Atmadharma magazine - Ank 055
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 33

background image
: ૧૨૨ : આત્મધર્મ : ૫૫
દ્રવ્યત્વગુણને લીધે એમ સમજાય છે કે–
જગતની બધીયે વસ્તુઓ પોતાની હાલત પોતાની મેળે
જ બદલાવ્યા કરે છે. કોઈ પદાર્થની હાલત બીજો પદાર્થ
કરતો નથી. અજીવની હાલત જીવ ન બદલાવે અને
જીવની હાલત અજીવ ન બદલાવે.–આમ દરેક વસ્તુની
સ્વતંત્રતા ઓળખાય છે. પોતાની મેલી દશા ટાળીને
પવિત્ર દશા પ્રગટ કરવા માટે બીજા કોઈની મદદ નથી,
આમ સમજ–વાથી બીજા ઉપરનો મોહ ટળે છે ને
પોતાનું સાચું જ્ઞાન પ્રગટ થાય છે. માટે તમે આ
દ્રવ્યત્વગુણને બરાબર ઓળખજો.
જીવમાં જ્ઞાન છે, અજીવમાં જ્ઞાન નથી.
જીવમાં અસ્તિત્વગુણ છે, અજીવમાં પણ છે.
જીવમાં વસ્તુત્વગુણ છે, અજીવમાં પણ છે.
જીવમાં દ્રવ્યત્વગુણ છે, અજીવમાં પણ છે.
ચૈત્ર માસના પ્રશ્નોના જવાબ
(૧) આ આત્મા પોતે જ આત્મદેવ છે. તે
પોતાના જ્ઞાનથી બધાને જાણે છે. અરિસાની જેમ તેના
જ્ઞાનમાં આખું વિશ્વ ઝળકે છે, તે જગતથી જુદો છે,
શરીરથી જુદો છે, પોતે જ ભગવાન છે ને પોતે જ
પરમેશ્વર છે, તે આનંદથી ભરેલો છે, તેને જન્મ કે
મરણ નથી, તે રાજા કે રંક નથી, તે તો જ્ઞાન અને
આનંદનો દરિયો છે. આવો આતમદેવ આંખથી દેખાતો
નથી, કાનથી સંભળાતો નથી પણ સાચા જ્ઞાનથી તે
જણાય છે. બાળકો, તમે સાચા જ્ઞાન વડે આત્મદેવના
દર્શન કરજો.
(૨) દરેક દ્રવ્ય ત્રિકાળ છે, તેનો કદી નાશ
થતો નથી. આવી શક્તિ દરેક દ્રવ્યમાં છે, તેને
અસ્તિત્વગુણ કહેવાય છે. આ ગુણ જીવ અને અજીવ
બધા દ્રવ્યોમાં છે. આને સામાન્ય ગુણ કહેવાય છે.
(૩) જ્ઞાન અને સુખ એ બે ગુણો જીવમાં છે.
રંગ ગુણ અજીવમાં (પુદ્ગલમાં) છે.
અસ્તિત્વ અને વસ્તુત્વ એ બે ગુણો જીવમાં
પણ છે ને અજીવમાં પણ છે.
(૪) ‘કુંદકુંદ’ આચાર્ય ભગવાન.
આ વખતે કુલ ૭૨ બાળકોના જવાબ આવ્યા
હતા, તેમાંથી નીચેના ૪૮ બાળકોના જવાબ સાચા હતા,
(૧–૪) અમદાવાદ: પ્રમોદ, કિરીટ, નલિની બેન,
રમીલા બેન. (૫–૭) સાવરકુંડલા:– વસંત, રાજેન્દ્ર, કાન્તિ.
(૮–૧૦) જામનગર–હરસુખ, લલિતા બેન, કંચનબેન.
(૧૧–૧૩) વઢવાણ શહેર: વિનય, મંજુલા બેન,
રસિક. (૧૪–૧૫) વીંછીયા: ભૂપેન્દ્ર, ઉત્તમલાલ.
(૧૬–૧૭) અમરેલી: વિનોદરાય, કૈલાસ. (૧૮)
માણેકલાલ–મોરબી. (૧૯) શાંતિલાલ–વાંકાનેર.
(૨૦) કિશોરકાંત–કલકત્તા. (૨૧) કૈલાસચંદ્ર–દાહોદ.
(૨૨) ચંપકલાલ–ધૂલિયા. (૨૩) હસમુખ બોટાદ,
(૨૪) કાન્તિલાલ–રાણપુર. (૨૫–૨૬) મુંબઈ:
કુસુમબેન, જગદીશચંદ્ર. (૨૭) કાન્તિલાલ–લાઠી.
(૨૮) કંચનબેન વઢવાણ કેમ્પ. (૨૯) રાજેન્દ્ર–
આમોદ. (૩૦) ચંદ્રપ્રભા સોનગઢ (૩૧) વીરબાળા–
બોરસદ, (૩૨) નવનીતલાલ મોગરી. (૩૩–૩૪–
૩૫–૩૬) વીંછીયા: રસિકલાલ, જસવતીબેન,
મંજુલાબેન, સ્નેહલત્તાબેન (૩૭) હરિહર–અમદાવાદ
(૩૮–૪૦) મોરબી: વસંતબેન, ભૂપતરાય,
હસમુખલાલ. (૪૧) સુશીલાબેન: સોનગઢ (૪૨)
છબીલદાસ–કલકત્તા (૪૩) અનીલકુમાર: લીમડી
(૪૪–૪૬) વીંછીયા: મંછાબેન, મંજુલાબેન,
રસિકલાલ. (૪૭–૪૮) મોરબી: ચંદ્રકાન્તા, ઇંદુલાલ.
નવા પ્રશ્નો
(૧) ખરેખર પંડિત કોને કહેવાય? ને મુર્ખ કોને
કહેવાય?
(૨) નીચેના વાક્યોમાંથી જે ખોટા હોય તે સુધારો–
૧. એક જીવ પાસે ઘણા પૈસા હતા તેથી તે સુખી હતો.
૨. જે જીવ સાચું જ્ઞાન કરે તે સુખી થાય.
૩. એક જ્ઞાની પાસે પૈસા ન હતા તેથી તે દુઃખી હતા.
૪. જો નિરોગ શરીર હોય તો ધર્મ ઝટ થઈ શકે.
૫. શરીરની ક્રિયાથી ધર્મ થાય છે.
(૩) દ્રવ્યત્વ ગુણને ઓળખવાથી જીવને શું લાભ થાય છે?
વધારાનો પ્રશ્ન
(૪) એક જીવ પાસે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યકચારિત્ર એ ત્રણ રત્નો હતા તેમાંથી એક
સમ્યગ્દર્શન રત્ન ખોવાઈ ગયું. તો તેની પાસે ક્યા ક્યા
રત્નો બાકી રહેશે? તે જણાવો.
‘આત્મધર્મ મળ્‌યા પછી જેમ બને તેમ
વહેલાસર જવાબો મોકલી દેવા વિનંતી છે. જવાબો
નીચેના સરનામે મોકલવા–
આત્મધર્મ–બાલવિભાગ.
સોનગઢ–કાઠિયાવાડ