Atmadharma magazine - Ank 058
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 17

background image
: શ્રાવણ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૭૫ :
સમ્યગ્દર્શન પછી જીવ રાગ – દ્વેષ છોડે તો શુદ્ધાત્માને પામે છે.
મારા ઉપયોગને વસ્તુ સ્વભાવમાં વાળવામાં જ લાભ છે–એમ વસ્તુ સ્વભાવને નક્કી કરીને મેં
ચિંતામણિ પ્રાપ્ત કર્યો છે–અપ્રતિહત સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે–છતાં હજી મારી અવસ્થા જો શુભઉપયોગમાં અટકી
રહે તો મને નુકશાન છે–પ્રમાદરૂપી ચોર મારી શુદ્ધતા ચોરી જવાનો સંભવ છે. જેટલો પરમાં વલણભાવ થાય છે
તેટલો પ્રમાદ છે, ને તે પ્રમાદરૂપી ચોર મારી ચૈતન્યઋદ્ધિને લૂંટી જાય છે, માટે હું જાગૃત રહું છું–એમ આચાર્યદેવ
હવેની ગાથામાં કહે છે.
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं।
जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं।।
८१।।
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
અર્થ:– જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (સાચા સ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવો જીવ
જો રાગદ્વેષને છોડે છે, તો તે શુદ્ધ આત્માને પામે છે.
દર્શનમોહ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી ચારિત્રમોહ ટાળવાની આમાં વાત છે. ૮૦ મી ગાથામાં
કહેલો ઉપાય સમજીને જેણે મિથ્યાત્વમોહને દૂર કર્યો છે અને આત્માના સાચા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવો જીવ
જો રાગદ્વેષને છોડે છે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે. આચાર્યદેવ અસ્તિ–નાસ્તિથી કથન કરે છે. મોહનો નાશ કર્યો
તે નાસ્તિ અને સાચું આત્મસ્વરૂપ પામ્યો તે અસ્તિ છે. ત્યારપછી રાગદ્વેષ છોડવા તે નાસ્તિ અને શુદ્ધાત્માની
પ્રાપ્તિ તે અસ્તિ. જે શુદ્ધાત્મા જાણ્યો તે તરફ જેટલો ઢળું તેટલો લાભ છે, જેટલો પરાશ્રયભાવ થાય તેટલો
શુદ્ધોપયોગ લૂંટાય છે. સમ્યક્ આત્મતત્ત્વની પ્રાપ્તિ અને મિથ્યાત્વનો નાશ કર્યા પછી શુદ્ધાત્મસ્વરૂપમાં
એકાગ્રતારૂપ જે શુદ્ધભાવ છે તે જ શુદ્ધાત્માનું તત્ત્વ છે, જેટલા પુણ્ય–પાપભાવો થાય છે તે શુદ્ધાત્માનું તત્ત્વ નથી,
તે તો આત્માના શુદ્ધોપયોગને લૂંટનારા છે. પુણ્યપાપ રહિત આત્મતત્ત્વને પામીને જો શુભ અને અશુભ
ઉપયોગને છોડી દે છે તો જીવ શુદ્ધ આત્માને પામે છે. દર્શનમોહનો નાશ કરીને આખો આત્મા પ્રાપ્ત કર્યો છે પણ
હજી પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટી નથી. પૂર્ણ શુદ્ધદશા તો રાગ–દ્વેષના નાશથી થાય છે. અહીં પૂર્ણ શુદ્ધદશા પ્રગટે
તેને શુદ્ધાત્મ તત્ત્વનો અનુભવ કહ્યો છે. અધૂરી દશામાં કંઈક અંશે રાગાદિ અશુદ્ધ ભાવોનો પણ અનુભવ હોય
છે, એ અપેક્ષાએ ત્યાં શુદ્ધઆત્મ તત્ત્વનો અનુભવ નથી એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થતાં જ આખો
શુદ્ધાત્મસ્વભાવ તો પ્રાપ્ત થઈ ગયો. પરંતુ જ્યાં સુધી જીવ રાગ–દ્વેષને ન છોડે ત્યાં સુધી દ્રવ્ય–ગુણ–પર્યાયથી શુદ્ધ
આત્માનો અનુભવ થતો નથી. મૂળમાં તો આચાર્યદેવે અસ્તિથી જ વાત કરી છે કે જીવ જો રાગ–દ્વેષને છોડે છે
તો તે શુદ્ધાત્માને પામે છે. એટલે કે જેમણે પોતાના સમ્યક્ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એવા જીવો રાગ–દ્વેષ છોડે
જ છે ને શુદ્ધાત્માને પામે જ છે.
ટીકા
પામીને પણ, જો જીવ રાગદ્વેષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ આત્માને અનુભવે છે.”
પહેલાં સમ્યગ્દર્શન પછી સમ્યક્ચારિત્ર
પહેલાંં ૮૦ મી ગાથામાં દર્શનમોહના નાશનો ઉપાય બતાવીને હવે ચારિત્રમોહના નાશનો ઉપાય બતાવે
છે. પહેલાંં મિથ્યાત્વનો નાશ કર્યા પછી જ ચારિત્રમોહનો નાશ થાય છે, માટે પહેલાંં દર્શનમોહના ક્ષયનો ઉપાય
બતાવ્યા પછી ચારિત્રમોહના નાશનો ઉપાય બતાવે છે. મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ આત્મતત્ત્વની શ્રદ્ધા
પ્રગટ કરીને પણ, જો પર્યાયમાંથી શુદ્ધોપયોગવડે રાગદ્વેષને છોડે છે તો જ જીવ મુક્તિ પામે છે. રાગદ્વેષમાં એકતા
માનવાથી ધર્મ થતો નથી અને સ્વભાવમાં એકતા કરવાથી ધર્મ થાય છે–એમ સમ્યક્શ્રદ્ધા કરીને પણ જીવ
પોતાના ઉપયોગને સ્વદ્રવ્યમાં જ લીન કરે છે તો જ તે શુદ્ધ આત્માના અનુભવને પામે છે.
જ્યારે શુદ્ધોપયોગ કરે ત્યારે શુદ્ધાત્માનો અનુભવ થાય છે.
જો કે શુદ્ધાત્માનો અનુભવ તો ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન થતાં જ થાય છે, પરંતુ ત્યાં હજી સંપૂર્ણ
રાગદ્વેષ ટળી ગયા નથી તેથી, રાગને પોતાનું સ્વરૂપ નહિ માનતો હોવા છતાં જેટલા રાગદ્વેષાદિ અશુદ્ધભાવો
થાય છે તેટલો અશુદ્ધતાનો અનુભવ પણ હોય છે; માટે