Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૧ :
પૂર્વક એકબીજાની અપેક્ષા લાગું થાય, અને દ્રવ્ય–ગુણના આશ્રયે પર્યાય છે એમ કહેવાય. નિરપેક્ષતા વગરનું
એકલું સાપેક્ષ સિદ્ધ થાય નહિ. અત્યારે પર્યાયની પણ પ્રભુતા બતાવવી છે; જો પર્યાયને દ્રવ્ય–ગુણનો આશ્રય
માનો તો પર્યાયની પ્રભુતા નથી રહેતી: અહો દ્રવ્યનો દરેક અંશ સ્વતંત્ર પ્રતાપે શોભે છે, આવી પ્રતીત કરનારને
સ્વભાવનો જ આશ્રય થાય છે. રાગનો આશ્રય માને તોય આત્માનો પ્રતાપ અખંડ નથી રહેતો.
આત્માની પ્રભુત્વશક્તિએ દ્રવ્યને, ગુણને ને પર્યાયને–ત્રણેને ટકાવી રાખ્યાં છે. એકલા પ્રભુત્વગુણમાં જ
પ્રભુતા છે–એમ નથી, પણ આખા દ્રવ્યમાં પ્રભુતા છે, દ્રવ્યના દરેક ગુણમાં પ્રભુતા છે ને તેના દરેક પર્યાયમાં
પ્રભુતા છે. આવી પોતાની પ્રભુતાની જેને પ્રતીત થઈ તેને જયવંત એવું કેવળજ્ઞાન પ્રગટ્યા વગર રહે નહિ.
આ રીતે, દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી આત્માની અખંડ પ્રભુતા બતાવી તે આ બેસતા વર્ષનું
અપૂર્વ માંગળિક છે.
• • •
(૧૫) હવે આ સમયસારના મંગળ–શ્લોકનો વિસ્તાર થાય છે. આ કળશમાં આચાર્યભગવાન કહે છે
કે–આ આત્માનો ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે. જેણે પોતાના આત્માની શ્રદ્ધામાં જરાય કચાશ આવવા દીધી
નથી તેને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટે છે, તે જ ચૈતન્યચમત્કાર છે. તે કેવળજ્ઞાન જયવંત વર્તો એમ અહીં
માંગળિક કર્યું છે.
સમ્યક્શ્રદ્ધાએ આખા આત્માની પ્રભુતાની પ્રતીત કરી છે. પર્યાયની પ્રભુતાએ આખા દ્રવ્યની પ્રભુતાનો
સ્વીકાર કર્યો છે; તે દ્રવ્યના જ લક્ષે એકાગ્ર થઈને વારંવાર અનુભવ કરતાં પર્યાયમાં જેણે કેવળજ્ઞાન પ્રગટ્યું છે
તેનું ચૈતન્ય તેજ જયવંત વર્તે છે. એમ કહેવામાં પોતાના અપ્રહિત કેવળજ્ઞાનની ભાવના છે.
(૧૬) આત્માનું કેવળજ્ઞાનપ્રભાત કેવું છે? જેના સહજ તેજઃપુંજમાં ત્રણલોકના પદાર્થો જણાય છે.
કેવળજ્ઞાનનું તેજ સહજ છે, પોતાના સ્વભાવરૂપ છે, તેમાં કોઈ પરનો આશ્રય નથી. કેવળજ્ઞાન સહજ છે ને તેનું
કારણ સહજ છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ સહજ પોતાના સ્વભાવથી છે ને તેનો પર્યાય પણ સહજ છે. અહીં તો એમ
કહ્યું કે પર્યાયનો–સ્વભાવ સહજ છે; તેને પૂર્વ પર્યાયની, નિમિત્તની કે રાગાદિની અપેક્ષા નથી. પૂર્વે મોક્ષમાર્ગની
દશા હતી તેનાથી કેવળજ્ઞાનદશા પ્રગટી નથી પણ તે સમયનો પર્યાયનો જ તે સહજ પ્રતાપ છે. તે પર્યાય તે
સમયના પોતાના અખંડ પ્રતાપથી જ પરની અપેક્ષા વગર કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો છે, તે સમયનો તે પર્યાયનો
તેવો જ સ્વકાળ છે. તે પર્યાય પણ સત્ છે. પહેલાંં કેવળજ્ઞાનદશા ન હતી તે અપેક્ષાએ તેને નવી પ્રગટી કહેવાય;
પણ ખરેખર તો દ્રવ્યના ત્રિકાળી પર્યાયમાં તે અવસ્થા સત્ હતી તે જ પ્રગટી છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે
તે નવું જ પ્રગટે છે, મતિ–શ્રુત વગેરે ચાર જ્ઞાન ભલે કેવળજ્ઞાનની જાતના છે, પણ તે ચારે જ્ઞાન અપૂર્ણ છે–
વિભાવરૂપ છે, અને કેવળજ્ઞાન તો સ્વભાવરૂપ છે. ચાર જ્ઞાનમાં નિમિત્ત તરીકે કર્મના આવરણનો સદ્ભાવ છે,
પણ કેવળજ્ઞાનમાં તો કર્મના આવરણનો તદ્ન અભાવ છે. એવું કેવળજ્ઞાન પ્રગટ થયું તે તે પર્યાયનું સ્વાભાવિક
સામર્થ્ય છે. પર્યાયનો પણ સ્વતંત્ર સ્વભાવ છે. દ્રવ્ય–ગુણના કારણે પર્યાય થયો નથી. જો દ્રવ્ય–ગુણના કારણે
કેવળજ્ઞાનપર્યાય થયો હોય તો બીજા બધા જીવોને પણ તે વખતે દ્રવ્ય–ગુણ તેવા જ છે, છતાં તેમને તે વખતે
કેવળજ્ઞાનપર્યાય કેમ ન થયો? બે જીવને મનઃપર્યયજ્ઞાન હોય, ને બેમાંથી એકને કેવળજ્ઞાન થયું ને બીજાને તે
વખતે કેવળજ્ઞાન ન થયું તેનું કારણ કોણ? બસ, પર્યાયનો તે તે સમયનો સ્વભાવ જ છે, એ સિવાય ભિન્ન કોઈ
કારણ નથી. અત્યારે ‘પર્યાય પણ નિરપેક્ષ છે’ એમ બતાવવું છે, તેથી એમ કહ્યું કે પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે,
તેનું કારણ દ્રવ્ય–ગુણ નથી પણ જ્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયની સાપેક્ષતા વર્ણવવી હોય ત્યારે દ્રવ્ય–ગુણને જ
પર્યાયનું કારણ કહેવાય છે. પર્યાય તે દ્રવ્ય–ગુણમાંથી આવે છે, દ્રવ્ય–ગુણનું જ પરિણમન તે પર્યાય છે. જ્યારે જે
અપેક્ષા ચાલતી હોય ત્યારે તે અપેક્ષાએ વસ્તુસ્વરૂપ સમજવું જોઈએ.
આત્માના એકેક પર્યાયમાં પણ પ્રભુત્વ છે, એકેક સમયના અંશની સ્વતંત્ર શોભા છે. ગુણને લીધે પર્યાય
થયો–એમ કહો તો પર્યાયની સ્વતંત્રતાના અખંડ પ્રતાપમાં વાંધો આવે છે, નિરપેક્ષપણે એકેક સમયની
સ્વતંત્રતાથી આત્મા શોભી નીકળે છે–એવો આત્માની પ્રભુતાનો પ્રતાપ છે.
આત્માનું કેવળજ્ઞાન તેજ સહજ છે, એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લે એવો તે એક સમયના