સ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંત જેવો જ છે. જેવા અરિહંતના ત્રિકાળ દ્રવ્ય–ગુણ છે તેવા જ દ્રવ્યગુણ
મારામાં છે. અરિહંતના પર્યાયમાં રાગ–દ્વેષ નથી, તેમ મારા પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે મારું સ્વરૂપ નથી. એમ
જેણે પોતાના આત્માને રાગ–દ્વેષરહિત પરિપૂર્ણ સ્વભાવવાળો નક્કી કર્યો તે જીવ સમ્યગ્દર્શન પ્રગટ થવાના
આંગણે આવીને ઊભો છે. હજી અહીં સુધી મનના અવલંબનદ્વારા સ્વભાવ નક્કી કર્યો છે તેથી આંગણું કહ્યું છે.
મનનું અવલંબન છોડીને સીધો સ્વભાવનો અનુભવ કરશે તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. ભલે પહેલાંં મનનું
અવલંબન છે પણ નિર્ણયમાં તો ‘અરિહંત જેવો મારો સ્વભાવ છે’ એમ નક્કી કર્યું છે, ‘હું રાગી–દ્વેષી છું, હું
અધુરો છું, હું શરીરની ક્રિયા કરું છું’ –એમ નક્કી નથી કર્યું; માટે તેને સમ્યગ્દર્શનનું આંગણું કહ્યું.
માંગળિક રૂપ ગાથા આવી છે. ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ થઈને કેવળજ્ઞાન લ્યે એવી આ ગાથામાં વાત છે. શ્રેણિક રાજા
અત્યારે નરકમાં છે તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે, આ ગાથામાં કહ્યું તેમ અરિહંત જેવા પોતાના આત્માનું ભાન
છે. ભરતચક્રવર્તીને છખંડનું રાજ હતું છતાં ક્ષાયિક સમ્યગ્દર્શન હતું, અરિહંત જેવા પોતાના આત્મસ્વભાવનું
ભાન એક ક્ષણ પણ ચૂકતા ન હતા. એવું સમ્યગ્દર્શન કેમ પ્રગટે તેની આ વાત છે.
થઈને મનદ્વારા પોતાના આત્માને જેણે જાણ્યો તે જીવ આત્માના સમ્યગ્દર્શનના આંગણે આવ્યો છે. કોઈ
બહારના પદાર્થથી આત્માને ઓળખવો તે અજ્ઞાન છે. લખપતિ કે કરોડપતિ આત્મા નથી, લક્ષ્મી તો જડ છે તેનો
સ્વામી આત્મા નથી. આત્મા તો અનંતપતિ છે, પોતાના અનંતગુણોનો સ્વામી છે. ભગવાન અરિહંતને તેરમા
ગુણસ્થાને જે કેવળજ્ઞાનાદિ દશા પ્રગટી તે બધું મારું સ્વરૂપ છે, ને ભગવાનને રાગ–દ્વેષ તથા અધૂરું જ્ઞાન ટળી
ગયા તે આત્માનું સ્વરૂપ ન હતું તેથી જ ટળી ગયા, માટે તે રાગાદિ મારા સ્વરૂપમાં પણ નથી. મારા સ્વરૂપમાં
રાગ–દ્વેષ–આસ્રવ નથી, અપૂર્ણતા નથી. આત્માની પૂર્ણ નિર્મળ રાગરહિત પરિણતિ તે જ મારા પર્યાયનું સ્વરૂપ
છે, –આટલું સમજ્યો ત્યારે જીવ સમ્યગ્દર્શન માટે પાત્ર થયો છે. આટલું સમજનારને મોહ ભાવ મંદ પડી ગયો
છે, –ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા તો છૂટી જ ગઈ છે.
નથી પણ આત્મામાં શક્તિ છે તેમાંથી જ પ્રગટી છે. તારા આત્મામાં પણ તેવી જ પરિપૂર્ણ શક્તિ છે. અરિહંત
જેવી પોતાના આત્માની શક્તિ છે તેને જે જીવ ઓળખે તેનો મોહ નાશ થયા વગર રહે નહિ.
અંદરના રસમાં તે શક્તિ છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ છે, તેમાંથી કેવળજ્ઞાન ખીલે છે. શરીર–
મન–વાણી કે દેવ–ગુરુ–શાસ્ત્ર તો (ઢેલની જેમ) પરવસ્તુ છે, તેમાંથી કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ આવી નથી.
અને પુણ્યપાપના ભાવો તે ઉપલા ફોતરાં જેવા છે, તેમાં કેવળજ્ઞાન થવાની તાકાત નથી. અરિહંત જેવો
આત્માનો સ્વભાવ છે, તે શરીર–મન–વાણીથી તથા પુણ્ય–પાપથી રહિત છે, તે સ્વભાવમાં કેવળજ્ઞાન પ્રગટવાની
તાકાત છે. જેમ મોટા મોટા ઝેરી સર્પોને ગળી જાય તેવો મોર થવાની શક્તિ ઇંડામાં છે, તેમ મિથ્યાત્વ વગેરેનો
નાશ કરીને કેવળજ્ઞાન પામે તેવી શક્તિ દરેક આત્મામાં છે, ચેતન, દ્રવ્ય, ચૈતન્યગુણ અને જાણવા દેખવારૂપ
પર્યાય–તેનો પિંડ આત્મા છે, તેનો સ્વભાવ મિથ્યાત્વને ટકાવવાનો નથી પણ મિથ્યાત્વને ગળી જવાનો–નષ્ટ
કરવાનો તેનો સ્વભાવ છે. એવા સ્વભાવને ઓળખે તેને મિથ્યાત્વનો ક્ષય થયા વિના રહે નહિ. પરંતુ, જેમ
‘ઇંડામાં મોર કેમ હોય? એવી શંકા કરીને ઇંડાને ખખડાવે તો તેનો રસ સૂકાઈ જાય છે ને મોર થતો નથી, તેમ
આત્મા સ્વભાવ