Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 37

background image
: ૫૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
નિકટભવ્ય અને અભવ્ય

અહો! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ આકુળતામય દુઃખદાયક છે. મારા સ્વરૂપનો ઘાત
થયો ત્યારે શુભ લાગણી ઉત્પન્ન થઈ. અરેરે, પૂરું જ્ઞાનપરિણમન નથી–વીતરાગતા નથી, પુરુષાર્થ નબળો છે તેથી
શુભ લાગણી થઈ આવે છે, તે મને સુખદાયક નથી. એકલા જ્ઞાનપણે પૂરેપૂરું પરિણમન થતાં જ પૂર્ણ પારમાર્થિક
સુખ થાય છે. આમ જ્ઞાનીને સ્વરૂપની જ રુચિ છે અને શુભમાં હેયબુદ્ધિ છે. જેને શુભભાવમાં હોંશ આવતી હોય
ને તેમાં સુખ ભાસતું હોય તે જીવ કેવળી ભગવાનના પારમાર્થિક સુખને સ્વીકારી શકે નહિ, કેમકે
કેવળીભગવાનનું સુખ તો શુભભાવથી રહિત છે. સ્વરૂપની બહાર નીકળીને શુભમાં રહેવું પડે ત્યાં જ્ઞાની
તરફડિયા મારે છે, સ્વરૂપની પૂર્ણતા માટે તલસે છે.
જેમ–પાણીની વેળ આવે ને પાછી ઊતરી જાય, તેમાં કોઈ માછલાં કાંઠે રહી જાય અને ગારામાં ખૂચી
જાય, તે વખતે તે તલસે છે કે પાણી, પાણી! પાણી છોડીને ગારામાં ખૂંચી રહેવું તેને દુઃખદાયક લાગે છે. તેમ
ચૈતન્યસ્વરૂપની શુદ્ધતાના અનુભવરૂપી વેળ આવીને ચાલી ગઈ, અને શુભઅશુભ ભાવમાં ને ઈંદ્રિય વિષયોમાં
ખુંચી રહેવું પડે તે વખતે જ્ઞાનીઓ શુદ્ધ સ્વભાવના અનુભવ માટે ઝંખે છે. કે, અહા! ક્યાં મારા ચૈતન્યમય
પરિણમનનો નિરાકુળ આત્મઆનંદ ને ક્યાં આ આકુળતા? મારો નિરાકુળ પરમ આત્મઆનંદ તે જ સુખદાયક
છે, ને આ રાગ તો દુઃખદાયક છે. અજ્ઞાની જીવ તો વિષયો તરફની લાગણીમાં સુખ જ માને છે, વિષયોની
અપેક્ષારહિત જ્ઞાનસ્વભાવનું સુખ તે સ્વીકારતો નથી–અહીં શ્રી કુંદકુંદ આચાર્યદેવ કહે છે કે તે જીવ અભવ્ય છે.
અજ્ઞાની જીવો, આત્મામાં સુખ છે તે ભૂલી જઈને સારા ખોરાક, વસ્ત્ર, પૈસા, સ્ત્રી વગેરેમાં સુખ માને છે,
પરંતુ તેમાં સાચું સુખ નથી–તેના લક્ષે તો દુઃખ જ છે. કેવળી ભગવાન ખોરાક, વસ્ત્ર–પૈસા વગેરેથી રહિત પોતે જ
જ્ઞાનસ્વરૂપે એકાંત સુખી છે, તેમને જ પરમાર્થ સુખ છે. તેમને પૂરેપૂરું જ્ઞાનમય પરિણમન થઈ ગયું હોવાથી એક
જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર ઉપયોગ ભમતો નથી. જ્ઞાન એવું ને એવું એકરૂપ નિશ્ચલ રહીને બધાયને જાણે છે, તેથી
તેમને આકુળતા નથી. આવા પરમાર્થ સુખમય જ્ઞાનસ્વભાવને જે જીવ અંતરથી સ્વીકારે છે તે નિકટ ભવ્ય છે.
કેવળી ભગવાનને પોતાના આત્માથી જ પારમાર્થિક સુખ છે–એમ ક્યારે સ્વીકાર્યું કહેવાય! પ્રથમ તો,
ભગવાન કોઈ પણ અન્ય પદાર્થ વગર જ સુખી છે તેમ પોતાનો આત્મા પણ સુખ માટે કોઈ પર દ્રવ્યની અપેક્ષા
રાખતો નથી. ભગવાન શુભાશુભભાવ વગર જ સુખી છે તેમ મારા આત્મામાં પણ જે શુભાશુભભાવ થાય તે
મારું સ્વરૂપ નથી, તે મારે આદરણીય નથી. ભગવાનને પુણ્ય–પાપ ભાવ થતા જ નથી, એકલું જ્ઞાન જ થાય છે
તેથી તેઓ સુખી છે, મારે જે પુણ્ય–પાપભાવો થાય છે તેનાથી મારું જ્ઞાન જુદું છે, પુણ્ય–પાપભાવો મારા
આત્માને સુખનું કારણ નથી તેથી તે હેયરૂપ છે. આ રીતે, શુભાશુભભાવ રહિત એકલા જ્ઞાનપણે જ પરિણમતા
હોવાથી કેવળીભગવાન પારમાર્થિક સુખી છે તેમ હું પણ એકલા જ્ઞાનસ્વભાવરૂપ છું, બીજા ભાવો મારું સ્વરૂપ
નથી, એકલા જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ને તેમાં રમણતા તે જ મારા પારમાર્થિક સુખનું કારણ છે, –આમ
જેઓ પ્રસન્ન ચિત્તથી હમણાં જ સ્વીકારે છે તેઓ થોડા કાળમાં મુક્તિ પામનારા આસન્નભવ્યો છે. પણ જેઓ
હમણાં જ નથી સ્વીકારતા ને અનંતકાળ રખડીને પછી સ્વીકારશે તે જીવો દૂરભવ્ય છે. જેઓ કદી જ નથી
સ્વીકારતા તેમની વાત શું કરવી!
‘કેવળીપ્રભુને રાગરહિત પરમાર્થ સુખ છે’ આમ જે આત્મા વર્તમાન જ સ્વીકારે છે તેનું પરિણમન
વર્તમાનમાં જ પોતાના રાગરહિત સ્વભાવનો સ્વીકાર કરે છે. જેણે કેવળી ભગવાનના પારમાર્થિક સુખને માન્યું
તેણે ખરેખર તો એમ સ્વીકાર્યું છે કે મારા આત્માનું સુખ વિષયોમાં નથી, રાગમાં નથી, અધૂરા પરિણમનમાં
નથી પણ પૂરા સ્વભાવમાં છે, તેની પરિણતિ કબૂલે છે કે રાગ તે હું નહિ પણ શુદ્ધ જ્ઞાન તે હું. એટલે તેનું
પરિણમન રાગથી અને પરથી ખસીને પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વળ્‌યું, તે વર્તમાન સમ્યગ્દ્રષ્ટિ છે ને
અલ્પકાળે મુક્તિ