વળીને મોહનો ક્ષય કઈ રીતે કરે છે તે વાત હારનું દ્રષ્ટાંત આપીને આચાર્ય ભગવાન બહુ જ સ્પષ્ટ સમજાવશે.
અધિકાર સમજીને યાદ રાખવા જેવો છે ને અંદર આત્મામાં વાગોળવા જેવો છે પોતાના અંતર સ્વભાવમાં
એકાગ્રતાથી જ સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર પ્રગટે છે.
જો વિકલ્પમાં જ અટકી રહે તો અનુભવ થાય નહિ. જેમ મોટા રાજા–મહારાજાના મહેલના આંગણા સુધી આવ્યા
પછી મહેલમાં દાખલ થવા માટે હિંમત જોઈએ. તેમ આ ચૈતન્ય ભગવાનના આંગણે આવ્યા પછી–એટલે કે
મનવડે આત્મસ્વભાવને જાણ્યા પછી–ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને અનુભવ કરવા માટે અનંત પુરુષાર્થ હોય
તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, ને બીજા જે જીવો શુભ વિકલ્પમાં અટકી જાય છે તેઓ પુણ્યમાં
અટકી જાય છે, તેમને ધર્મ થતો નથી. પરંતુ અહીં તો આંગણે અટકવાની વાત જ નથી; જે જીવ સ્વભાવને
આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં વળીને અનુભવ કરે જ–એવી અપ્રતિહતપણાની જ વાત લીધી છે. આંગણે
આવીને પાછો ફરે એવી વાત જ અહીં નથી લીધી.
ભગવાનનું તો લક્ષ છોડ્યું ને પોતામાં પણ દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું લક્ષ છોડીને અંતરના અભેદ સ્વભાવમાં
જાય છે. પહેલાં અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યા તે ભૂમિકા થઈ. હવે તે ભૂમિકા વટાવીને
અંતરમાં અનુભવ કરવાની વાત છે. માટે બરાબર ધ્યાન રાખીને સમજવું.
એકલા હારને જ લક્ષમાં લે છે. અહીં હારને દ્રવ્યની ઉપમા છે, સફેદતાને ગુણની ઉપમા છે ને મોતીને પર્યાયની
ઉપમા છે. મોહનો ક્ષય કરનાર જીવ, પહેલાંં તો અરિહંત જેવા પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે છે,
પણ જ્યાં સુધી એ ત્રણ ઉપર લક્ષ રહે છે ત્યાં સુધી રાગ રહે છે ને અભેદ આત્માનો અનુભવ થતો નથી; તેથી
દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણી લીધા પછી, હવે ગુણ અને પર્યાયોને દ્રવ્યમાં જ સંકેલીને અભેદ આત્માનો અનુભવ
કરે છે, તેની વાત કરે છે. અહીં પહેલાંં પર્યાયને દ્રવ્યમાં લીન કરવાની અને પછી ગુણને દ્રવ્યમાં લીન કરવાની
વાત કરી છે, ગુણને અને પર્યાયને દ્રવ્યમાં જોડવાની વાત ક્રમથી કરી છે, કહેવામાં તો ક્રમથી જ કહેવાય, પણ
ખરેખર ગુણ અને પર્યાય બંનેનું લક્ષ એક સાથે જ છૂટી જાય છે; જ્યાં અભેદ દ્રવ્યને લક્ષમાં લીધું ત્યાં ગુણ
અને પર્યાય બંનેનું લક્ષ એક સાથે જ ટળી ગયું ને એકલા આત્માનો અનુભવ રહ્યો. મોતીનું લક્ષ છોડીને
હારને લક્ષમાં લીધો ત્યાં એકલો હાર જ લક્ષમાં રહ્યો. સફેદતાનું લક્ષ પણ ન રહ્યું. તેમ પર્યાયનું લક્ષ છોડીને
જ્યાં દ્રવ્યને લક્ષમાં લઈને એકાગ્ર થયો ત્યાં ગુણનું લક્ષ પણ સાથે જ ટળી ગયું. ગુણ–પર્યાય બંને ગૌણ થઈ
ગયા ને એક દ્રવ્યનો અનુભવ રહ્યો. આ પ્રમાણે દ્રવ્ય ઉપર લક્ષ કરીને આત્માનો અનુભવ કરવો તેનું નામ
સમ્યગ્દર્શન છે.
ઝૂલતો હાર લીધો છે, તેમ સિદ્ધાંતમાં પરિણમતું દ્રવ્ય બતાવવું છે. દ્રવ્યનું પરિણમન થઈને પર્યાય આવે છે, તે
પર્યાયોને ત્રિકાળી પરિણમતા દ્રવ્યમાં જ લીન કરીને, અને ગુણના ભેદનો વિચાર છોડીને દ્રવ્યમાં ઢળે છે ત્યારે
સમ્યગ્દર્શન થાય છે.