Atmadharma magazine - Ank 056
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
: ૧૪૬ : આત્મધર્મ જેઠ : ૨૪૭૪
બાલવિભાગ
શ્રી વજ્રબાહુકુમારનો વૈરાગ્ય
વજ્રબાહુકુમાર નામના એક રાજકુમાર હતા. એકવાર તે પોતાની મનોદયા રાણી સહિત પોતાના સાળા
ઉદયસુંદરની સાથે તેના ઘરે જતા હતા. રસ્તે જતાં જંગલમાં એક મહાવીતરાગી મુનિ દીઠા. વજ્રબાહુકુમાર એકી
ટસે તેમની સામે જોઈ રહ્યા. એ જોઈને ઉદયસુંદરે મશ્કરી કરીને કહ્યું–કુમારજી! ક્યાંક તમે પણ એમના જેવા ન
થઈ જતા?
વજ્રબાહુકુમારે કહ્યું–ભાઈ, હું એજ ભાવના કરતો હતો. તમે ઠીક મારા મનની વાત કહી દીધી. હવે
તમારા મનની વાત શું છે તે કહો?
ઉદયસુંદરે કહ્યું–મારા વિચાર પણ તમારા જેવા જ છે. બસ, ત્યાંને ત્યાંજ વજ્રબાહુકુમારે દીક્ષા લઈ લીધી
સાથે ઉદયસુંદરે પણ દીક્ષા લઈ લીધી. તેમ જ બીજા પણ છવીસ રાજકુમારો એ દીક્ષા લઈ લીધી. અને મનોદયા
પણ આર્જિકાઓની પાસે દીક્ષા લઈને આર્જિકા થયા.
બાળકો, જુઓ રાજકુમારોનો વૈરાગ્ય!
રાજવૈભવમાં હોવા છતાં આવું વૈરાગ્યજીવન તેઓ જીવતા હતા; એનું કારણ એજ હતું કે તેઓને
શરીરથી જુદા આત્માનું ભાન હતું. આત્મિક સુખનો અનુભવ હતો. જેને આત્મભાન હોય છે તેને અંતરમાં
આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય છે. અને આત્મભાન વગરનો વૈરાગ્ય સાચો હોતો નથી. તમે પણ ઝટ ઝટ
આત્માની સમજણ કરીને વૈરાગ્યજીવન જીવજો.
[એ વજ્રબાહુકુમાર વગેરેની દીક્ષાનું એક સુંદર ચિત્ર ‘ભગવાનશ્રી કુંદકુંદપ્રવચન મંડપ’માં છે. તમે
સોનગઢ આવો ત્યારે જોવાનું ભૂલતા નહિ.]
પ્રમેયત્વગુણની સમજણ
અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ એ ત્રણ સામાન્ય–ગુણોની સમજણ અપાઈ ગઈ છે. ચોથો સામાન્યગુણ
‘પ્રમેયત્વ’ છે. સામાન્યગુણ જીવમાં પણ હોય છે ને અજીવમાં પણ હોય છે.
જેમ જીવનો સ્વભાવ જાણવાનો છે તેમ જગતના બધા દ્રવ્યોમાં જણાવાનો સ્વભાવ છે. ‘ન જણાય’
એવા સ્વભાવવાળું કોઈ દ્રવ્ય નથી. જેમ સ્વચ્છ અરિસાની સામે કોઈ વસ્તુ રાખો તો અરિસામાં તેનું પ્રતિબિંબ
દેખાય છે તેમ આત્માના જ્ઞાનમાં છએ દ્રવ્યો દેખાય એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. આને ‘પ્રમેયત્વગુણ’
કહેવાય છે.
જાણવાનો સ્વભાવ તો એકલા જીવમાં જ છે. પણ પ્રમેય થવાનો (–જણાવાનો) સ્વભાવ છએ દ્રવ્યોમાં
છે. જીવનું જ્ઞાન પૂરું થાય ત્યારે તેના જ્ઞાનમાં કોઈ પણ પદાર્થ જાણવાનો બાકી રહેતો નથી, બધા જ પદાર્થો
એકીસાથે એકજ સમયે જણાય છે.
કોઈ જીવ એમ ઈચ્છે કે, કેવળીભગવાનના જ્ઞાનથી હું છૂપો રહી જઉં તો તેમ બની શકે નહિ. કેમ કે તે
જીવમાં પ્રમેયત્વ ગુણ છે, તેથી તે જ્ઞાનમાં જણાયા વગર રહી શકે નહિ.
ઘણા અજ્ઞાની લોકો એમ માને છે કે આત્મા તો અરૂપી છે તેથી તેને જાણી શકાય નહિ. તેમની વાત પણ
ખોટી છે. આત્મામાં પણ પ્રમેયત્વ ગુણ રહેલો છે તેથી તે કોઈને કોઈ જ્ઞાનમાં જરૂર જણાય છે. એટલું ખરૂં છે કે
આત્મા અરૂપી હોવાથી આંખ વગેરે ઈન્દ્રિયોથી જણાતો નથી પણ સાચા જ્ઞાનથી તો આત્મા જરૂર જણાય છે.
‘આત્મા કોઈ રીતે જાણી ન શકાય’ એમ જે માને છે તે આત્માના પ્રમેયત્વ ગુણને જાણતો નથી તેમજ આત્માના
જ્ઞાનગુણને પણ જાણતો નથી. આત્મામાં જ્ઞાન અને પ્રમેયત્વ એ બંને ગુણ હોવાથી આત્મા પોતે પોતાને જાણી
શકે છે.
આત્માનો જ્ઞાનગુણ તે વિશેષગુણ છે ને પ્રમેયત્વગુણ તે સામાન્યગુણ છે. જગતના કોઈ પદાર્થો પોતાનું
સ્વરૂપ જણાવવાની ના પાડતા નથી, છતાં જીવ પોતે તેને જાણતો નથી તે પોતાના જ્ઞાનનો જ દોષ છે. પોતાના
જ્ઞાનનો સ્વભાવ બધાયને જાણવાનો છે એમ સમજીને,–પોતાના પૂરા જ્ઞાનનો વિશ્વાસ કરે તો જીવનું જ્ઞાન વિકાસ
પામે. અને તેના જ્ઞાનમાં બધાય પદાર્થો જણાય એટલે તેને આકુળતા ટળીને શાંતિ થાય, ને તેનો મોક્ષ થાય.
ગયા અંકના પ્રશ્નોના જવાબ
(૧) જે પોતાના આત્માના સ્વભાવને ભગવાન જેવો ઓળખે, અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે, તે જીવ ખરેખર
પંડિત છે. તે શાસ્ત્રો ભણેલો ન હોય તોપણ પંડિત છે.
અને જે જીવ પોતાના આત્માને ભગવાન જેવો ન જાણે પણ ઉલટો એ વાતનો વિરોધ કરે તે જીવ મૂર્ખ