: ૪૬: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
આજીવન બ્રહ્મચર્ય
કારતક સુદ ૧૨ તા. ૧૩–૧૧–૪૮ શનિવારના રોજ સાવરકુંડલાના ભાઈશ્રી જગજીવન
બાઉચંદ દોશી (ઉ. વ. ૪૬) તથા તેમના ધર્મપત્ની શ્રી લક્ષ્મીબેન ઉર્ફે અંજવાળીબેન (ઉ. વ
૪૧) તેમણે સજોડે પરમ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ભાઈશ્રી
જગજીવનભાઈ એક આગેવાન પ્રતિષ્ઠિત ગૃહસ્થ છે. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધા બાદ તેમણે પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યેનો ભક્તિભાવ અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
નથી, દેવ–શાસ્ત્ર–ગુરુ આ આત્માને ઉપાદેય નથી, રાગ કે પુણ્ય ઉપાદેય નથી, ને અધુરી જ્ઞાનદશા પણ ઉપાદેય
નથી; આ સર્વોત્કૃૃષ્ટ ચૈતન્યચમત્કાર સ્વભાવ છે તે જ ઉપાદેય છે, તેને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં અંગીકાર કરવો તે
જ માંગળિક છે. તે એવું માંગળિક છે કે જેનાથી કેવળજ્ઞાન અને મુક્તિ થાય જ.
માંગળિક તો તેને કહેવાય કે જેનાથી આત્માની મુક્તિ થાય. અજ્ઞાની મૂઢ જીવો કહે છે કે ‘અમને એવું
માંગળિક સંભળાવો કે જેથી પૈસા મળે, રોગ ટળે, પુત્ર મળે,– એમ અજ્ઞાની જીવ બહારના પદાર્થોને માંગે છે.
પણ એ કાંઈ માંગળિક નથી. અનંતવાર બહારના પદાર્થો મળ્યા. તે કાંઈ આત્માને મંગળનું કારણ નથી. અહીં
એવા માંગળિકની વાત નથી પણ અહીં તો એવું માંગળિક સંભળાવાય છે કે જેનાથી આત્મા મોક્ષ પામે. અજ્ઞાની
જીવ પૈસા, પુત્ર વગેરે એકેક વસ્તુ માગે છે પણ અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણલોકની બધી લક્ષ્મી
જ્ઞાનમાં એક સાથે જણાઈ જાય તેવું માંગળિક છે. ‘આત્માનું કેવળજ્ઞાન જયવંત વર્તે છે’ એમ કહીને
કેવળજ્ઞાનનો મહિમા કર્યો તે મંગળ છે, એ મંગળથી જ આખા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૩૪) ‘આ’ ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે–એમ અહીં આચાર્યદેવે કહ્યું છે. ‘આ ચૈતન્યચમત્કાર’
એમ કહેવામાં ચૈતન્યચમત્કારનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે. આત્માનો ચેતન્યચમત્કાર સ્વભાવ આચાર્યદેવને પોતાને
પ્રત્યક્ષ અનુભવગોચર થયો છે, અને એ ચૈતન્ય સ્વભાવની જે રુચિ–પ્રતીતિ કરે તેને પણ તે પ્રત્યક્ષ થયા વગર
રહે નહિ; આત્માનો સ્વભાવ પ્રત્યક્ષ અનુભવથી ગોચર છે. પર્યાય પોતાના સ્વભાવમાં એકાગ્ર થઈને તેને
પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. જેમ ગાય ગોચરી કરે છે. તે કોઈ વસ્તુને બગાડ્યા વગર જ ગોચરી કહે છે, તેમ
દ્રવ્ય–ગુણના અખંડ મહિમાને તોડયા વગર પર્યાય તેમાં ગોચરી કરે છે. પર્યાય દ્રવ્યની એકતાને તોડતો નથી
પણ દ્રવ્યમાં એકતા કરે છે. દ્રવ્યમાંથી એવી ને એવી નિર્મળ પર્યાયો પ્રગટ્યા કરે છતાં દ્રવ્યનો મહિમા ખંડિત
થતો નથી, દ્રવ્ય–ગુણની શક્તિ ઘટતી નથી. દ્રવ્યમાંથી પર્યાય પ્રગટે છે, તે પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે પણ
તેના મહિમાને તોડતો નથી.
(૩૫) આત્માની પ્રભુતામાં અખંડ પ્રતાપ છે, ને તે સ્વતંત્રતાથી શોભાયમાન છે. આત્માની અખંડ
પ્રભુતાના સ્વીકારમાં અખંડતાની જ ઉત્પત્તિ છે ને ખંડનો નાશ છે, સ્વતંત્રતાની ઉત્પત્તિ છે ને પરતંત્રતાનો
નાશ છે, શોભાની ઉત્પત્તિ છે ને અશોભાનો નાશ છે. પૂર્ણતાની–પ્રભુતાની ઉત્પત્તિ છે ને પામરતા–અપૂર્ણતાનો
નાશ છે. આમ, આત્માની પ્રભુતાનો મહિમા તે જ મહાન્ મંગળ છે.
(૩૬) દરેક આત્મા ચૈતન્યચમત્કારથી પરિપૂર્ણ ભગવાન છે; તેની પ્રતીત કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે તે
આત્માની પ્રજા (–પરિણતિ) છે. ૬૦ વર્ષની ઉંમર થઈ હોય, ને પુત્ર ન હોય, ત્યાં અજ્ઞાની જીવ ‘વારસો
રાખનાર પુત્ર થાય’ એવી ભાવના કરે છે ને પુત્રની ઈચ્છાથી મંગળ સાંભળે છે. તે તો મૂઢતા છે. અહીં જ્ઞાનીઓ
એવું માંગળિક સંભળાવે છે કે જેનાથી કેવળજ્ઞાનરૂપી પ્રજા પ્રગટે. કેવળજ્ઞાન જ આત્માની સાચી પ્રજા છે, તે
આત્માનો વારસો સાદિ અનંતકાળ ટકાવી રાખે છે. કેવળજ્ઞાનને અહીં ચૈતન્યચમત્કાર કહ્યો છે. તે સર્વોત્કૃષ્ટપણે
જયવંત વર્તે છે.
(૩૭) કેવળી ભગવાન એક સમય માત્રના ભંગ વગર નિયમિતપણે સદાકાળ ચૈતન્યચમત્કારનો
અનુભવ કરે છે. એવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્યચમત્કાર સર્વોત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. આમ
ચૈતન્યસ્વભાવની પ્રભુતા બતાવીને, ચૈતન્યની સ્વતંત્રતા ને પરિપૂર્ણતાના વખાણ કર્યા તે મહાન માંગળિક છે.
આત્માની પ્રભુતા અને તેનો મહિમા
જ ય વં ત વ ર્તો.