Atmadharma magazine - Ank 060
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
: ૨૧૬ : આત્મધર્મ : ૬૦
સેવે અને એમ કહે કે ‘હું તો બ્રહ્મચર્યની પરીક્ષા કરું છું!’ તો એવો જીવ પરાશ્રયની રુચિથી સંસારમાં રખડશે. હે
ભાઈ! તને સ્ત્રીનો પરિચય કરવાની હોંશ થઈ ત્યાં જ તારી પરીક્ષા થઈ ગઈ છે કે તને બ્રહ્મચર્યનો ખરો રંગ
નથી. તારે પરીક્ષા કરવી હોય તો સ્વભાવના આશ્રયે કેટલો વીતરાગભાવ ટકે છે તે ઉપરથી પરીક્ષા કર.
અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક મુનિઓને કેવું ઉત્તમ બ્રહ્મચર્ય હોય તેની ઉત્કૃષ્ટ વાત છે. ખરેખર તો
વીતરાગભાવ તે જ ધર્મ છે, પણ તેની પૂર્વે નિમિત્તરૂપે બ્રહ્મચર્યનો શુભરાગ હતો. તેને છોડીને વીતરાગભાવ
થયો એમ બતાવવા તે વીતરાગભાવને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહ્યો છે. મુનિરાજને જ્યારે શુદ્ધોપયોગમાં રમણતા ન
રહે અને વિકલ્પ ઊઠે ત્યારે બ્રહ્મચર્ય વગેરે પંચમહાવ્રત પાળે છે; તે વખતે કદાચ સ્ત્રી તરફ લક્ષ જાય તો કોઈ
અશુભવૃત્તિ ન થતાં તે પ્રત્યે માતા, બહેન કે પુત્રી તરીકેનો વિકલ્પ થાય અને તે શુભવિકલ્પનો પણ નિષેધ
વર્તતો હોય છે. તેથી ત્યાં પણ ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે. સ્ત્રી આદિ પરલક્ષે જે શુભવિકલ્પ ઊઠ્યો છે તે તો રાગ છે,
તે પરમાર્થે બ્રહ્મચર્ય નથી, પણ ત્રિકાળી શુદ્ધસ્વભાવની રુચિના જોરે તે સ્ત્રીઆદિ તરફના વિકલ્પની રુચિ
ઉડાડતો વિકલ્પ થયો છે તેથી તેને બ્રહ્મચર્ય કહેવાય છે. અને તે વિકલ્પ પણ છેદીને સાક્ષાત્ વીતરાગભાવ
પ્રગટાવવો તે પરમાર્થે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે, તે કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ છે.
સ્વભાવદ્રષ્ટિ છોડીને જેણે સ્ત્રીમાં જ સુખ માન્યું છે તેને અનંત સંસારનું ભ્રમણ થાય છે, અને તેને માટે સ્ત્રી
જ સંસારનું કારણ છે એમ કહેવામાં આવે છે. ભરતચક્રવર્તી ગૃહસ્થદશામાં ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ હતા અને હજારો
રાણીઓ હતી છતાં તેમાં સુખની માન્યતા સ્વપ્નેય ન હતી; તેમજ તેમાં જે રાગ હતો તેને પણ પોતાનું સ્વરૂપ માનતા
નહિ. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તે રાગ છેદીને ત્યાગી થઈ તે જ ભવે કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા.
એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે–એવી જે બે પદાર્થના સંબંધની બુદ્ધિ તે વ્યભિચારિણી બુદ્ધિ છે, તે
મિથ્યાત્વ છે, તે જ અબ્રહ્મચર્ય છે અને તે જ ખરેખર સંસારપરિભ્રમણનો આધાર છે. જેને એક પણ અન્ય
દ્રવ્યની સાથે સંબંધની વૃત્તિ છે તેને ખરેખર બધાય પદાર્થોમાં એકત્વબુદ્ધિ રહેલી છે, તેને ભેદજ્ઞાન નથી, અને
ભેદજ્ઞાન વગર બ્રહ્મચર્યધર્મ હોતો નથી. માટે, આચાર્યદેવ કહે છે કે, સ્વપરનું ભેદજ્ઞાન કરીને,–સ્ત્રી આદિમાં સુખ
કિંચિત્ નથી એમ સમજીને બ્રહ્મચારી–સંતો–મુમુક્ષુઓએ સ્ત્રી આદિ સામું જોવું નહિ. તેનો પરિચય–સંગ કરવો
નહિ. સર્વ પર દ્રવ્યો તરફની વૃત્તિ તોડીને સ્વભાવમાં સ્થિરતાનો અભ્યાસ કરવો:
હવે આચાર્યદેવ વીતરાગી બ્રહ્મચારી પુરુષોનો મહિમા બતાવે છે–
માલિની
अविरतमिह तावत्पुण्यभाजो मनुष्या
हृदिविरचितरागाः कामिनीनां वसन्ति।
कथमपि न पुनस्ता जातु येषां तदंघ्री
प्रतिदिनमतिनमास्तेऽपि नित्यं स्तुवन्ति।।१०५।।
આચાર્યદેવ પુણ્ય અને પવિત્રતાને જુદા પાડીને સમજાવે છે. આ સંસારમાં જેને સ્ત્રીઓ ચાહે એવું સુંદર
રૂપ વગેરે છે તે પુણ્યવંત છે; પરંતુ એવા પુણ્યવંતો–ઇંદ્રો, ચક્રવર્તીઓ વગેરે–પણ, જેમના હૃદયમાં સ્ત્રી સંબંધી
જરાપણ વિકલ્પ નથી એવા વીતરાગી સંતના ચરણમાં શીર ઝૂકાવી ઝૂકાવીને નમસ્કાર કરે છે. માટે પુણ્ય કરતાં
પવિત્રતાજ શ્રેષ્ઠ છે. તેથી જીવોએ પુણ્યની અને તેના ફળની–સ્ત્રી આદિની–રુચિમાં ન રોકતાં આત્માના
વીતરાગી સ્વભાવની રુચિ અને મહિમા કરવો.
જે પુરુષનું શરીર રૂપાળું છે તેનો સ્ત્રીના હૃદયમાં વાસ છે અને તે પુણ્યવંત છે. પણ એવા પુણ્યવંતો ય
પવિત્રતા પાસે નમી જાય છે. જેમના હૃદયમાં સ્ત્રીઓ સ્વપ્ને પણ વાસ કરતી નથી, સ્ત્રી–સંબંધી જેને વિકલ્પ
નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ થયા છે તે પુરુષો જ આ
જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઇંદ્રો અને ચક્રવર્તી વગેરે મોટા પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી
ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે. સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો
ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
ઇંદ્રાણી ઇંદ્રને ચાહે છે, પદ્મિણી સ્ત્રી (સ્ત્રી રત્ન) ચક્રવર્તીને ચાહે છે, એ રીતે સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે
અને પુણ્યવંતને જગતના જીવો શ્રેષ્ઠ માને છે, પરંતુ તે ચક્રવર્તી વગેરે પુણ્યવંત પુરુષો પણ મુનિરાજ વગેરે