Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 33

background image
વૈશાખ : ૨૪૭૪ : ૧૧૭ :
અહીં તો પર્યાયની દ્રષ્ટિ જ ઉડાડે છે. પરને જાણનાર જ્ઞાનપર્યાય જેટલો આત્માને માને તો તે પણ
મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાન પોતે પર્યાયને અને પરને જાણે ખરું, પણ ત્રિકાળી સ્વભાવ તરીકે તેનો સ્વીકાર ન કરે,
પોતાના એકરૂપ ચૈતન્ય સ્વભાવને જ સ્વીકારે તે ધર્મદ્રષ્ટિ છે. પોતે પોતાના સ્વભાવથી ઈશ્વર છે, જડ તેની
શક્તિથી ઈશ્વર છે. પરનું હું કરું એવી જેની માન્યતા છે તે તો જડ–બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે. અને મારા પર્યાયમાં જે
રાગાદિ થાય તેનો હું કર્તા છું, તે મારો સ્વભાવ છે–એમ જે માને તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અનંત જ્ઞાન–
દર્શનસ્વભાવનો આદર તે દ્રવ્યદ્રષ્ટિ છે, તે સાચીદ્રષ્ટિ છે, તે નિશ્ચયદ્રષ્ટિ છે, તે સત્યદ્રષ્ટિ છે, તે ધર્મ છે, તે
સમભાવ છે ને તે જ સુખ છે, તે જ મોક્ષનો માર્ગ છે.
હું પરની આશા રાખનાર નથી કેમ કે મને પરનો આધાર નથી, મારી હાલતમાં વિકાર થાય તેના
આધારે પણ હું ટકતો નથી, જે ત્રિકાળી ટકતા સ્વભાવમાંથી મારા પર્યાયોનો પ્રવાહ નીકળે છે તે સ્વભાવનો જ
મારે આધાર છે. આમ સ્વભાવનો આશ્રય તે જ ધર્મ છે.
જેણે સ્વભાવનો આશ્રય કર્યો છે એવા જ્ઞાની જીવો શુદ્ધસંગ્રહનયથી બધા જીવોને સમાન જાણે છે.
અત્યારે ઘણા લોકો એમ વાતો કરે છે કે બધા જીવોને સરખા માનવા અને વિશ્વવાત્સલ્ય કરવું.–એ તો એકલા
પરાશ્રયથી વાત કરે છે; વિશ્વવાત્સલ્યનો અર્થ સમજતા નથી તેથી પર સાથેનો સંબંધ જોડવાની વાત કરે છે;
પરનો સંબંધ તોડવાની વાત તેમાં નથી. આત્માને પરનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે. અહીં જે બધા જીવોને
સમાન કહેવામાં આવ્યા છે તે પર લક્ષની વાત નથી. જ્ઞાની કઈ રીતે બધાને સમાન જાણે છે? પોતે પોતામાં
સ્વભાવદ્રષ્ટિ કરીને પર્યાયદ્રષ્ટિ ઉડાડી દીધી છે તેથી, બીજા જીવોને પર્યાયથી જે ભેદ છે તેને ન જોતાં,
શુદ્ધસંગ્રહનયથી બધાના સ્વભાવને સમાન જ માને છે, ને તેથી તેને બધા ઉપર સમભાવ છે.
શુદ્ધસંગ્રહનય એટલે શું?–બધા જીવો શુદ્ધચૈતન્ય સામર્થ્યથી સરખા છે અને એમ જોવું અને પર્યાયમાં
હીન–અધિકતાના જે ભેદો છે તેનાથી જીવોમાં ભેદ ન પાડવો એનું નામ શુદ્ધસંગ્રહનય છે. જ્યાં પોતાના
સ્વભાવનો આદર થયો ત્યાં જ્ઞાની જીવ અંતરની એકતાના પ્રભાવ વડે બધા જીવોને એક સરખા સ્વભાવવાળા
જાણે છે, તેને શુદ્ધસંગ્રહનય હોય છે. અજ્ઞાનીને શુદ્ધસંગ્રહનય હોતો નથી.
કોઈ પણ સાચા નયનો હેતુ વીતરાગભાવને સાધવાનો છે. શુદ્ધસંગ્રહનયમાં તે હેતુ કઈ રીતે આવ્યો?
પર્યાયદ્રષ્ટિથી જોતાં પર્યાયના ભેદો જ દેખાય છે, ને પર્યાયના ભેદોને જોતાં વિષમતા અને રાગદ્વેષ થાય છે. માટે
તે ભેદદ્રષ્ટિ છોડીને અભેદસ્વભાવની દ્રષ્ટિ કરીને, શુદ્ધસંગ્રહનયથી બધા જીવોને સમાન જાણતાં વિષમતા ટળી
જાય છે અને વીતરાગી સમભાવ પ્રગટે છે. આ શુદ્ધસંગ્રહનયનો હેતુ છે. જ્ઞાની જીવ અભેદ સ્વભાવના આદરમાં
ભેદને ભાળતા નથી તેથી ભેદને જોવાનું (અર્થાત્ પર્યાયબુદ્ધિનું) ફળ જે બંધન તે તેને થતું નથી.
સામે તો બધાય આત્માઓ જુદા જુદા છે, ને તેમને દ્રવ્ય તથા પર્યાય બંને છે. સિદ્ધપર્યાય પણ છે ને
નિગોદ–પર્યાય પણ છે. જ્ઞાની જીવ એમ માને છે કે ‘બધા જીવો પૂર્ણ સ્વભાવવાળા છે, ’ તેથી કાંઈ નિગોદના જીવને
સ્વભાવદ્રષ્ટિ થઈ જતી નથી, નિગોદદશા મટીને સિદ્ધદશા થઈ જતી નથી; જગતમાં તો નિગોદ ને સિદ્ધ બધી દશાઓ
જેમ છે તેમ છે, પણ ધર્મી જીવ પોતે પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી જોનાર છે. માટે તેમને પર્યાયદ્રષ્ટિનું બંધન
નથી. જગતના જીવોને પર્યાયમાં ભેદ છે તે તો છે જ. અને જ્ઞાની તે ભેદોને જાણે છે, પણ ખરા, પરંતુ અખંડ
સ્વભાવમાં એકતા રાખીને જોતા હોવાથી જ્ઞાનીને તે ભેદોમાં એકતાબુદ્ધિ થતી નથી, તેથી તેમને સમભાવ જ છે.
સ્વભાવમાં જ એકતા છે ને પર્યાયમાં એકતા નથી એ અપેક્ષાએ એમ કહેવાય છે કે જ્ઞાનીઓ પર્યાયને દેખતા જ
નથી, એક સ્વભાવને જ દેખે છે. સ્વભાવદ્રષ્ટિથી જોનાર જ્ઞાનીને સર્વત્ર સમભાવ છે.
પ્રશ્ન:–શું આત્માની ઓળખાણ થઈ ત્યાં જ વીતરાગ થઈ ગયા?
ઉત્તર:–શ્રદ્ધા અપેક્ષાએ તે વીતરાગ છે. જ્ઞાનીને અસ્થિરતાના કારણે રાગદ્વેષ થાય છે તે જો કે તેમના જ
પુરુષાર્થનો દોષ છે, પરંતુ જ્ઞાનીઓ તે રાગને કે પુરુષાર્થના દોષને પોતાના સ્વભાવમાં માનતા નથી, રાગરહિત
જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનીને એકતાબુદ્ધિ છે, રાગમાં એકતાબુદ્ધિ નથી; સ્વભાવમાં એકતાબુદ્ધિથી ખરેખર રાગ
તૂટતો જ જાય છે ને સ્વભાવની એકતા વધતી જાય છે, માટે જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી પણ પોતાના
સ્વભાવની એકતા જ થાય છે. જે રાગ થાય છે તે સ્વભાવની એકતામાં ન આવ્યો પણ જ્ઞેય તરીકે જ રહી ગયો.
રાગ વખતે પણ સ્વભાવની જ અધિકતા છે માટે જ્ઞાનીને એક સ્વભાવ જ