અને તેમાં લાયકાત ન હોય ત્યારે ભાષા થતી નથી. તેમાં ચૈતન્યનું કાંઈ કામ નથી. આત્મા ભાષા બોલે કે
આત્મા શરીરની ક્રિયા કરે એવી માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. અહીં પરની તો વાત જ નથી, એકદમ
સ્વભાવદ્રષ્ટિની વાત છે. જ્યાં સ્વભાવદ્રષ્ટિ થઈ ત્યાં સદાય–ચોવીસે કલાક સમભાવ રહે છે. અને તે સ્વભાવમાં
વિશેષ લીનતાની અજમાયસ કરતાં વ્રત અને મુનિદશા પ્રગટે છે. હું જ્ઞાનમૂર્તિ વીતરાગ સ્વરૂપ જ છું, રાગ પણ
મારે નથી ને શરીર પણ મારે નથી તો પછી દેશ વગેરે કોણ મારું હતું? દેશનું હું શું કરું? ચૈતન્યસ્વભાવરૂપ મારો
સ્વ–દેશ અસંખ્ય પ્રદેશી છે, તે સ્વતંત્ર છે, મારા ચૈતન્ય પ્રદેશમાં વિકારનો પ્રવેશ નથી, ને પરનો તો મારામાં
ત્રિકાળ અભાવ છે. આમ ઓળખીને પોતાના ચૈતન્ય પ્રદેશમાં રહેવું તે ધર્મ છે.
અનેકતાથી સ્વભાવની એકતામાં ભંગ પડતો નથી. સાધક જીવને પર્યાયે પર્યાયે નિર્મળતા વધતી જ જાય છે. જે
અનેક નિર્મળ પર્યાયો પ્રગટતા જાય છે તે બધાય પર્યાયો સ્વભાવમાં જ એકતા કરીને અભેદ થાય છે. પર્યાયની
નિર્મળતા વધતી જાય છે તે અપેક્ષાએ અનેકતા છે પણ તે દરેક પર્યાયના અનુભવમાં તો એકજ પ્રકારનો
સ્વભાવ આવે છે, અનેક પર્યાયોનો અનુભવ એક જ પ્રકારનો છે; જે સ્વભાવને શ્રદ્ધામાં સ્વીકાર્યો છે તે એક
સ્વભાવની એકતા જ બધા પર્યાયમાં અનુભવાય છે, તેથી ખરેખર જ્ઞાની એકરૂપ સ્વભાવને જ દેખે છે,
પર્યાયના ભેદને દેખતા નથી. પર્યાયમાં જે હીન–અધિકતાના ભેદો છે તે તો વ્યવહારજ્ઞાનનો વિષય છે. જ્ઞાન જેને
જાણે તે પદાર્થ જ્ઞાનનો વિષય કહેવાય છે. અને જ્યાં એકતા માને તેને દર્શનનો વિષય કહેવાય છે. અખંડ
સ્વભાવમાં એકતા તે સમ્યગ્દર્શનનો વિષય છે. પરમાં રાગ કરીને અને રાગમાં એકતા માનીને જ્ઞાન અટકી ગયું
તે મિથ્યાદ્રષ્ટિનો વિષય છે. અજ્ઞાની જીવ રાગમાં પોતાના જ્ઞાનની એકતા કરે છે. જ્ઞાની જીવો રાગરહિત
સ્વભાવમાં જ્ઞાનની એકતા કરે છે. સ્વભાવ તરફ ઢળતાં નિર્મળ પર્યાયના અનેક પ્રકાર પડે છે પરંતુ તે દરેક
પર્યાયમાં સ્વભાવની જ એકતા છે, દરેક પર્યાય અભેદ એકરૂપ સ્વભાવ તરફ જ ઢળે છે. પર્યાયની નિર્મળતાના
અનેક પ્રકારોનું તેમ જ પુણ્ય પાપ હોય તેનું જ્ઞાન હોય છે, પણ શ્રદ્ધામાં તેનો સ્વીકાર નથી. પૂરા તત્ત્વની એકતા
રાખીને ભંગભેદને જાણે છે ત્યાં પર્યાયબુદ્ધિ થતી નથી તેથી રાગદ્વેષ થતા નથી ને સમભાવ જ રહે છે,
સ્વભાવની એકતા વધતાં વધતાં સંપૂર્ણ રાગરહિત પર્યાય પ્રગટે છે, ને મુક્તિ થાય છે.
ઓળખ્યો નહિ અને નવ તત્ત્વના વિકલ્પમાં અટકી રહ્યો. વિકલ્પ વડે નિજ સ્વરૂપ જણાતું નથી, અને જેવું
નિજસ્વરૂપ છે તેવું શ્રદ્ધા–જ્ઞાનમાં આવ્યા વગર સમભાવ હોય નહિ. સમ્યગ્દર્શનથી જ સમભાવ હોય છે. પર
જીવ મારો શત્રુ કે મિત્ર, પર મને લાભ કરનાર કે નુકશાન કરનાર–એવી માન્યતા કરી ત્યાં સર્વે ઉપર
સમતાભાવ ન રહ્યો પણ બે ભાગ પડી ગયા. આ શત્રુ અને આ મિત્ર એમ માન્યું ત્યાં જ એક ઉપર દ્વેષ ને
બીજા ઉપર રાગ આવી ગયો. પુણ્ય સારાં ને પાપ ખરાબ એમ માને તેને પણ પુણ્ય–પાપ રહિત એકરૂપ
સ્વભાવની દ્રષ્ટિ નથી તેથી તેને સમભાવ નથી. જેને પોતાના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ છે તે બધા જીવોને
જ્ઞાનસ્વભાવી જાણે છે, જ્ઞાન સ્વભાવને કોઈ શત્રુ કે કોઈ મિત્ર નથી, એટલે પોતાના જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી
બધા ઉપર સમભાવ રહી ગયો. પુણ્ય–પાપ બંને મારા જ્ઞાન સ્વભાવથી જુદા છે એમ જાણ્યું એટલે તેના ઉપર
પણ સમભાવ રહી ગયો. આ રીતે પોતાના એકરૂપ સ્વભાવની જેને દ્રષ્ટિ છે તે બધા જીવોને સમાન જાણે છે ને
તેને સમભાવરૂપ ધર્મ છે.
આત્મા માન્યો છે; તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. એક પર્યાય જેટલો આત્મા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતાનો પૂરો ચૈતન્ય