Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૩:
પ્રભુતાનો વિશ્વાસ આવ્યો તેના આત્મામાં સમ્યગ્દર્શનરૂપી પરોઢિયું થયું–અંશે સુપ્રભાત શરૂ થયું, હવે
અલ્પકાળમાં સુપ્રભાત થશે ને ઝળહળતો કેવળજ્ઞાન સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવો ચૈતન્ય ચમત્કાર
જયવંત વર્તે છે.
(૨૨) આત્મામાં પ્રભુત્વ સ્વભાવ છે. આત્માનો એકેક પર્યાય પણ સત્ અહેતુક સ્વતંત્ર પ્રતાપથી શોભે
છે. આત્માના પ્રભુત્વ સ્વભાવનું ભાન અને એકાગ્રતા કરતાં જે કેવળજ્ઞાન પ્રગટ્યું તે કેવળજ્ઞાનની પ્રભુતા પાસે
લોકાલોક પણ અલ્પ થઈ ગયા. સ્વભાવના આશ્રયે જ્ઞાનની બેહદતા ખીલી નીકળી ત્યાં લોકાલોકની હદ આવી
ગઈ, જ્ઞાન લોકાલોકનો પાર પામી ગયું. આવા જ્ઞાનસ્વભાવના ભાનમાં માંગળિક જ છે, સ્વભાવ તરફ વળીને
એકાગ્ર થયો ત્યાં અમાંગળિક કાંઈ રહે જ નહિ.
(૨૩) આત્મામાં જ પ્રભુતા છે, કોઈ બીજાની સહાય વગર પોતે પોતાથી પૂરો છે, પણ જેને પોતાના
આત્માની પ્રભુતાનો વિશ્વાસ નથી તે જીવ બહારની વસ્તુઓથી પોતાની મોટાઈ કે સુખ માને છે, અને તેથી
બહારની વસ્તુઓ મેળવવાની ભાવના કરે છે. આજે બેસતા વરસના પ્રભાતે અજ્ઞાની લોકો લક્ષ્મી, બાયડી–
છોકરાં, શરીરની નીરોગતા, વસ્ત્ર વગેરે બહારની વસ્તુઓને મેળવવા માગે છે. પણ આચાર્યભગવાન કહે છે
કે ભાઈ, તું જ્ઞાન છો, તારી પ્રભુતા તારામાં છે. તારા જ્ઞાનમાં એવી પ્રભુતા છે કે બધાને જાણે. પણ તારા
જ્ઞાનમાં તું લક્ષ્મી વગેરે પરવસ્તુને મેળવવાનું માને તે અજ્ઞાન છે. જ્ઞાન કદી પરવસ્તુને મેળવી શકતું નથી,
અને પરવસ્તુ કદી જ્ઞાનમાં આવતી નથી. આ લોકમાં તો અનંતાનંત પર પદાર્થો છે, તેમાંથી તું લક્ષ્મી વગેરે
થોડા પદાર્થો મેળવવા માગીશ તો તારું જ્ઞાન તે થોડા પદાર્થોના લક્ષે વિકારમાં અટકી જશે; અને તે અટકેલું
જ્ઞાન એક પદાર્થને પણ યથાર્થ જાણી નહિ શકે. માટે તું થોડીક પરવસ્તુને મેળવવાની ભાવના છોડીને,
જ્ઞાનસ્વભાવના લક્ષે એકાગ્ર થઈને તારા જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞેય તરીકે મેળવ ને! કોઈ આત્મામાં
કાંઈ પર પદાર્થો પ્રવેશી જતા નથી, માત્ર જ્ઞાનમાં જણાય છે. પોતાના જ્ઞાનસ્વભાવના વિશ્વાસે જેને કેવળજ્ઞાન
ખીલ્યું તેને આખા લોકના પદાર્થો જ્ઞેય તરીકે મળ્‌યા. કેવળ–જ્ઞાન થતાં એક પણ પદાર્થ જ્ઞાનમાં જણાયા સિવાય
ન રહે. અજ્ઞાની એકેક વસ્તુ મેળવવાની ભાવનામાં અટકે છે તેને બદલે અહીં તો જ્ઞાનમાં જ્ઞેય તરીકે એક સાથે
ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો મળી જાય–એવી વાત કરી. આનું નામ સુપ્રભાત માંગલિક! જ્ઞાનીઓ આવા
કેવળજ્ઞાન સુપ્રભાતની ભાવના કરે છે. લક્ષ્મી વગેરે બહારની વસ્તુઓ તો ‘ધૂળધમાહા’ છે, તેની ભાવના
જ્ઞાની કરતા નથી.
ખરેખર કોઈ જીવ પર વસ્તુને મેળવતો કે ભોગવતો નથી. અજ્ઞાની પર વસ્તુને મેળવવાની કે
ભોગવવાની ભાવના કરે છે; પણ તે અજ્ઞાનીના આત્મામાં કાંઈ પરવસ્તુ આવી જતી નથી. અજ્ઞાની પણ
ખરેખર તો તેને જાણે જ છે, પણ પરને જાણતાં ‘આ મારું, આનું હું કરું, આને હું ભોગવું’ –એમ મોહભાવ
સહિત જાણે છે. પરંતુ તે કાંઈ પરને પકડતો કે ભોગવતો નથી. તો સંપૂર્ણ જ્ઞાની રાગ–દ્વેષ–મોહ વગર એક સાથે
ત્રણકાળ ત્રણલોકને જાણે જ છે. અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થો
તેને જ્ઞેય તરીકે એક સાથે મળે અને સદાય એમ ને એમ રહ્યા જ કરે–એવી વાત કરી. પરને મેળવવાની ભાવના
કરશે તેને એક પણ પદાર્થનું જ્ઞાન યથાર્થ નહિ થાય, એટલે તેના જ્ઞાનમાં એક પણ પદાર્થ નહિ મળે. અને
પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થતાં એક સાથે સર્વ પદાર્થો જ્ઞાનમાં નિમગ્ન થઈ
જાય છે. –જ્ઞેય તરીકે મળે છે.
(૨૪) હવે, પરની ભાવના જીવ ક્યારે ન કરે? જો પોતાના આત્મામાં પૂરેપૂરી પ્રભુતા છે તે જાણે તો તે
સ્વભાવની જ ભાવના કરે ને પરની ભાવના ન કરે. પણ જો સ્વભાવની પ્રભુતાને જાણે નહિ ને અપૂર્ણતા કે
વિકારને પોતાનું સ્વરૂપ માને તો તે જીવ કદી પરને મેળવવાની ભાવના છોડે નહિ, ને તેના જ્ઞાનમાં ત્રણકાળ
ત્રણલોક કદી જ્ઞેય તરીકે મળે નહિ.
(૨૫) જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય ત્યાં, કાંઠે ઊભેલો માણસ ‘આ મારું પાણી છે’ એમ
માનીને તેને રોકી રાખવા માગે તો તે મૂર્ખ છે, પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે; તેમ આ જગતના બધા
પદાર્થો પોતાના પર્યાયરૂપી પ્રવાહમાં ચાલ્યા જ જાય છે, –દરેક પદાર્થ ક્ષણે ક્ષણે પોતાના પર્યાયમાં પરિણમ્યા જ કરે
છે. તેને જાણવાનો જીવનો સ્વભાવ છે; તેને જાણતાં અજ્ઞાની જીવ ‘આ મારું છે, હું તેનો કર્તા છું’ એમ માનીને
પરને પકડી રાખવા માંગે છે, પરંતુ તે જીવ એક પણ પદાર્થને પકડી રાખી નહિ શકે. પણ તે પક્કડ