સ્વભાવદ્રષ્ટિથી સ્વભાવનો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ. સ્વભાવદ્રષ્ટિ છોડીને મિથ્યાત્વથી સ્ત્રી આદિમાં સુખ
માન્યું ત્યારે સ્ત્રીને સંસારનું કારણ કહેવાયું. સ્ત્રી આદિ નિમિત્તના આશ્રયે રાગ કરીને એમ માને કે ‘આમાં શું
વાંધો છે?’ અથવા તો ‘આમાં સુખ છે’–એમ માનનાર જીવ સ્વભાવનો આશ્રય ચૂકીને સંસાર–માં રખડે છે.
આત્માનો શુદ્ધ ઉપાદાન સ્વભાવ તો પરમ આનંદનું કારણ છે; પણ તેને ભૂલીને નિમિત્તનો આશ્રય કર્યો તેથી તે
નિમિત્તને જ સંસારનું કારણ કહ્યું છે. એ ક્ષણિક સંસારભાવ જીવના સ્વભાવના આધારે થતા નથી–પણ
નિમિત્ત–ના આધારે થાય છે એમ બતાવવા માટે સ્ત્રીને સંસારનો આધાર કહ્યો છે. જેમ નાની ખીલીના આધારે
ચાક ઘૂમે છે તેમ પોતાની પરિણતિમાં ઊંડે ઊંડે પરાશ્રયમાં સુખ માને છે, તે માન્યતારૂપી ધરી ઉપર જીવ અનંત
પ્રકારના સંસારમાં ભમે છે, જીવના સંસારચક્રની ધરી મિથ્યાત્વ છે.
નિમિત્તનો–પુણ્ય–નો–વ્યવહારનો આશ્રય માન્યો તે જ મૈથુન છે; પુણ્ય–પાપ ભાવોની રુચિ તે જ મહાન ભોગ
છે. તેને બહારમાં સંયોગ કદાચ ન દેખાય પણ અંતરમાં તો ક્ષણે ક્ષણે વિકારનો જ ભગવટો કરે છે.
શાસ્ત્રોમાં તેની વાત મુખ્યપણે હોતી નથી, પણ ગૌણપણે તેની ભૂમિકા મુજબ સમજવું. સ્ત્રીને માટે પુરુષના
સંગની રુચિ તે સંસારનું કારણ છે.
વાડ તોડવામાં શું વાંધો છે? સ્ત્રી આદિના પરિચયમાં શું વાંધો છે’–આવા કુતર્કથી જો રુચિપૂર્વક બ્રહ્મચર્યની વાડ
તોડે તો તે જીવ જિન–આજ્ઞાનો ભંગ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. ‘પરદ્રવ્ય નુકશાન કરતું નથી માટે બ્રહ્મચર્યની
વાડનો ભંગ કરવામાં બાધ શું છે?’ એટલે કે સ્વદ્રવ્યનું અવલંબન છોડીને પરદ્રવ્યને અનુસરવામાં બાધ શું
છે?–આવી બુદ્ધિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હે સ્વચ્છંદી! પરદ્રવ્ય નુકશાન કરતું નથી–એ વાત તો એમ જ છે
પરંતુ એ જાણવાનું પ્રયોજન તો પરદ્રવ્યથી પરાઙમુખ થઈને સ્વભાવમાં વળવાનું હતું કે પરદ્રવ્યોને સ્વચ્છંદપણે
અનુસરવાનું હતું? જેમ પરદ્રવ્ય નુકશાન કરતું નથી તેમ પરદ્રવ્યથી તને લાભ પણ થતો નથી–આમ
સમજનારને પરના સંગની ભાવના જ કેમ હોય? પરથી નુકશાન નથી માટે પરનો સંગ કરવામાં બાધ નથી–
આવી જેની ભાવના છે તે સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે, તે તત્ત્વને સમજ્યો નથી. જે તત્ત્વજ્ઞાન વીતરાગતાને પોષે છે
તે તત્ત્વજ્ઞાનની ઓથે સ્વચ્છંદી જીવ પોતાના રાગને પોષે છે, તેને કદી તત્ત્વજ્ઞાન સાચું પરિણમતું નથી. ‘અહો!
મારા આત્માને પરથી કાંઈ લાભ કે નુકશાન નથી’ એમ સમજતાં તો પરની ભાવના છૂટીને સ્વભાવની ભાવના
થાય. તેને બદલે, જેને સ્વભાવની ભાવના ન થઈ ને પરના સંગની રુચિ થઈ–તે મિથ્યાદ્રષ્ટિ છે, વીતરાગ
માર્ગથી ભ્રષ્ટ છે, તેણે વિકારને વિઘ્નકારક માન્યો નથી. પહેલાંં તો સ્ત્રી આદિના સંગથી પાપ માનીને તેનાથી
ભયભીત રહેતો, અને હવે તો પરથી નુકશાન નથી એમ માનીને ઊલટો નિઃશંકપણે રાગના પ્રસંગમાં જોડાઈને
સ્વચ્છંદને પોષે છે, તેવા જીવને વિકાર અને સ્વભાવનું ભેદજ્ઞાન કરવાનો મહિમા નથી. તેનામાં સત્ સમજવાની
કે સાંભળવાની પણ પાત્રતા નથી.
ભાવ આવે–એમ બને નહિ. કોઈ જીવ બ્રહ્મચર્યની વાડ તોડીને સ્ત્રીનો સંગ–પરિચય કરે, તેની સાથે એકાંતવાસ