જેઠ : ૨૪૭૪ આત્મધર્મ : ૧૪૭ :
છે. ભલે તે ઘણા શાસ્ત્રો જાણતો હોય તોપણ તે મૂર્ખ છે.
(૨) ૧. પૈસાને લીધે જીવને સુખ થતું નથી પણ સાચા
જ્ઞાનથી જ સુખ થાય છે.
૨. જે જીવ સાચું જ્ઞાન કરે તે સુખી થાય. (સાચું
જ છે.)
૩. જ્ઞાની પાસે પૈસા હોય કે ન હોય તોપણ
સાચા જ્ઞાનને લીધે તેઓ સુખી જ છે. જીવને પોતાના
સુખ માટે પૈસાની જરૂર નથી.
૪. નિરોગ શરીર હોય તો ધર્મ ઝટ થાય–એ વાત
ખોટી છે. શરીરમાં રોગ હોય તોપણ, સાચી સમજણથી
ધર્મ થઈ શકે છે. શરીર સાથે ધર્મનો સંબંધ નથી.
૫. શરીરની ક્રિયાથી ધર્મ થતો નથી કેમ કે તે તો
જડ છે. ધર્મ તો આત્માના જ્ઞાનની ક્રિયાથી થાય છે.
(૩) દ્રવ્યત્વગુણને ઓળખવાથી એમ સમજાય
છે કે, જગતની બધીયે વસ્તુઓ પોતાની હાલત પોતાની
મેળે જ બદલાવ્યા કરે છે, કોઈ પદાર્થની હાલત બીજો
પદાર્થ કરતો નથી. અજીવની હાલત જીવ ન બદલાવે, ને
જીવની હાલત અજીવ ન બદલાવે. આમ દરેક વસ્તુની
સ્વતંત્રતા ઓળખાય છે, અને બીજા ઉપરનો મોહ ટળે
છે ને પોતાનું સાચું જ્ઞાન પ્રગટ થાય છે.
(૪) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણ રત્નોમાંથી જો સમ્યગ્દર્શન રત્ન
ન હોય તો બાકીનાં બે રત્નો પણ હોતા નથી. કેમ કે
સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે અને
સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે.
આ વખતે એકંદર ૬૫ બાળકોના જવાબ આવ્યા
હતા, તેમાંથી ૨૫ બાળકોના જવાબ સાચા હતા.
નવા પ્રશ્નો
[પ્રશ્નઃ૧] “આત્મા અરૂપી વસ્તુ છે તેથી પોતે પોતાને
જાણી શકે નહિં” એ વાત ખોટી છે કે સાચી? તે
ન્યાયથી સમજાવો.
[પ્રશ્નઃ૨] નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરી કરો–
૧. અરૂપી વસ્તુઓ પણ જ્ઞાનમાં જણાય છે કેમ
કે તેનામાં..........ગુણ છે.
૨. આત્માને કોઈએ બનાવ્યો નથી અને તેનો
કદી નાશ થતો નથી કેમ કે તેનામાં........ગુણ છે.
૩. આત્માની અજ્ઞાનદશા ટાળીને જ્ઞાનદશા
પ્રગટ કરી શકાય છે કેમ કે તેનામાં..........ગુણ છે.
૪. આત્મા બધા પદાર્થોને જાણી શકે છે કેમ કે
આત્મામાં...........ગુણ છે.
૫. શરીરમાં સુખ–દુઃખ થતાં નથી કેમ કે
તે.....છે.
[પ્રશ્નઃ૩] નીચે લખેલ વસ્તુઓમાંથી જે
જીવમાં અને અજીવમાં બંનેમાં હોય તેને શોધી કાઢો–
ગુણ, જ્ઞાન, રાગ, રંગ, સુખ–દુઃખ, અસ્તિત્વ.
વધારાનો પ્રશ્ન:–મહાવીર ભગવાન પછી થઈ
ગયેલા સાચા મુનિઓમાંથી ગમે તે પાંચ મુનિઓના
નામ લખો.
જવાબો જેમ બને તેમ વેલાસર નીચેના
સરનામે મોકલી દેવા:
“આત્મધર્મ બાલવિભાગ.”
સોનગઢ : સૌરાષ્ટ્ર
– સંચય –
આત્મસ્વભાવનો મહિમા અને જૈન –
દર્શનું પ્રયોજન
દ્રવ્ય–ગુણ–પર્યાય અને તેના દરેક અંશની
સ્વતંત્રતા, અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંત, સ્વથી પૂર્ણતા,
પરથી નાસ્તિ–એવો તારો સ્વભાવ જ છે. જે કહેવાય
છે તે તારો સ્વભાવ જ કહેવાય છે. પરનો મહિમા
નથી, ખરેખર સર્વજ્ઞની વાણીનો મહિમા નથી પણ
આત્મસ્વભાવનો જ મહિમા છે. સર્વજ્ઞની
દિવ્યવાણીમાં પણ, જે આત્મસ્વભાવ છે તેનું જ વર્ણન
કર્યું છે, કાંઈ નવું કહ્યું નથી.
હે જીવ! જૈનદર્શન મહાભાગ્યે પામ્યો છો, હવે
તું તારી અંતર રિદ્ધિ–સિદ્ધિના ભંડાર તો જો. સર્વજ્ઞની
દિવ્યવાણી સિવાય બીજા કોઈ જેને પૂરો કહેવા સમર્થ
નથી અને સર્વજ્ઞના શાસનમાં સમ્યગ્જ્ઞાનીઓ સિવાય
કોઈ જેને યથાર્થપણે સમજવા સમર્થ નથી–એવો તારો
અંતર–સ્વભાવ છે. પણ પોતે પોતાના સ્વભાવનો
મહિમા કદિ જાણ્યો નથી. તેથી જે તે પરપદાર્થોનો
મહિમા કરીને અટકી જાય છે. અહો, આત્માનો મહિમા
અપરંપાર છે અને એને જાણનાર જ્ઞાનનું સામર્થ્ય પણ
અપાર છે. સર્વજ્ઞની વાણીમાં અને જૈનશાસનમાં
જેટલું જેટલું વર્ણન છે તે બધુંય આત્મસ્વભાવ
સમજાવવા માટે જ