બીજા ધર્મો હોય જ નહિ, ને અગિયારસને દિવસે તપ ધર્મ જ હોય. ખરેખર તો આત્માના વીતરાગભાવમાં
ઉત્તમ ક્ષમાદિ દસે ધર્મો એક સાથે જ છે. એક દિવસે એક ધર્મ અને બીજા દિવસે બીજો ધર્મ–એમ નથી. પરંતુ
એક સાથે દસે ધર્મોનું વ્યાખ્યાન થઈ શકે નહિ તેથી ક્રમસર એકેક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધત્તિ છે. પાંચમ–
છઠ્ઠ વગેરે દિવસો તે તો કાળની અવસ્થા છે–જડ છે, તેમાં કાંઈ ઉત્તમ ક્ષમાદિ ધર્મ રહેલો નથી. સમ્યગ્દર્શનપૂર્વક
ઉત્તમક્ષમાદિ એકેય ધર્મ હોતાં નથી. ઉત્તમ ક્ષમાદિ ધર્મો તે સમ્યક્ચારિત્રના ભેદો છે. મુખ્યપણે મુનિદશામાં આ
ધર્મો હોય છે. શ્રી પદ્મનંદી આચાર્યદેવ ઉત્તમ તપધર્મનું વર્ણન કરે છે–
तद्द्वेधा द्वादशधा जन्माम्बुधियानपात्रमिदम्।।
તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુભ–કે અશુભ કર્મો બંધાય તે ખરેખર તપ નથી, પણ જે ભાવથી જ્ઞાન–
દર્શનની શુદ્ધિ પ્રગટે ને કર્મનો ક્ષય થાય તે તપ છે; એ તપ આત્માનું વીતરાગી ચારિત્ર છે. નિશ્ચયથી તો
ત્યાં શુભરાગરૂપ વ્યવહાર તપ હોય છે. તે વ્યવહાર તપના સામાન્યપણે બે પ્રકાર છે. એક બાહ્યતપ ને બીજો
આભ્યંતર તપ. તથા વિશેષપણે ૧–અણશન, ૨–અવમૌદર્ય, ૩ વૃત્તિપરિસંખ્યાન, ૪–રસપરિત્યાગ, પ–વિવિક્ત
શય્યાસન, ૬–કાયકલેશ, ૭–પ્રાયશ્ચિત, ૮–વિનય, ૯–વૈયાવૃત્ય, ૧૦–ન્યુત્સર્ગ, ૧૧–સ્વાધ્યાય અને ૧૨–ધ્યાન એ
બાર ભેદ છે. તેમાં પહેલાંં છ પ્રકારો બાહ્યતપના ભેદો છે અને પછીના છ પ્રકારો આભ્યંતર તપના ભેદો છે. એ
ધ્યાનમાં રાખવું કે આ બધાય પ્રકારના તપ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પછી જ હોય છે. સમ્યગ્દર્શન વગર
કાયકલેશ, અણશન કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. ઉત્તમ
તપ તે સમ્યક્ચારિત્રનો ભેદ છે, સમ્યક્ચારિત્ર સમ્યગ્દર્શન વગર હોતું નથી; પુણ્ય કે પાપરૂપ કોઈ ઈચ્છા
આત્મસ્વભાવમાં નથી. ઈચ્છારહિત નિર્મળ ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં
अतोहि निरूपद्रवश्चरति तेन धर्मश्रिया यतिः समुपलक्षितः पथि विमुक्तिपुर्याः सुखम्।।
થઈ જાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપી રત્નો સાથે રાખીને મોક્ષમાર્ગમાં ચાલનારા મુનિવરોને જો તપરૂપી
રક્ષક સાથે ન હોય તો વિષયકષાયરૂપી ચોર તેની લક્ષ્મીને