Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૯:
સામર્થ્યનો વિશ્વાસ કરે નહિ અને ‘અત્યારે આત્મા ભગવાન જેવો કેમ હોય?’ એમ સ્વભાવમાં શંકા કરે તો
તેને સમ્યગ્દર્શન થતું નથી, ને મોહ ટળતો નથી. સમ્યગ્દર્શન વગર કદી ધર્મ થતો નથી.
(૯) હવે મોરના નાના ઇંડામાં મોર થવાનો સ્વભાવ છે તે સ્વભાવ કઈ રીતે જણાય? તે સ્વભાવ કોઈ
ઈંદ્રિયોથી જણાતો નથી. ઇંડાને ખખડાવે તો કાનદ્વારા ઈંડામાં મોર થવાનો સ્વભાવ છે તે જણાય નહિ, હાથના
સ્પર્શથી પણ તેનો સ્વભાવ જણાય નહિ, આંખથી પણ તેનો સ્વભાવ દેખાય નહિ, નાકથી તેના સ્વભાવની ગંધ
આવે નહિ ને જીભથી પણ ઇંડાનો સ્વભાવ જણાય નહિ. એ રીતે ઇંડામાં મોર થવાની તાકાત છે તે કોઈ
ઈંદ્રિયોદ્વારા જણાતી નથી, પણ જ્ઞાનથી જ જણાય છે. સ્વભાવને જાણવાનું જ્ઞાન નિરપેક્ષ છે, કોઈ ઈંદ્રિયાદિની
અપેક્ષા તેને નથી. કોઈ પણ વસ્તુનો સ્વભાવ અતીંદ્રિય જ્ઞાનથી જ જણાય છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનો
સ્વભાવ છે; અધૂરી દશા છે ત્યારે પણ આત્મામાં કેવળ જ્ઞાન થવાનો સ્વભાવ પડ્યો છે. તે સ્વભાવ કાનથી,
આંખથી, નાકથી, જીભથી કે સ્પર્શથી જણાતો નથી, મનદ્વારા કે રાગદ્વારા પણ ખરેખર તે સ્વભાવ જણાતો નથી.
ઈંદ્રિય અને મનનું અવલંબન છોડીને સ્વભાવ તરફ વળે તે અતીન્દ્રિયજ્ઞાનથી જ આત્મ સ્વભાવ જણાય છે.
અહીં ‘મન દ્વારા આત્માને કળી લે છે’ એમ કહ્યું છે, ત્યાં સુધી હજી સમ્યગ્દર્શન થયું નથી, હજી તો રાગવાળું
જ્ઞાન છે. મનનું અવલંબન છોડીને અભેદ સ્વભાવને સીધા જ્ઞાનથી લક્ષમાં લ્યે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન કેમ થાય તેની આ રીત છે.
(૧૦) જેમ દીવાસળીના ટોપકામાં ભડકો થવાનો સ્વભાવ છે, –તે આંખ, કાન વગેરે કોઈ ઈંદ્રિયોથી
જણાતો નથી પણ જ્ઞાનદ્વારા જ જણાય છે. પહેલાંં, દીવાસળીના ટોપકામાં ભડકો થવાની તાકાત છે–એમ તેના
સ્વભાવનો વિશ્વાસ કરીને પછી તે ટોપકાવાળા ભાગને ઘસતાં ભડકો થાય છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે
તેવો સ્વભાવ છે. તે સ્વભાવ કોઈ ઈંદ્રિયોદ્વારા દેખાતો નથી, પણ અતીંદ્રિય જ્ઞાનથી જ જણાય છે. પહેલાંં
પરિપૂર્ણ સ્વભાવનો વિશ્વાસ કરીને પછી તેમાં એકાગ્રતારૂપી ઘસારો કરતાં કેવળજ્ઞાનજ્યોત પ્રગટે છે. શરીર–
મન–વાણી તો દીવાસળીના ખોખાં જેવાં છે, જેમ દીવાસળીના ખોખામાં ભડકો થવાની તાકાત નથી, તેમ તે
શરીરાદિમાં કેવળજ્ઞાન થવાની તાકાત નથી; અને પૂજા–ભક્તિ આદિ પુણ્ય–ભાવ કે હિંસા–ચોરી આદિ પાપભાવ
તે દીવાસળીના પાછલા ભાગ જેવા છે. જેમ દીવાસળીમાં ટોપકા વગરના પાછલા ભાગમાં ભડકો થવાની તાકાત
નથી તેમ તે પુણ્ય–પાપમાંથી સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થવાની તાકાત નથી. તો તે તાકાત શેમાં છે? સમ્યગ્દર્શન
જ્ઞાન–ચારિત્ર ને કેવળજ્ઞાન થવાની તાકાત તો ચૈતન્ય સ્વભાવમાં છે; પહેલાંં તે સ્વભાવની પ્રતીત કરતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે, ને પછી તેમાં એકાગ્રતા કરતાં સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાન થાય છે, એ
સિવાય બીજી રીતે ધર્મ થતો નથી. સ્વભાવની પ્રતીત કરે નહિ ને પુણ્ય–પાપને ઘસ્યા કરે, પૂજા–ભક્તિ–વ્રતમાં
શુભરાગ કર્યા કરે તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થતો નથી; તેમજ ઉપવાસાદિ કરી કરીને શરીર–મન–વાણીને ઘસ્યા
કરે તેથી પણ કાંઈ ધર્મ થતો નથી, પણ તે શરીર, મન, વાણી અને પુણ્ય–પાપ સિવાયનો ત્રિકાળી ચૈતન્ય રૂપ
આત્મસ્વભાવ છે, તેની પ્રતીતિ અને અનુભવ કરે તો સમ્યગ્દર્શનરૂપ પહેલો ધર્મ થાય, અને પછી તેમાં
એકાગ્રતા કરતાં સમ્યક્ ચારિત્રરૂપ ધર્મ થાય. સમ્યગ્દર્શન વગર ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરી જાય. વ્રત–
ઉપવાસ કરે, પડિમા લ્યે, પૂજા–ભક્તિ કરે કે દ્રવ્યલિંગી મુનિ થાય–ગમે તેટલું કરે તો પણ તે ધર્મ ન ગણાય,
અને તે કરતાં કરતાં ધર્મ થાય નહિ. સમ્યગ્દર્શન થયા પહેલાંં પણ અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે
અને તેના જેવો પોતાનો આત્મા છે એમ મનથી નક્કી કરીને તેના અનુભવનો અભ્યાસ કરે તો તેને ધર્મ
સન્મુખ કહેવાય, તે જીવ ધર્મના આંગણે આવ્યો છે.
(૧૧) અરિહંત જેવો પોતાનો આત્મા છે–એમ જ્યાં મનથી જાણ્યું ત્યાં જ પર તરફની એકાગ્રતાની કે
પુણ્યથી આત્માને લાભ થાય એ માન્યતા ટળી ગઈ. શરીર–મન–વાણીની ક્રિયા તો આત્માથી જુદી છે અને
રાગ–દ્વેષના ભાવો થાય છે તે અરિહંત ભગવાનની અવસ્થામાં નથી માટે ખરેખર તે રાગ–દ્વેષના ભાવો આ
આત્માની અવસ્થા નથી. કોઈ પણ પુણ્ય–પાપના ભાવથી સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર કે કેવળજ્ઞાન થતું નથી. –
પહેલાંં મનદ્વારા ત્રિકાળી આત્માને જાણ્યો ત્યાં આટલું તો નક્કી થયું. પહેલાંં મનથી તો આખા આત્મ
સ્વભાવને જાણી લીધો, ‘આવા આત્માની પ્રતીતિ અને અનુભવ કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે. ને તેમાં
એકાગ્ર થવાથી જ