: ૧૬૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
ઓછી પડે છે તથા જો કષાય મંદ હોય તો સ્થિતિ લાંબી બંધાય છે. આવું સ્થિતિબંધનું સ્વરૂપ જાણવું.
અનુભાગ બંધ:– જો કષાય તીવ્ર હોય તો ઘાતિ કર્મની સર્વ પ્રકૃતિમાં અને અઘાતિની પાપ પ્રકૃતિમાં વધુ
અનુભાગ બંધ (ફળદાન શક્તિ) પડે છે અને મંદકષાય હોય તો થોડો અનુભાગ બંધ થાય છે. જ્યારે અઘાતિની પુન્ય
પ્રકૃતિમાં જો કષાય તીવ્ર હોય તો અનુભાગબંધ ઓછો અને જો કષાય મંદ હોય તો અનુભાગ બંધ તીવ્ર–વધુ પડે છે.
૨ ब. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ, ગોત્ર એ આઠ પ્રકારના કર્મોમાંથી
નવીન બંધમાં ફક્ત મોહનીય જ નિમિત્ત થાય છે. કારણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના નિમિત્તે જે જ્ઞાન, દર્શન,
વીર્યનો અભાવ છે તે કંઈ બંધનું નિમિત્ત ન થાય. કારણ જે અભાવ છે તે સદ્ભાવમાં–નવીન બંધમાં–નિમિત્ત કેમ હોઈ
શકે? જ્ઞાન, દર્શન, વીર્યનો જેટલો ક્ષયોપશમભાવ–ઉઘાડભાવ છે તે તો સ્વભાવનો જ અંશ છે: તે પણ નવીન બંધમાં
નિમિત્ત ન થાય, કારણ સ્વભાવ જો બંધનું કારણ બને તો સ્વભાવ ત્રિકાળી છે માટે બંધ પણ ત્રિકાળ થઈ જાય. પણ
એમ હોઈ શકે નહિ. પણ મોહનીયના નિમિત્તથી વિપરીત શ્રદ્ધાન રૂપ જે મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભાદિ
ભાવ છે તે જ બંધનું કારણ છે. હવે બાકીના જે ચાર અઘાતિ કર્મો છે તેના કારણે તો બાહ્ય શરીરાદિમાં બાહ્ય સંયોગ
મળે છે. તો કંઈ પરદ્રવ્ય બંધનું કારણ ન જ હોય. કારણ પરદ્રવ્ય ત્રિકાળ છે તે જો બંધનું કારણ બને તો બંધ પણ
ત્રિકાળ થઈ જાય. પણ એમ બનતું નથી. ફક્ત તેમાં આત્માના મિથ્યાત્વાદિ ભાવ જ બંધનું કારણ છે.
क. નવીન બંધ થવામાં જેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ છે તેમ બંધ ટળવાનો ક્રમ પણ તે જ છે.
મિથ્યાત્વ તે જ મહાબંધ છે. તે ટાળ્યા વિના જો કોઈ અવિરતિ આદિ ટાળવાનો ઉપાય કરે તો તે મિથ્યા છે.
ઉત્તર: ૩
अ. મહાવ્રત–અણુવ્રત તે મોક્ષનું સાધન નથી. કારણ તે વિકલ્પ છે, રાગ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. જ્યારે
મોક્ષ તે મુક્તિ છે. બંધનરહિતપણું છે. માટે બંધનરહિતનું કારણ બંધ હોય શકે નહિ.
ब. સંવર અને નિર્જરા થવાનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્રની ઐકયતા છે.
क. શુભયોગથી ધર્મ થાય નહિ કારણ શુભયોગ એટલે દયા, દાન, પૂજાના ભાવ વખતે જે યોગની પ્રવૃત્તિ. યોગ
છે તે આશ્રવ છે તેથી આશ્રવથી ધર્મ થાય નહિ, તથા જ્યાં સુધી સમ્યકત્વ ન હોય ત્યાં સુધી ઘાતિ કર્મની સર્વ
પ્રકૃતિઓનો સતત બંધ થયા જ કરે છે. કે જે આત્મ–સ્વભાવના ઘાતમાં નિમિત્ત છે. માટે શુભયોગથી કદીપણ ધર્મ થતો
નથી. ઘાતિની સર્વ પ્રકૃતિઓ પાપની જ છે.
ઉત્તર: ૪
क. છદ્મસ્થ સંસારીનું લક્ષણ રાગદ્વેષ તે સદોષ છે તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે. કારણ ૧૧ તથા ૧૨ મા
ગુણસ્થાનવાળા જીવ છદ્મસ્થ સંસારી છે પણ તેમને રાગદ્વેષ નથી.
ख. જડનું લક્ષણ અરૂપીપણું તે સદોષ છે, તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. કારણ પાંચ
જડપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છે તેમાં અરૂપીપણું પુદ્ગળમાં વ્યાપતું નથી, તેથી અવ્યાપ્તિ દોષ અને અરૂપીપણું
તે જડ ઉપરાંત જીવમાં પણ વ્યાપે છે માટે અતિવ્યાપ્તિ દોષ.
ग. વ્યવહારચારિત્ર તે મુનિનું લક્ષણ તે સદોષ છે. તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે. કારણ જે વ્યવહાર ચારિત્ર તે
વિકલ્પરૂપ છે અને તેવો વિકલ્પ ૭ મા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનવાળાને હોતા નથી. તેઓ મુનિ કહેવાય છે ખરા.
માટે અવ્યાપ્તિ દોષ.
घ. અજીવનું લક્ષણ અસંખ્યાત પ્રદેશીપણું તે સદોષ છે. તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. અજીવ–
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છે. તેમાં કાળ છે તે એક પ્રદેશી છે માટે અવ્યાપ્તિદોષ, તેમાં અસંખ્ય પ્રદેશીપણું
વ્યાપતું નથી. અને અજીવ ઉપરાંત જીવમાં પણ અસંખ્ય પ્રદેશીપણું વ્યાપે છે (જીવ અસંખ્યપ્રદેશી છે) માટે
અતિવ્યાપ્તિદોષ.
ङ. કર્મ સંયુક્તપણું તે સંસારીનું અનાત્મભૂત લક્ષણ તે બરાબર છે. કારણ સર્વ સંસારી જીવોને નિગોદથી
અયોગી કેવળી સુધી–કર્મનું સંયુક્તપણું છે. તથા કર્મ તે જીવના સ્વરૂપમાં વ્યાપેલ નથી માટે અનાત્મભૂત પણ બરાબર છે.
च. ઔદારિક શરીર તે મનુષ્યનું અનાત્મભૂત લક્ષણ તે સદોષ છે તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિદોષ