Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૨૧૪ : આત્મધર્મ : ૬૦
૧૦. ઉત્તમ બ્રહ્મચર્યધર્મ
લેખાંક : ૭
[શ્રી પદ્મનંદિપચીસીમાંથી દશ લક્ષણ ધર્મનાં વ્યાખ્યાનો] (અંક ૫૯થી ચાલુ)
આજે દશ લક્ષણ પર્વનો છેલ્લો દિવસ છે. આજે ઉત્તમ બ્રહ્મચર્યધર્મનો દિવસ ગણાય છે. ‘બ્રહ્મ’ એટલે
આત્માનો સ્વભાવ, તેમાં ચરવું–પરિણમવું–લીન થવું–તે બ્રહ્મચર્ય છે. વિકાર અને પરના સંગરહિત આત્મસ્વભાવ
કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહિ. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે, ધર્મ નથી, અને ઉત્તમ બ્રહ્મચર્ય તે
ધર્મ છે–રાગ નથી. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છૂટે નહિ. મારા સ્વભાવમાંથી જ મારી સુખદશા
પ્રગટે છે, મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી–એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની
રુચિ છૂટે નહિ. બહારમાં વિષયો છોડે પણ અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી, સ્ત્રી–ઘરબાર
છોડીને ત્યાગી થઈ જાય, અશુભભાવ છોડીને શુભ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધિ છે તેને
ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતાબુદ્ધિ તે જ અબ્રહ્મ પરિણતિ છે, અને
વિકારરહિત શુદ્ધ આત્મામાં પરિણામની એકતા તે જ બ્રહ્મ પરિણતિ છે. એ જ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે.
અહીં સમ્યગ્દર્શનપૂર્વક મુનિની ચારિત્રદશાના બ્રહ્મચર્યની વાત છે. જગતના સર્વ વિષયોથી ઉદાસીન
થઈને આત્મસ્વભાવમાં ચર્ચા પ્રગટી છે તેબ્રહ્મચર્ય છે અને તેના ફળમાં તેમને પરમાત્મપદ મળ્‌યે જ છૂટકો.
સ્વભાવમાં એકતા કરી અને પરથી નિરપેક્ષ થયા ત્યાં જે વીતરાગભાવ પ્રગટ્યો તે બ્રહ્મચર્યધર્મ છે. અહીં શ્રી
પદ્મનંદિ મુનિરાજ બ્રહ્મચર્યધર્મનું વર્ણન કરે છે–
સ્ત્રગ્ધરા
यत्संगाधारमेतच्चलति लघु च यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृति भ्रान्ति संसारचक्रम्।
ता नित्यं यन्मुमुक्षुर्यतिरमलमतिः शान्तमोहः प्रपश्ये–
ज्जामीः पुत्रीः सवित्रीरिवहरिणद्रशस्तत्परं ब्रह्मचर्यम्।।१०४।।
આ શ્લોકમાં ‘अमलमति’ શબ્દ ઉપર વજન છે. અમલમતિ એટલે પવિત્ર જ્ઞાન–સમ્યગ્જ્ઞાન. જેને
સમ્યગ્જ્ઞાન થયું છે એવા આત્માઓ કદાપિ સ્ત્રી આદિમાં સુખબુદ્ધિ ન કરે. આત્મામાં એકાગ્ર રહેનારા મુમુક્ષુઓ
અને મુનિઓ કદી સ્ત્રીનો સંગ–પરિચય ન કરે. સ્ત્રી આદિ વિષયોમાં સુખબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે, તેથી
અહીં આચાર્યદેવ કહે છે કે જેમ કુંભારના ચાકનો આધાર ખીલી છે અને તે ચાક ઉપર રહેલા માટીના પિંડના
અનેક આકાર થાય છે તેમ આ સંસારરૂપી ચાકનો આધાર સ્ત્રી છે અને સંસારમાં જીવ અનેક પ્રકારના વિકાર
કરીને ચાર ગતિમાં રખડે છે. જે મોક્ષાભિલાષી જીવ સમ્યગ્જ્ઞાનપૂર્વક વિષયોની રુચિ છોડીને તે સ્ત્રીઓને માતા
સમાન, બહેન સમાન કે પુત્રી સમાન જાણે છે તેને જ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું પાલન થાય છે. જેની નિર્મળ બુદ્ધિ
થઈ છે અને જેનો મોહ શાંત થઈ ગયો છે એવા બ્રહ્મચારી આત્માઓ કદાપિ સ્ત્રીસંગ ન કરે.
ઉપદેશમાં નિમિત્તની મુખ્યતાથી વચનો આવે, ત્યાં તેનો સાચો ભાવાર્થ સમજી લેવો જોઈએ. અહીં સ્ત્રીને
સંસારનો આધાર કહ્યો તે નિમિત્તની અપેક્ષાથી છે, ખરેખર સ્ત્રી કાંઈ જીવને રખડાવતી નથી પણ પોતાના
સ્વભાવથી ખસીને સ્ત્રીની સુંદરતામાં અને વિષયમાં જીવને રુચિ થઈ તે મિથ્યાત્વ પરિણતિ છે અને તે જ
સંસારનો આધાર છે. સ્વભાવની અપેક્ષા ને પરની ઉપેક્ષા તે બ્રહ્મચર્ય છે, ને તે મોક્ષનો આધાર છે. સમ્યગ્દર્શન
પહેલાંં પણ જિજ્ઞાસુ જીવોને વિષયોની મીઠાશ છૂટીને બ્રહ્મચર્યનો પ્રેમ હોય. જેને અંતરમાં વિષયોની મીઠાશ પડી
છે તે જીવને ચૈતન્યતત્ત્વની પ્રીતિ નથી. ચૈતન્યનો સહજાનંદ વિષયરહિત છે. તે સહજ–આનંદમય
ચૈતન્યસ્વરૂપની રુચિ છૂટીને જેને ઇંદ્રાણી વગેરે પ્રત્યેના રાગમાં મીઠાશ આવે છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે.
નિમિત્તોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં એકતા કરવી તે બ્રહ્મચર્ય છે, તે મુક્તિનું કારણ છે; અને આત્માને
નિમિત્તોની અપેક્ષા છે એવી પરાશ્રિતદ્રષ્ટિ તે વિષય છે અને તે સંસારનું કારણ છે.
આત્મસ્વભાવના ભાન વગર સ્ત્રી છોડીને બ્રહ્મચર્ય પાળે તો તે પુણ્યનું કારણ છે. પણ તે ઉત્તમ
બ્રહ્મચર્યધર્મ નથી, ને તેનાથી કલ્યાણ નથી. વિષયોમાં સુખબુદ્ધિ અથવા નિમિત્તની અપેક્ષાનો ઉત્સાહ તે સંસારનું
કારણ છે. અહીં જેમ પુરુષને માટે સ્ત્રીને સંસારના કારણરૂપ કહી છે તેમ સ્ત્રીઓને પણ પુરુષની રુચિ તે
સંસારનું કારણ છે.