આત્મા પર દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. પરથી જુદા પોતાના આત્મસ્વભાવને જાણીને તેમાં જ સ્થિર થયા ને
કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ સિવાય ભગવાને બીજું કાંઈ કર્યું નથી.
પ્રગટ થયું ને મોહનો ક્ષય થયો. તે જીવને અરિહંત ભગવાન જેવી પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાનો ઉપાય પ્રગટ્યો.
અનંત તીર્થંકરોએ આ જ ઉપાય કર્યો છે અને દિવ્યધ્વનિમાં પણ એ જ ઉપદેશ કર્યો છે.
નથી–આમ જે જીવ નક્કી કરે છે તે જીવને આત્મ–સ્વભાવનું સમ્યક્દર્શન થાય છે. અરિહંતના સ્વરૂપમાં અને આ
આત્માના સ્વરૂપમાં પરમાર્થે ફેર નથી. અરિહંત ભગવાન પૂર્ણ સ્પષ્ટ સ્વરૂપે હોવાથી આ આત્માને તે આદર્શ
તરીકે છે. અરિહંત ભગવાનને દ્રવ્ય અને ગુણ પૂરા છે ને પર્યાય પણ પૂરો પ્રગટ્યો છે, તે પર્યાય દ્રવ્યગુણમાંથી
આવ્યો છે. એવા દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપને ઓળખે તો પોતાના દ્રવ્ય–ગુણના આધારે વર્તમાન પર્યાયની અધૂરાશ
ટાળવાનો ઉપાય કરે. અધૂરાશ કે વિકાર તે હું નહિ પણ અરિહંત જેવો જ હું છું એમ પહેલાંં અરિહંતના લક્ષે
પોતાના આત્માનો વિચાર ઉપાડીને પછી સ્વમાં પોતાના આત્મા તરફ ઢળીને નિર્ણય કરતાં સમ્યગ્દર્શન થાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે નિર્ણય કરનારી અવસ્થાને પોતાના સ્વભાવમાં સમાડી એટલે કે સ્વમાં વાળી, ત્યાં પરમાં
અને વિકારમાં એકતાની માન્યતા છૂટીને પોતામાં દ્રવ્ય–પર્યાયની એકતા થઈ એટલે મોહનો નાશ થયો ને
સમ્યગ્દર્શન થયું. સ્વાશ્રયની એકતા વડે સમ્યગ્દર્શન થતાં જ પરાશ્રયની એકતારૂપ મોહનો નાશ થાય છે.
પૂર્ણજ્ઞાન છે. અરિહંત જેવો જ મારો આત્મા છે. આમ નિર્ણય કરતાં રાગમાં એકત્વબુદ્ધિ ટળી જાય છે, ને
પોતાના સ્વભાવનો આશ્રય થાય છે. પહેલાંં નિમિત્તો સાથે અને વિકાર સાથે એકતા માનતો તેથી પોતામાં
દ્રવ્ય–પર્યાયનો ભેદ પડીને અવસ્થામાં અજ્ઞાન હતું, તે સંસારનું મૂળ હતું. હવે રાગાદિથી રહિત પોતાના ચિન્મય
સ્વરૂપમાં એકતા કરતાં દ્રવ્ય–પર્યાયનો ભેદ તૂટી જવાથી (–પર્યાય દ્રવ્યમાં જ લીન થવાથી), મિથ્યાત્વ અને
અજ્ઞાન નિરાશ્રય થયા થકા નાશ પામે છે. દ્રવ્યમાં મિથ્યાત્વ અને અજ્ઞાન નથી, અને તે દ્રવ્યમાં પર્યાયની એકતા
થઈ તેથી મિથ્યાત્વ અને અજ્ઞાનને તે પર્યાયનો આશ્રય ન રહ્યો, પર્યાય પોતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન રૂપે
પરિણમી ગયો ને મિથ્યાત્વ તથા અજ્ઞાનનો લય થયો. આ જ મોહના નાશનો એટલે કે ધર્મનો ઉપાય છે.
આત્માના જ્ઞાનની જ ક્રિયા છે, બહારનું કાંઈ નથી. આત્માનું જે વીર્ય વિકારમાં કામ કરતું હતું તે વીર્ય વિકારની
એકતાથી છૂટીને પોતાના સ્વભાવમાં વળ્યું ત્યાં પરનું અવલંબન ન રહ્યું એટલે કે મિથ્યાત્વ જ ન રહ્યું. ભેદના
આશ્રયે મિથ્યાત્વ રહે છે ને સ્વભાવની અભેદતાના આશ્રયે મિથ્યાત્વનો નાશ થયા પછી ચારિત્રમોહનો નાશ
કેમ થાય તે હવેની ગાથામાં કહેશે. શુભભાવનું અવલંબન પણ મોહ છે, તેથી તેનો પણ જ્યારે છેદ કરે છે ત્યારે
સંપૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટે છે.