પોતાનું પરમાર્થ સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરે અર્થાત્ પુણ્ય–પાપ રહિત પોતાનો અભેદ ચૈતન્યમય સ્વભાવ છે
પાપ રહિત શુદ્ધાત્મસ્વરૂપને જાણ્યા છતાં પુણ્ય–પાપમાં ઉપયોગની એકતા કરવી તે ચારિત્ર અપેક્ષાએ અધર્મ છે.
અને સમ્યગ્દર્શન પ્રગટ કરીને શુદ્ધ આત્મદ્રવ્યમાં જ પર્યાયની એકતા કરવી તે ચારિત્રધર્મ છે.
જીવને રાગદ્વેષ ટાળીને સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. આચાર્યદેવે અહીં શુભ ઉપયોગને તરછોડીને
શુદ્ધ ઉપયોગની ઉગ્રતા બતાવી છે.
લાગણીથી શુદ્ધ ચારિત્ર લૂંટાય છે; માટે તે શુભોપયોગના અંશોને પણ છોડવા માટે હું અત્યંત પુરુષાર્થ વડે
જાગૃત રહું છું. જો આચાર્યદેવને સંપૂર્ણ શુદ્ધોપયોગની જાગૃતિ હોય તો ‘હું જાગૃત રહું’ એવી વૃત્તિ પણ કેમ
હોય? ‘હું જાગૃત રહું’ એવી લાગણી પોતે જ અજાગૃતિરૂપ પ્રમાદ છે. આચાર્યદેવને શુભ લાગણી વર્તે છે પણ તે
તોડવાની ભાવના કરે છે. અહો! જે રીતે અરિહંતોએ મોહનો ક્ષય કર્યો તેવી રીતે અમે પણ અત્યારે સંપૂર્ણ શુદ્ધ
ઉપયોગ જાગૃત કરી મોહનો સર્વથા ક્ષય કરીએ અને અરિહંત જેવો શુદ્ધ આત્મઅનુભવ કરીએ! મારા
શુદ્ધસ્વભાવની પૂર્ણ સ્થિરતાને આ શુભ ઉપયોગ લૂંટી જાય છે, માટે તે શુભ ઉપયોગરૂપ મોહને નાશ કરવા માટે
મારે સ્વરૂપમાં અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. અહો, કેવી આચાર્ય ભગવાનની અંતર દશા છે!!
પ્રરૂપણા સાંભળીને ‘આ ખોટું છે’ એમ અંતરમાં તલાક (તિરસ્કાર, ઉત્થાપવાનો ભાવ) ન આવે તો તે જીવને
સમ્યગ્દર્શન ભૂમિકાનો આશ્રય પણ રહેતો નથી. પરંતુ જ્યાંસુધી તે વૃત્તિ આવે ત્યાંસુધી સ્વરૂપ સ્થિરતાની
ભૂમિકા અટકે છે.
સ્વરૂપ સ્થિરતા ન થતી હોય ત્યારે જો સત્નું બહુમાન છોડીને બીજાનું બહુમાન આવે તો તે જીવનું સમ્યકત્વ જ
લૂંટાઈ જાય છે. પોતાને વીતરાગતા થઈ નથી અને રાગદ્વેષરૂપ વિકલ્પો તો ઊઠે છે છતાં જો સત–અસતનો
વિવેક કરીને સત્ના બહુમાનનો અને અસત્ના ઉત્થાપનનો વિકલ્પ ન ઊઠે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અસત્–
પ્રરૂપણા સાંભળીને ‘આ અસત્ છે’ એમ ખ્યાલ આવે છે છતાં જે જીવને અંતરથી તેના ઉત્થાપનની વૃત્તિ નથી
થતી અને અન્યત્ર તો રાગદ્વેષ થાય છે તે જીવને સમ્યગ્દર્શનની ભૂમિકાના રાગનો વિવેક નથી, તેને સમ્યગ્દર્શન
ભૂમિકા જ નથી. સમ્યગ્દ્રષ્ટિને જ્યારે વિકલ્પ હોય ત્યારે તેને સતના બહુમાન તરફ જ વલણ થાય છે. જો વિકલ્પ
તોડીને શુદ્ધોપયોગથી આત્મામાં લીન થઈ જાય તો તો પૂર્ણતા પ્રગટે છે. તેને તો કોઈ પ્રત્યે રાગદ્વેષની વૃત્તિ
હોતી જ નથી, પણ સમ્યગ્દર્શન પછી અસ્થિરદશામાં રાગદ્વેષની વૃત્તિઓ થતી હોય ત્યારે તો સતનું બહુમાન