નથી. ‘હું કર્તા છું ને પર્યાય કર્મ છે, પુણ્ય–પાપનો કર્તા નથી ને સ્વભાવપર્યાયનો કર્તા છું. પર્યાયને અંતરમાં
એકાગ્ર કરવાની ક્રિયા કરું છું, મારો પર્યાય અંતરમાં એકાગ્ર થતો જાય છે’ –એવા પ્રકારે કર્તા, કર્મ અને ક્રિયાની
વહેંચણીના વિકલ્પો નાશ થઈ જાય છે. વિકલ્પરૂપ ક્રિયા રહેતી નથી માટે તે જીવ નિષ્ક્રિય ચિન્માત્ર–ભાવને પામે
છે. ‘જે પર્યાય દ્રવ્યમાં વળીને એકાગ્ર થયો તે પર્યાયને મેં વાળ્યો’ –એવો કર્તા–કર્મના વિભાગનો વિકલ્પ
અનુભવ વખતે હોતો નથી, એકલા ચિન્માત્રભાવ આત્માનો અનુભવ રહી જાય છે, તે જ ક્ષણે મોહ નિરાશ્રય
થયો થકો નાશ પામે છે; આ જ અપૂર્વ સમ્યગ્દર્શન છે.
અભેદ દ્રવ્ય પ્રતીતમાં આવતું નથી. અભેદ સ્વભાવ તરફ ઢળતાં તે વિકલ્પનો ક્ષય થઈ જાય છે, અને આત્માનો
નિર્વિકલ્પ અનુભવ થાય છે આવો અનુભવ થયો ત્યારે સમ્યગ્દ્રષ્ટિ થયો, જૈનધર્મી થયો. એ સિવાય ખરેખર
જૈનધર્મી કહેવાય નહિ.
મિથ્યાદ્રષ્ટિ છે, તેને જૈનધર્મ નથી; અને ‘અંતરમાં નિર્મળ પર્યાય થાય તેને હું કરું છું’ એમ આત્મામાં કર્તા–કર્મના
ભેદના વિકલ્પમાં રોકાઈ રહે તો પણ મિથ્યાત્વ ટળતું નથી. ‘મારો પર્યાય અંતર તરફ વળે છે. પહેલાં પર્યાય
કરતાં બીજા પર્યાયમાં અંતરની એકાગ્રતા વધતી જાય છે’ –એમ કર્તા–કર્મ ને ક્રિયાના ભેદનું લક્ષ રહે તે
વિકલ્પની ક્રિયા છે, અંતર સ્વભાવમાં વળતાં તે વિકલ્પની ક્રિયાનો ક્ષય થતો જાય છે અને આત્મા નિષ્ક્રિય
(એટલે કે વિકલ્પની ક્રિયા રહિત) ચિન્માત્રભાવને પામે છે; એટલે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો, ધર્મી થયો; જૈન
થયો. પછી અસ્થિરતાના કારણે તેને જે રાગ–દ્વેષના વિકલ્પ ઊઠે તેમાં એકતાબુદ્ધિ થતી નથી, ને સ્વભાવની
દ્રષ્ટિ ટળતી નથી, તેથી સમ્યગ્દર્શન–ધર્મ ટકી રહે છે.
અપૂર્વ વાત આવી છે. આ કાંઈક અપૂર્વ વાત છે, સમજવા જેવી છે–એમ રુચિ લાવીને ૬૦ મિનિટ બરાબર લક્ષ
રાખીને સાંભળે તોય બીજા કરતાં જુદી જાતના મહાન્ પુણ્ય થઈ જાય. અને જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં
સમજે તો તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ સમ્યગ્દર્શનનો લાભ થાય. આ વાત સાંભળવા મળવી પણ
મોંઘી છે.
જ્યાં આત્માના લક્ષે એકાગ્ર થવા માંડે છે ત્યાં ભેદના વિકલ્પની ક્રિયાનો ક્ષય થઈ જાય છે અને જીવ નિષ્ક્રિય
ચિન્માત્ર સ્વભાવને અનુભવે છે. આવી સમ્યગ્દર્શનની અંતરક્રિયા છે, તે જ ધર્મની પહેલી ક્રિયા છે. આત્મામાં
નિર્મળ પર્યાય પ્રગટે છે તે પોતે ધર્મક્રિયા છે, પણ ‘હું નિર્મળ પર્યાય પ્રગટ કરું, અભેદ આત્મામાં પર્યાયને વાળું’
એવો ભેદનો વિકલ્પ તે રાગ છે, તે ધર્મની ક્રિયા નથી; અનુભવ સમયે તે વિકલ્પની ક્રિયાનો અભાવ છે તેથી
‘નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે’ એમ કહ્યું છે. નિષ્ક્રિય ચિન્માત્ર ભાવની પ્રાપ્તિ તે જ સમ્યગ્દર્શન છે.
ગુણ પર્યાયને ઓળખ્યા પછી પણ જ્યાંસુધી ભેદનું લક્ષ રહે ત્યાંસુધી સમ્યગ્દર્શન ન થાય, અભેદ સ્વભાવમાં
ઢળતાં ભેદનું લક્ષ છૂટી જાય છે. અને સમ્યગ્દર્શન થાય છે. પહેલાંં દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યા તે કરતાં આમાં
અનંતગણો પુરુષાર્થ છે, આ અંતરના સ્વભાવની ક્રિયા છે, આમાં અપૂર્વ સ્વભાવનો પુરુષાર્થ છે. સ્વભાવના
અનંત પુરુષાર્થ વગર જો તરી જવાતું હોય તો તો બધા જીવો મોક્ષમાં ચાલ્યા જાત! પુરુષાર્થ વગર આ સમજાય
તેમ નથી.