: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૦૫ :
પરિણામને જ્ઞાન જાણે જ છે. લડાઈમાં હજારોનો સંહાર થતો હોય તેને જાણે કે પૂંજણીથી પુંજવાની ક્રિયા થતી
હોય તેને જાણે–તે બંનેમાં કાંઈ ફેર નથી, જ્ઞાન તો પોતાના સ્વભાવનો જ આશ્રય રાખીને પોતાના સ્વરૂપથી જ
જાણે છે.
જેમ અનુકૂળતાને તેમ પ્રતિકૂળતાને પણ સ્વભાવના આશ્રયે જાણે જ છે. જેમ પરના શરીરમાં ગલત
રોગ થાય તેનો જાણનાર છે તે જ રીતે પોતાની નજીકમાં–પોતાના શરીરમાં ગલત રોગ થાય ને આંગળા ગળી
ગળીને તૂટી જાય–તે વખતે તેનો પણ જાણનાર છે.
બીજાની આંખ જાય કે પોતાની જાય–તેમાં કાંઈ ફેર નથી, તેનો આત્મા સ્વરૂપથી જ જાણનાર છે. આવા
ત્રિકાળ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધામાં–પ્રતીતિમાં–વિશ્વાસમાં રાગાદિની સમીપતા કે અસમીપતાથી ધર્મ કે અધર્મ નથી.
રાગાદિ હોય તેને પણ જ્ઞાન જાણે છે ને રાગાદિ ટળે તેને પણ જાણે છે, જ્ઞાન તેનું કરનાર કે ટાળનાર નથી, અને
ખરેખર પરમાર્થથી તો જ્ઞાન રાગાદિને જાણતું પણ નથી, કેમ કે જો ખરેખર રાગાદિને જાણે તો તે રાગમાં તન્મય
થઈ જાય.
હું મને જાણનાર છું એવી શ્રદ્ધામાં, વર્તમાનપર્યાય ત્રિકાળી ચૈતન્યસ્વભાવનો આદર કરે છે, ત્રિકાળી
સ્વભાવના આશ્રયથી તે જાણે જ છે, તેમાં તેને પુણ્ય–પાપની મદદ નથી તેમ જ પુણ્ય–પાપથી વિઘ્ન પણ નથી.
ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને જ્ઞાન જાણે છે તેને પર્યાયમાં પુણ્ય–પાપ હો તો વિરોધતા નથી ને પુણ્ય–પાપ
ટળે તો કાંઈ મદદ નથી. એકલી સ્વભાવદ્રષ્ટિ છે, એકલી સ્વભાવદ્રષ્ટિ રાખીને પુણ્ય–પાપ હોય તેને કે પુણ્ય–પાપ
ટળે તેને જ્ઞાની જાણે જ છે; તેને જાણવાં છતાં ધુ્રવ સ્વભાવનો આશ્રય જ્ઞાન છોડતું નથી.
પર્યાય એક સમય પૂરતો છે, ઉત્પન્નધ્વંસી છે. ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ ધુ્રવ છે. એક સમયના પર્યાયનો
આશ્રય કરીને જ્ઞાન જાણતું નથી, પણ ત્રિકાળનો આશ્રય કરીને જાણે છે. જ્યાં વર્તમાન વર્તતી દ્રષ્ટિ ત્રિકાળી
સ્વભાવનો આશ્રય લે છે ત્યાં પરમાં સમીપ કે અસમીપ કહેવા કોને? સ્વભાવમાં દ્રષ્ટિ વળી ત્યાં પુણ્ય–પાપ
સાથે પણ કાંઈ લાગતું વળગતું નથી; કેમકે દ્રષ્ટિએ તો ત્રિકાળી વસ્તુનો આશ્રય કર્યો છે ને ત્રિકાળી વસ્તુમાં
પુણ્ય–પાપ છે નહિ. પોતાના નિત્ય પ્રકાશક સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં નજીકના કે દૂરના પુણ્ય–પાપ સાથે કાંઈ
લાગતું વળગતું નથી, તેને આત્મા જાણે છે તે પણ વ્યવહાર છે. આવી શ્રદ્ધા–પ્રતીતિપૂર્વક ત્રિકાળી ચૈતન્ય
તરફના જોરમાં આત્મા પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. આવો વસ્તુસ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી, ને
તે સ્વભાવ પરમાં કાંઈ કરતો નથી.
પૂર્ણ સ્વભાવની પ્રતીતિમાં આખો ચૈતન્ય પ્રકાશે છે, પોતાના સ્વરૂપથી જ ચૈતન્ય પ્રકાશે છે તેને ફેરવવા
કોઈ દૂરના કે નજીકના પદાર્થો સમર્થ નથી. ત્રિકાળી સ્વભાવની પ્રતીતિ હોવા છતાં અવસ્થામાં જે અલ્પ રાગાદિ
થાય તો તેને પણ પોતાના ચૈતન્યસ્વરૂપથી જાણે જ છે. રાગ થયો તે કોઈ શુભ કે અશુભ પર પદાર્થોને કારણે
થયો નથી, અવસ્થાની નબળાઈથી થયો છે, તે નબળાઈ એક જ સમય પૂરતી છે, ત્રિકાળી સ્વભાવમાં નથી–
આમ એકલા ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ કાર્ય થયા કરે છે.
કોઈ કહે કે ‘આવી સમજણનું પાલન થવું કઠણ છે’ તો તે આ વાતને સમજ્યા નથી. એક સમયમાં પૂરો
સ્વભાવ છે તેવો જ આદર ને અપૂર્ણતાનો કે વિકારનો આદર નહિ, વિકાર થાય તેની ગૌણતા ને વિકારથી
સ્વભાવની અધિકતા રાખીને સ્વભાવના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન થયા અને અજ્ઞાન ટળ્યું–તે જ સમજણનું પાલન
છે. આવી સમજણ થઈ તેને દરેક સમયે સ્વભાવની અધિકતા છે ને રાગાદિની ગૌણતા છે–એ જ સમજણનું
આચરણ છે.
વર્તમાન વર્તતી અવસ્થા પૂર્ણની પ્રતીતિ અને આશ્રય કરે ને ધર્મ છે. ત્રિકાળી એકરૂપ ચૈતન્યસ્વભાવે છું
અને વિકારપણે નથી–એમ ત્રિકાળનો ભરોસો ન કરે અને ક્ષણિકનો ભરોસો કરે તો તે જીવને ધર્મદ્રષ્ટિ થતી નથી.
આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, રાગાદિથી જાણતો નથી. તેમ જ પોતાના સ્વરૂપને ચૂકીને એકલા
રાગાદિને જાણે તેવો પણ આત્માનો સ્વભાવ નથી. પોતાના સ્વભાવનું જ્ઞાન રાખીને રાગાદિને પણ જાણે છે
એટલે રાગાદિને જાણતાં પણ સ્વભાવની અધિકતા રહે છે, એ સમ્યગ્જ્ઞાન છે. અજ્ઞાની જીવ ત્રિકાળી પદાર્થને
અછતો કરીને ક્ષણિક પદાર્થને છતો કરે છે, ત્રિકાળીનો ભરોસો છોડીને ક્ષણિકનો ભરોસો કરે છે, આ અધર્મ છે.
અને જ્ઞાની એક સમય–પૂરતા ક્ષણિકભાવને અછતો કરીને અને ત્રિકાળીસ્વભાવને છતો કરીને તેના આશ્રયે
સ્વ–પરને પ્રકાશે છે. ત્રિકાળીદ્રવ્યના વિશ્વાસે ક્ષણિકને ગૌણ કરે છે. લૌકિકમાં પણ બોલાય છે કે ‘વિશ્વાસે વહાણ
તરે છે’ –એ તો બહારની