Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૫:
વસ્તુનું પ્રતિબિંબ ઝળકતું નથી. જ્ઞાન તો અરૂપી છે. તેમાં પરવસ્તુ કઈ રીતે ઝળકે? માત્ર જ્ઞાનમાં બધું જાણવાનું
સામર્થ્ય પ્રગટી ગયું છે અને બધા પદાર્થો જ્ઞાનમાં જણાઈ જાય છે તે અપેક્ષાએ એ કથન છે.
(૨૯) વળી તે કેવળજ્ઞાનદશામાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ ઉપલબ્ધિ છે; સ્વરૂપના
અનુભવમાં જરાય ભંગ પડતો નથી. કેવળજ્ઞાન થતાં આત્માનો નિજ સ્વભાવ એવો ફેલાયો છે કે તેમાં એક
સાથે બધું જણાય છે, પૂર્ણજ્ઞાન પ્રગટ્યું છે જે પૂર્ણપર્યાયનો અનુભવ પ્રગટ્યો તે અનુભવ શાશ્વત એવો ને એવો
રહેવાનો, તેનો કદી નાશ થવાનો નથી. શાશ્વત સ્વભાવના આશ્રયે જે પૂર્ણદશા પ્રગટી તે પણ શાશ્વત એવી ને
એવી જ થયા કરશે. ત્રિકાળી દ્રવ્ય–ગુણની પ્રતીતના જોરે જે પૂરી દશા પ્રગટી તેને અહીં અછિન્ન તત્ત્વ ઉપલબ્ધિ
કીધી છે, તેમાં નિમિત્તરૂપે પણ કોઈ કર્મનું વિઘ્ન નથી. તે કોઈ બહારના આશ્રયે નથી પ્રગટી પણ તેમાં
નિજરસનો જ ફેલાવ છે. જ્ઞાનનો વિકાસ થઈને બહાર તેનો ફેલાવ થાય એમ નથી પણ તે જ્ઞાન સ્વભાવમાં જ
સમાય છે. તેને કોઈ કર્મ વગેરેની ઉપાધિ નથી.
(૩૦) આત્માને દ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં અનાદિ અનંત પ્રભુતા છે. અધૂરી દશા, કે વિકારી દશા
કોઈ પરના કારણે થઈ નથી પણ પર્યાયની તે વખતની એક સમયની સ્વતંત્ર લાયકાતથી થઈ છે. વિકારી દશા,
અધૂરી દશા, કે પૂરી દશા તે ત્રણેમાં પર્યાયની પ્રભુતા છે, ને તે દરેક વખતે દ્રવ્ય–ગુણની ત્રિકાળી પ્રભુતા છે.
એકેક પર્યાયની પણ પ્રભુતા જે સ્વીકારે તેને દ્રવ્ય–ગુણ–પર્યાયની પૂર્ણતાની પ્રતીત આવ્યા વગર રહે નહિ એટલે
તેનો પર્યાય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તરફ જ ઢળ્‌યા વગર રહે નહિ. ત્રિકાળી–સ્વભાવના લક્ષે એકાગ્ર થતાં વિકલ્પ
તૂટીને સ્વભાવની શ્રદ્ધા થયા વગર રહે નહિ.
(૩૧) કેવળજ્ઞાનની જ્યોત અત્યંત નિયમિત છે. કેવળજ્ઞાન સાથે અનંત વીર્ય પ્રગટ્યું છે તેથી તે
કેવળજ્ઞાન નિષ્કંપ એવું ને એવું રહે છે. દીવાની જ્યોત નિયમિત નથી હોતી પણ કંપાયમાન અને વધ–ઘટ થાય
છે, પણ આ ચૈતન્યચમત્કાર કેવળજ્ઞાનની જ્યોત સાદિ અનંત નિશ્ચળ છે, તે વધ–ઘટ થતી નથી. સદાકાળ એક
સાથે બધું જાણ્યા જ કરે છે. તે કેવળજ્ઞાન પર્યાયમાં અગુરુલઘુગુણથી છ પ્રકારની હાનિ–વૃદ્ધિ થાય છે છતાં પણ
તે અત્યંત નિયમિત છે, તે દશામાં વધ–ઘટ થતી નથી. છદ્મસ્થ સંસારદશામાં તો ઘડીકમાં દાન વગેરે દેવાનો
ઉત્સાહ આવે અને ઘેર જાય ત્યાં પાછો અનુત્સાહ થઈ જાય, પહેલાંં કાંઈક જાણ્યું હોય ને પાછો ભૂલી જાય,
પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી વધે–એમ ફેરફાર થયા કરે છે, તેથી તે અનિયમિત છે અને કેવળજ્ઞાન થતાં
જ્ઞાનજ્યોત નિયમિત થઈ ગઈ છે.
(૩૨) અત્યંત નિયમિત જ્યોત કહીને અહીં પર્યાયનું વીર્ય બતાવ્યું છે. પોતાના સ્વરૂપની એટલે કે
સ્વભાવ સામર્થ્યની રચના કરે તે વીર્ય છે. એવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે. સમયસારમાં આત્માની ૪૭
શક્તિઓ વર્ણવી છે તેમાં આ છઠ્ઠી શક્તિ છે. આત્મા પરનું કરે એવું તો વીર્ય આત્મામાં કદી નથી. આત્મામાં
અનંતવીર્ય પ્રગટે તોપણ તે પરમાં કાંઈ કરી શકતું નથી, વીર્ય તો પોતાના સ્વરૂપની રચના કરે એવું તેનું
સામર્થ્ય છે. ખરેખર પુણ્ય–પાપરૂપ વિકારભાવને રચે–ઉત્પન્ન કરે–તેને પણ આત્માનું વીર્ય કહ્યું નથી, તે
વિકારમાં અટકેલું એક સમય પૂરતું વીર્ય આત્માનું ત્રિકાળ સ્વરૂપ નથી. પોતાના સ્વરૂપની રચનાના
સામર્થ્યરૂપ વીર્ય છે. આત્માનું સ્વરૂપ તો પુણ્ય–પાપ રહિત શુદ્ધ ચૈતન્યરૂપ છે. તે સ્વરૂપની સ્વભાવદશાની
ઉત્પત્તિ (રચના) કરે તે વીર્ય છે, નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે તે વીર્યનું સામર્થ્ય છે. દયા, દાન કે હિંસા–ચોરી
વગેરે વિકાર તો આત્માના સ્વરૂપથી વિરુદ્ધ લક્ષણવાળા છે, કૃત્રિમ છે, તે કોઈ ભાવો આત્માનું લક્ષણ નથી, તે
વિકારીભાવોની રચના કરવાનો વીર્યનો સ્વભાવ નથી. એકેક સમયમાં વીર્યશક્તિ પોતાની તેમજ જ્ઞાન–દર્શન–
ચારિત્ર–સુખ વગેરેની રચના કરે છે. વીર્યશક્તિ દરેક ગુણમાં વ્યાપક છે તેથી જ્ઞાનનું વીર્ય કેવળજ્ઞાનની રચના
કરે છે, દર્શનનું વીર્ય કેવળદર્શનની રચના કરે છે, શ્રદ્ધાનું વીર્ય ક્ષાયક સમ્યક્ત્વની રચના કરે છે, એમ દરેક
ગુણમાં પોતાની રચનાનું વીર્ય છે ને તે દરેકમાં વીર્ય શક્તિ નિમિત્ત છે. દરેક પર્યાય પોતાની સ્વતંત્રતાથી જ
ટકી રહ્યો છે, એકેક પર્યાયની રચનાનું સ્વતંત્ર વીર્ય છે. એવી સ્વતંત્રતાથી આત્માની પ્રભુતા શોભે છે. એવી
આત્માની પ્રભુતા ની જેને ઓળઆણ કરી તેને કેવળજ્ઞાન પ્રગટ્યા વિના રહે નહિ.
(૩૩) શ્રીઆચાર્યદેવ કહે છે કે એવું ચૈતન્યચમત્કારરૂપ કેવળજ્ઞાન જયવંત વર્તે છે; એટલે કે કેવળજ્ઞાન
જ ઉપાદેય છે. કોઈ પૈસા, સ્ત્રી, પુત્ર, મકાન વગેરે ઉપાદેય