો વિવેક હોવાથી જેઓ મોક્ષમાર્ગમાં કેલિ (–મોજ) કરે છે એવા
સમ્યગ્દ્રષ્ટિ જીવો આ જગતમાં જિનેશ્વરદેવના લઘુ પુત્ર છે અર્થાત્ થોડા જ કાળમાં તેઓ અરિહંત પદ પ્રાપ્ત
કરવાના છે.–ઈત્યાદિ સમ્યગ્દર્શનનો મહિમા કરીને પં. બનારસીદાસજીએ સમ્યગ્દ્રષ્ટિ જીવોની શાત પવિત્ર દશાને
નમસ્કાર કર્યા છે.
() િ : અહીં આચાર્યદેવ કહે છે કે–હે જીવો, તમે સમ્યગ્દર્શનને
અંતરંગભાવથી ધારણ કરો. અંતરંગભાવ એટલે શું? અંતરસ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે
અંતરંગભાવ છે; એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા વગેરે રાગભાવ છે, તે
અંતરંગભાવ નથી પણ બહિરંગભાવ છે, એટલે કે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. બહારના લક્ષે જે કોઈ ભાવ
થાય તે બધોય બહિરંગભાવ છે. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર.
આ જડ શરીરમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી, તેમ જ દેવ–ગુરુ–શાસ્ત્રમાંથી કે નવતત્ત્વના વિકલ્પમાંથી પણ
તારૂં સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. માટે તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી શરીરમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે
પુણ્ય–પાપના પરિણામ થાય તે તારૂં ચૈતન્યઅંગ નથી પણ કાર્મણઅંગ છે. વ્યવહાર સમ્યગ્દર્શન પણ કાર્મણઅંગ
છે, ચૈતન્યને ચૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગભાવ છે, તે અંતરંગભાવ નથી, અને તેમાંથી
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નથી.
‘અંતરંગભાવ’ કહીને આચાર્યદેવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિની ક્રિયા તો જડ છે અને
વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભરાગ તે બહિરંગભાવ છે–વિકાર છે, તેનાથી આત્મકલ્યાણ થતું
નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને (અર્થાત્ પરભાવોમાં આત્મબુદ્ધિ
છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગભાવ છે અને એવા ભાવથી સમ્યગ્દર્શન પ્રગટ થાય
છે, તે જ આત્માનું કલ્યાણ છે.
() મ્ગ્ર્ સ્શ્ર : શ્રી સર્વજ્ઞદેવે કહેલા આત્માના જ્ઞાનાદિ બધા ધર્મોમાં
સમ્યગ્દર્શન પ્રધાન છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં સૌથી પ્રધાન સમ્યગ્દર્શન છે, એના વગર
મોક્ષમાર્ગ હોતો નથી. એવું સમ્યગ્દર્શન અંતરંગ સ્વભાવના અવલંબને પમાય છે, પરંતુ વીતરાગદેવની વાણીનું
શ્રવણ કે નવતત્ત્વના વિચારો ઈત્યાદિ બહિરંગભાવોથી પમાતું નથી. પહેલી ભૂમિકામાં સત્નું શ્રવણ, મનન,
વિચાર ઈત્યાદિ ભાવો હોય ખરા; પરંતુ પહેલેથી જ જો અંતરંગ સ્વાશ્રિતસ્વભાવનો નિર્ણય કરવાનું લક્ષ હોય તો
તે રાગાદિ બહિરંગ ભાવોનો નિષેધ કરીને સ્વભાવ–સન્મુખ થઈને સ્વાશ્રિતભાવવડે સમ્યગ્દર્શન પ્રગટ કરે. પરંતુ
પહેલેથી જ જો તે શ્રવણ–વિચાર વગેરેના શુભરાગને સમ્યગ્દર્શનનું ખરૂં કારણ માની લ્યે તો તે રાગમાં જ
એકત્વબુદ્ધિ કરીને અટકી જાય, તેથી રાગનો નિષેધ કરીને સ્વાશ્રય સ્વભાવ માં ઢળે નહિ અને તે જીવને
સમ્યગ્દર્શન થાય નહિ. માટે ‘
दंसणरयणं धरेह भावेण અર્થાત્ હે જીવ! તું સમ્યગ્દર્શનરૂપી રત્નને અંતરંગભાવથી
ધારણ કર! ’ એમ કહીને આચાર્યભગવાને સમ્યગ્દર્શનનો ઉપાય પણ જણાવી દીધો છે. –૨૧–