Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
–તે બંનેનો આત્મા પોતાના સ્વભાવથી પ્રકાશક છે. આ સુકુમાર મુનિના શરીરને વાઘણ ખાઈ જાય છે તેનો, કે
બીજાના શરીરને ખાઈ જાય તેનો બંનેનો એક સરખા સ્વભાવથી મુનિનો આત્મા પ્રકાશક છે. જેમ બીજાનું
શરીર કપાય તેને જાણે છે તેમ પોતાનું (નજીકનું) શરીર કપાય તેને પણ જાણે જ છે. ચૈતન્યના પ્રકાશમાં દૂર કે
નજીક જે કાંઈ થાય તેને પોતાના સ્વભાવથી પ્રકાશે છે. નિશ્ચયથી પોતાના સ્વભાવથી પોતાને જ પ્રકાશે છે, ને
વ્યવહારથી પરને પ્રકાશે છે.
ભગવાનની દિવ્યવાણી અહીં થતી હોય કે દૂર મહાવિદેહમાં થતી હોય, તે સમીપને કે દૂરને આત્મા પોતાના
સ્વરૂપથી જ જાણે છે. કસાઈ અહીં નજીકમાં સામે જીવહિંસા કરતો હોય, કે દૂર કરતો હોય પણ આત્મા પોતાના
સ્વભાવના આશ્રયે તેનો જાણનાર છે. પરનો જાણનાર પણ વ્યવહારથી છે; ખરેખર આત્મા જડની–શરીરની
ક્રિયાનો કરનાર કે ટાળનાર નથી તેમ જ રાગનો ઉત્પાદક કે રાગનો સંહારક પણ ખરેખર નથી અને રાગનો
જાણનાર પણ પરમાર્થે નથી. પોતાના જ્ઞાનસ્વભાવથી પોતાના સ્વભાવનો જ જાણનાર છે. –આ નિશ્ચય છે.
આ શરીરમાં કેન્સર રોગ થાય કે બીજાના શરીરમાં થાય, બંનેને જાણવામાં કાંઈ ફેર નથી, આત્મા બંનેને
પોતાના જ્ઞાનસ્વભાવથી પ્રકાશે છે. ક્ષણિક રાગ કે દ્વેષ થાય તે શરીરના કેન્સરને જાણવાના કારણે થયા નથી.
આત્મા એક સમયના પર્યાય પૂરતો નથી. અહીં પર્યાયને ગૌણ કરીને વાત છે. અજ્ઞાની જીવ ક્ષણિક રાગના
ભરોસે ત્રિકાળી જાણનાર સ્વરૂપને ભૂલે છે. જ્ઞાની ત્રિકાળી છતી ચીજ–જ્ઞાનસ્વભાવના ભરોસે, ક્ષણિક હોવા
વાળા રાગાદિને અછતા કરી નાખીને, સ્વભાવના વિશ્વાસે બધાના જાણનાર છે.
આ તો આત્મસ્વભાવની ભાવના છે, સ્વભાવની ભાવનામાં પુનરુક્તિ દોષ હોય નહિ. જેમ ચોસઠપોરી
પીપર તૈયાર કરવા માટે સળંગ ચોસઠ પહોર સુધી લીંડીપીપરને ઘસ્યા જ કરે છે, તેમાં એક લસરકો લીધા પછી
બીજો લસરકો લેતાં કાંઈ પુનરુક્તિ જેવો દોષ લાગતો નથી, તેમ આત્મસ્વભાવની વારંવાર ભાવના કરતાં કાંઈ
દોષ લાગતો નથી. ઠેઠ કેવળજ્ઞાન થતાં સુધી સ્વભાવની ભાવના હોય, વચ્ચે વિસામા ન હોય–અટકવાનું ન
હોય. માટે આ જ્ઞાનસ્વભાવની વાત ફરી ફરી કહેવાય છે તેમાં પુનરુક્તિ દોષ નથી.
દીવાની સમીપમાં કોઈ સોનાના લાટા ખડકે તો તેથી કાંઈ દીવાનો પ્રકાશ વધી જતો નથી અને કોઈ
કોલસાનો ભૂક્કો કરે તો કાંઈ દીવાનો પ્રકાશ ઘટી જતો નથી. દીવો તો પોતાના સ્વભાવથી જ બધાનો પ્રકાશક
છે. સોના તરફ દીવાનો પ્રકાશ વધારે પડે અને કોલસા તરફ ઓછો પડે–તેમ નથી. પદાર્થો શુભ હો કે અશુભ હો
અને નજીક હો કે દૂર હો, પણ દીવો બધાને સમાનપણે પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા
ચૈતન્ય જ્યોત છે. દરેક આત્મા ચૈતન્ય જ્યોત છે, તે પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. પર પદાર્થોને કારણે આત્મા
જાણતો નથી. પોતે પોતાના સ્વરૂપને જાણતાં પર પદાર્થો પણ જણાય છે–એવો સ્વ–પર પ્રકાશક પોતાનો
સ્વભાવ જ છે. સમીપમાં હિંસાદિ ભાવો થતા હો કે દયાદિ ભાવો થતા હો તે બંનેનો પોતાના ચૈતન્યના આશ્રયે
આત્મા જાણનાર જ છે. જેમ પરજીવના રાગાદિને જાણે છે, તેમ પોતાની અવસ્થામાં થતા રાગાદિ પણ ખરેખર
પર વસ્તુ છે, તેને પણ પરની જેમ જાણનાર જ છે. રાગાદિને જાણતાં પોતાના સ્વભાવનો આશ્રય છોડીને
જાણતો નથી પણ સ્વભાવનો આશ્રય રાખીને જાણે છે. જેમ બીજાનું શરીર પર પદાર્થ છે તેમ આ નજીકનું શરીર
પણ પર પદાર્થ છે. બીજાના શરીરના કટકા થતા હોય કે પોતાના શરીરના કટકા થતા હોય તે બંનેને આત્મા
પોતાના ચૈતન્ય પ્રકાશથી પ્રકાશે છે. આમાં એકલી વીતરાગી દ્રષ્ટિ છે. જ્ઞાનીને રાગદ્વેષ થાય એ વાત જ નથી,
કેમ કે ત્રિકાળી ચૈતન્ય સ્વભાવના આશ્રયમાં રહીને, નજીકના કે દૂરના રાગ–દ્વેષને તે પોતાના સ્વરૂપથી જ
પ્રકાશે છે. નજીકના રાગાદિને જાણતાં કાંઈ ચૈતન્ય પ્રકાશમાં ફેરફાર થતો નથી. રાગાદિને જાણતાં ચૈતન્ય
પ્રકાશમાં ફેરફાર માનવો તે અજ્ઞાન છે. તેનું ફળ સંસાર છે.
ખરેખર જાણનાર સ્વભાવને કોઈ વસ્તુઓ શુભ કે અશુભ નથી, તેમ જ કોઈ વસ્તુઓ અનુકૂળ કે
પ્રતિકૂળ નથી. લોકોમાં નિંદાને અશુભ ને પ્રશંસાને શુભ કહેવાય છે, સાતાને અનુકૂળ ને રોગાદિને પ્રતિકૂળ
કહેવાય છે. તે બધાયને જ્ઞાન પોતાના સ્વરૂપથી જાણે છે, પરને જાણતાં પોતાના સ્વભાવનો આશ્રય છોડતું
નથી. આવા જ્ઞાનપ્રકાશ સ્વભાવની શ્રદ્ધા હોય તે જીવને મધ, માંસ, દારૂનો ખોરાક હોય નહિ. લીલોતરી
કાપવાના પરિણામ હોઈ શકે. લીલોતરી કાપવાના પરિણામને કે દયા પાળવાના