Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૧:
લેતાં તેને હારમાં જ સમાવીને જેમ હારને લક્ષમાં લે છે તેમ જ્ઞાન અને આત્મા એવા બે ભેદને લક્ષમાં ન લેતાં
એક આત્મદ્રવ્યને જ લક્ષમાં લે છે, ચૈતન્યને ચેતનમાં જ સ્થાપીને એકાગ્ર થાય છે ત્યાં જ સમ્યગ્દર્શન થાય છે,
ને મોહ ક્ષય પામે છે.
(૧૭) જુઓ ભાઈ, આ જ આત્માના હિતની વાત છે. આ સમજણ પૂર્વે અનંત કાળમાં એક સેકંડ પણ
નથી કરી. એક સેકંડ પણ આવી સમજણ કરે તેને ભવ રહે નહિ. આ સમજ્યા સિવાય લાખો ને કરોડો રૂપિયા
ભેગા થાય તેમાં આત્માને કાંઈ લાભ નથી. આત્માનું લક્ષ કર્યા વગર આત્માના અનુભવની લાખેણી ઘડીનો
લાભ નહિ મળે. જેણે આવા આત્માનો નિર્ણય કર્યો, પછી તેને આહાર, વિહારાદિ હોય ને પુણ્ય–પાપનાં પરિણામ
પણ થતા હોય છતાં આત્માનું લક્ષ છૂટતું નથી, આત્માનો નિર્ણય કર્યો છે તે કોઈ પ્રસંગે ખસતો નથી. એટલે
તેને ક્ષણે ક્ષણે ધર્મ થયા કરે છે.
(૧૮) પોતે સાચું સમજે ત્યાં ખોટું એની મેળે ટળી જાય છે, તેને માટે પ્રતિજ્ઞા કરવી પડતી નથી. કોઈ
કહે છે કે અગ્નિ ઉષ્ણ છે એમ મેં જાણ્યું, હવે મને ‘અગ્નિ ઠંડો છે’ એમ ન માનવાની પ્રતિજ્ઞા આપો. પણ તેમાં
પ્રતિજ્ઞા શું? અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે એમ જાણ્યું ત્યાં જ તેને ઠંડો ન માનવાની પ્રતિજ્ઞા થઈ જ ગઈ. તેવી જ
રીતે ‘સાકર કડવી છે’ એમ ન માનવાની પ્રતિજ્ઞા આપો–એમ કોઈ કહે, તો એવી પ્રતિજ્ઞા હોય નહિ. સાકરનો
ગળ્‌યો સ્વભાવ નક્કી કર્યો ત્યાં તે પ્રતિજ્ઞા સ્વયમેવ થઈ જ ગઈ. તેમ આત્મસ્વભાવને જેણે જાણ્યો તેને ખોટાની
માન્યતા તો ટળી ગઈ. સ્વભાવને જાણ્યો ત્યાં ‘ખોટું ન માનવાની પ્રતિજ્ઞા’ તેમાં આવી જ ગઈ. સાચું જ્ઞાન થયું
તે પોતે જ ખોટું ન માનવાની પ્રતિજ્ઞાવાળું છે. ‘ખોટાને ન માનવું’ એવી પ્રતિજ્ઞા માંગે, તો તેનો અર્થ એ થયો કે
હજી તેને ખોટાની માન્યતા ઊભી છે, ને સાચાનો નિર્ણય થયો નથી. આત્માના ગુણ પર્યાયને અભેદ દ્રવ્યમાં જ
પરિણમાવીને જેણે અભેદ આત્માનો નિર્ણય કર્યો તેને અભેદ આત્મસ્વભાવની પ્રતીતિરૂપ પ્રતિજ્ઞા થઈ, ત્યાં
તેનાથી ઊંધી માન્યતાઓ ટળી જ ગઈ, એટલે ઊંધી માન્યતા ન કરવાની પ્રતિજ્ઞા થઈ ગઈ. તે જ પ્રમાણે જેણે
ચારિત્ર પ્રગટ કર્યું તેને અચારિત્ર ન કરવાની પ્રતિજ્ઞા થઈ જ ગઈ.
(૧૯) આ ગાથામાં અરિહંત જેવા આત્માને જાણવાની વાત કરી, તેમાં એટલું તો આવી ગયું કે પાત્ર
જીવને અરિહંતદેવ સિવાય સર્વે કુદેવાદિની માન્યતા તો છૂટી જ ગઈ છે. અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને
ત્યાં અટકતો નથી પણ પોતાના આત્મા તરફ વળે છે. દ્રવ્ય, ગુણ, ને પર્યાયથી પરિપૂર્ણ મારું સ્વરૂપ છે, રાગ–દ્વેષ
મારું સ્વરૂપ નથી–એમ નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું લક્ષ પણ છોડીને અભેદ
આત્માને લક્ષમાં લ્યે છે ત્યારે એકલા ચિન્માત્ર સ્વભાવનો અનુભવ થાય છે, તે જ વખતે સમ્યગ્દર્શન થાય છે,
ને મોહનો ક્ષય થઈ જાય છે.
(૨૦) આત્મા અનંત ગુણનો પિંડ તે હાર છે, તેનો ચૈતન્યગુણ તે ધોળાશ છે, અને તેના એકેક સમયના
ચૈતન્યપર્યાયો તે મોતી છે. આત્માનો અનુભવ કરવા માટે, પહેલાંં તો તે દ્રવ્ય, ગુણ, પર્યાયનો જુદો જુદો વિચાર
કરે છે; પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે મારું સ્વરૂપ નથી, કેમ કે અરિહંતના પર્યાયમાં રાગ–દ્વેષ નથી. રાગરહિત
કેવળજ્ઞાન પર્યાય મારું સ્વરૂપ છે; તે પર્યાય ક્યાંથી આવે છે? ત્રિકાળી ચૈતન્ય ગુણ છે તેમાંથી તે પર્યાય પ્રગટે
છે. અને એવા જ્ઞાન–દર્શન, સુખ, અસ્તિત્વ વગેરે અનંત ગુણનો એકરૂપપિંડ તે આત્મદ્રવ્ય છે. –આમ જાણ્યા
પછી ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને લક્ષમાં લઈને એક આત્માને જ જાણતાં વિકલ્પરહિત નિર્વિકલ્પ
આનંદનો અનુભવ થાય છે, તે જ નિર્વિકલ્પ આત્મસમાધિ છે, તે જ આત્મ સાક્ષાત્કાર છે. તે જ સ્વાનુભવ છે,
તે જ ભગવાનના દર્શન છે, તે જ સમ્યગ્દર્શન છે. જે કહો તે એ જ છે. એ જ ધર્મ છે. જેમ દોરો પરોવેલી સોય
ખોવાતી નથી, તેમ આત્મામાં જો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે તો તે આત્મા સંસારમાં
ભ્રમણ કરે નહિ.
(૨૧) પહેલાંં અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ પર્યાયને જાણીને અરિહંતનું લક્ષ છોડીને પોતાના
આત્મા તરફ વળ્‌યો; હવે અંતરમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના વિકલ્પ છોડીને એક ચેતનસ્વભાવને લક્ષમાં લઈને
એકાગ્ર થતાં આત્મામાં મોહક્ષય માટેની કેવી ક્રિયા થાય છે, તે કહે છે. ગુણ–પર્યાયને દ્રવ્યમાં જ અભેદ
કરીને અંતરમાં વળ્‌યો ત્યાં ઉત્તરોત્તર ક્ષણે કર્તા–કર્મ–ક્રિયાના ભેદનો ક્ષય થતો જાય છે અને જીવ નિષ્ક્રિય
ચિન્માત્ર ભાવને