ભગવાન છે. એકરૂપ સ્વભાવદ્રષ્ટિમાં કોઈ માતા કે સ્ત્રી છે જ નહિ, સિદ્ધ કે નિગોદ, એકાવતારી કે
અનંતસંસારી, સ્ત્રી કે માતા એ બધાય જીવો પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ એક સરખાં છે. આવી સ્વભાવદ્રષ્ટિમાં
અનંતો વીતરાગભાવ આવી જાય છે.
ધર્માત્મા જીવો સંયોગોથી અને વિકારથી પોતાના સ્વભાવને જુદો જાણીને સ્વભાવની એકતામાં સ્થિત છે.
જ્ઞાનીને સ્ત્રી આદિ સંબંધી જે રાગ હોય તે રાગથી જુદું પોતાનું સ્વરૂપ અનુભવે છે, રાગનો આદર કરતા નથી,
તેથી ખરેખર જ્ઞાની જીવો પોતાના સ્વભાવમાં જ બેઠા છે.
પોતાની માનતા નથી અને વિકારને પોતાનું સ્વરૂપ માનતા નથી, તેથી તે પરમાંથી અને વિકારમાંથી ઊઠીને
પોતાના સ્વભાવની રુચિમાં જ બેઠા છે, આ જ ધર્મ છે.
એટલે પરને પણ પરતંત્ર માને છે. પોતાના ત્રિકાળી સ્વભાવને ન જાણતાં ક્ષણિક વિકાર જેટલો પોતાને માને
છે, તેથી પરના પર્યાયને જાણતાં તે પદાર્થોને પણ ક્ષણિક પર્યાય જેટલા જ માને છે, અને તેના પર્યાયમાં ઈષ્ટ–
અનિષ્ટ એવા ભેદ પાડીને એકત્વબુદ્ધિના રાગદ્વેષ કરે છે, એ મહા અધર્મ છે. પરથી છૂટો ને વિકારથી છૂટો એવો
પોતાનો જ્ઞાન સ્વભાવએકલો છે, તેની શ્રદ્ધા–ઓળખાણ કરીને તેમાં અભેદ થવું તેનું નામ એકલો બેઠો કહેવાય.
નગ્ન થઈને જંગલમાં જઈને બેસે અને એમ માને કે શરીરની ક્રિયા હું કરું છં, ને આનાથી મને ધર્મ થાય છે–તો
તે જીવ એકલો નથી પણ શરીરના અહંકારને સાથે રાખીને બેઠો છે, તેના અભિપ્રાયમાં અનંતા પદાર્થોનો સંગ તે
સેવી રહ્યો છે.
વગર માત્ર નિમિત્તના લક્ષે હા પાડે તેથી ધર્મ થાય નહિ.
વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘આણે આ કર્યું’ એમ ઉપચારથી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ
પરનું વ્યવહારે કરી શકે છે એમ માનવું તે વ્યવહારનય નથી, તે તો મિથ્યાત્વ છે.
બોલવું એ બધી જડ દ્રવ્યની સ્વતંત્ર ક્રિયાઓ છે. પહેલાંં એ નક્કી કરો કે ‘ખાવું’ એટલે શું? તે કોઈ દ્રવ્ય છે? ગુણ
છે? કે પર્યાય છે? ખાવું તે જડ પરમાણુઓની પર્યાય છે. અમુક વસ્તુ બહાર હતી તે ક્ષેત્રાંતર થઈને પેટમાં પડી તેને
લોકો ‘ખાધું’ કહે છે. એ તો જડની ક્રિયા છે, તેમાં જીવે શું કર્યું? જીવ ખાતો નથી, અને જડ પણ ખાતું નથી. ‘ખાધું’
તે તો બોલવાની રીત છે, પરમાણુના પર્યાયને ઓળખવા માટેનું એક નામ છે. ‘છીંક ખાધી, બગાસું ખાધું, થાક
ખાધો’ એ વગેરે બોલાય છે તે જુદી જુદી દશાને ઓળખવાની ભાષા છે, જડની અવસ્થાનું તે પરિણમન છે, આત્મા
વ્યવહારે પણ તેને કરતો નથી. પણ આત્મા પોતાના જ્ઞાન સહિત પરનું જ્ઞાન કરે તે જ્ઞાનને વ્યવહારનય કહેવાય છે.
પોતાના સ્વભાવનું જ્ઞાન કરે તે નિશ્ચયનય છે, અને પરનું જ્ઞાન કરે તે વ્યવહારનય છે. પણ નિશ્ચયનયથી પોતાના