Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 37

background image
: ૨૬ : બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
(૧૬) ક્રિયા કેટલા પ્રકારની છે? અને તેમાંથી કઈ ક્રિયા ધર્મની છે?
(૧૭) જીવ બોલી શકે નહિ, શરીરને હલાવી ચલાવી શકે નહિ, શરીર વગેરે કોઈ પર વસ્તુની ક્રિયાને
આત્મા નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે કરી શકતો નથી.
(૧૮) પુણ્યનું કાર્યક્ષેત્ર કેટલું?
(૧૯) જડ કર્મના અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૦) હિંસા અને અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૧) ઉત્તમ ક્ષમા, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય વગેરે ધર્મનું સ્વરૂપ.
(૨૨) ધર્મ તો આત્મનો જ શુદ્ધ પર્યાય છે અને તે આત્માને ઓળખીને તેમાં લીન થવાથી જ થાય છે,
બીજી કોઈ રીતે થતો નથી.
(૨૩) અનેકાન્તવાદનું અને એકાંતવાદનું યથાર્થ સ્વરૂપ શું? અનેકાંતનું પ્રયોજન શું?
(૨૪) તીર્થંકર ભગવંતોએ શું કર્યું અને શું કહ્યું?
(૨૫) જગતમં ધર્મના નામે ચાલતા મતોને તત્ત્વજ્ઞાનની કસોટી ઉપર ચડાવ્યા સિવાય તેમનો સમન્વય
કરવાની ચાલી રહેલી મનોવૃત્તિ તે માત્ર ગૃહીતમિથ્યાત્વનું પોષણ જ છે, તે કોઈને લાભદાયક નથી.
એ વગેરે અનેક પ્રકારના વિધવિધ વિષયો ખાસ શૈલિથી સરળ રીતે પ્રસિદ્ધિ પામ્યા છે. અને તે દરેક લેખોનો
સાર એ હોય છે કે પોતાના આત્મ સ્વભાવની સાચી ઓળખાણ કરવી. ‘આત્મધર્મ’ માસિક તેના નામ પ્રમાણે પાને
પાને આત્માનો ધર્મ બતાવે છે. સંસાર–પોષક લખાણ તેમાં હોતું નથી, સંસારની ઝંઝટોથી તે સદા અલિપ્ત રહે છે.
(૩) આ કળિકાળમાં ધર્મના નામે, વેષને નામે, દેશની સેવાના નામે, ત્યાગના નામે–વગેરે અનેક પ્રકારે
જુઠ્ઠી માન્યતાઓ પોષાય છે એ જાણીતું છે. આત્માર્થી જીવો તે પાખંડોથી બચે, ધર્મના નામે પાલતા પાખંડો બંધ
થાય અને જગતના પદાર્થોનું તથા આત્માના ધર્મનું સાચું સ્વરૂપ શું છે તે લોકો જાણે–અને તેઓ ધર્મનું સ્વરૂપ
પામે–એ જ આ માસિકનો હેતું છે; તેથી યથાર્થ વસ્તુ સ્વરૂપ બતાવનાર લેખો જ તેમાં આપવામાં આવે છે; તેમાં
કોઈ પણ વ્યક્તિની નિંદા કે અંગત ટીકા બિલકુલ કરવામાં આવતી નથી. માત્ર સત્ય સ્વરૂપ શું છે અને અસત્ય
શું છે તેનું વિવેચન કારણો સહિત યુક્તિ અને આગમના આધારે આપવામાં આવે છે.
(૪) ‘આત્મધર્મ’ એ કોઈ લૌકિક છાપું નથી, તેમ જ ધર્મના નામે ચાલી રહેલા અન્ય છાપાઓ કરતાં
પણ તે જુદી જાતનું છે. તેમાં જે કાંઈ પીરસવામાં આવે છે તે સત્ તત્ત્વના નમૂનારૂપ હોય છે. આ પત્રમાં જે
કાંઈ છપાય છે તે, જો કે પૂ. ગુરુદેવશ્રીના મુખથી નિરંતર જે વ્યાખ્યાનો થાય છે તેનો અંશમાત્ર જ છે, તોપણ
તેટલામાં ઘણું તત્ત્વ ભરેલું હોય છે. માટે અન્ય છાપાઓની જેમ આ પત્રને જેમ તેમ ન વાંચતાં તેના દરેક
વાક્યના ભાવ સમજીને વાંચવાની ખાસ ભલામણ છે.
(૫) પોતાને સુધારક માનતા કેટલાક ભાઈઓ પોતે દેશસેવા કરી રહ્યા છે–એમ માને છે અને તે
દેશસેવાને જ ધર્મ માનીને ધર્મના નામ તરફ સૂગ ધરાવે છે, તેઓ પણ આ પત્રને થોડો કાળજીપૂર્વક અને
તુલનાશક્તિથી વાંચીને અભયાસ કરે તો તેમની ધર્મ પ્રત્યેની સૂગ ટળી જઈને પરમસત્ય સ્વરૂપની રુચિ થયા
વગર રહે નહિ. માટે તેવા ભાઈઓને આ પત્રનો અભ્યાસ કરવાની નમ્ર ભાવે સૂચના છે.
(૬) કોઈ પણ જીવ ગમે તેને ગમે તેવો અભિપ્રાય ધરાવવા સ્વતંત્ર છે; તેથી કેટલાક નાસ્તિક જેવા
લોકો સત્ ધર્મને હંબગ (Humbug) માને છે, તેમને પણ ખાસ સૂચના છે કે–તમે વસ્તુસ્વરૂપનો અભ્યાસ
કરો. વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાનવિના કોઈ જીવ કદી પણ સુખી થાય નહિ. જૈનધર્મ એ કોઈ વાડો કે કલ્પિત
મત નથી પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તે બતાવે છે, એટલે જૈનધર્મ તે વસ્તુસ્વભાવ જ છે. વસ્તુ સ્વરૂપન
અભ્યાસ વગર તમે સુખી થવા માગો છો, પણ તે બનવું અશક્ય છે.
(૭) વર્તમાન કેળવણી કેટલાક જુવાનોના મગજમાં એવા પ્રકારની ધૂન પેદા કરે છે કે ‘અમે ઘણા ડાહ્યા
છીએ’ અને જેઓએ તેમના જેવી કેળવણી લીધી ન હોય તે મૂર્ખ છે, એમ તેઓ માને છે. વળી તેઓ માને છે કે
ધર્મનો અભ્યાસ તો નવરા લોકો માટે છે અને આપણું કાર્ય તો જગતમાં આગળ વધીને ધનની પ્રાપ્તિ શી રીતે
થાય અને આપણા દેશની ધનસંપતિ શી રીતે વધે–તેના ઉપાયો કરવાનું છે એમ માનીને તે સંબંધી વાતો અને
ચર્ચાઓ કર્યા કરે છે; એટલે ધર્મ તો જાણે કે નકામી વસ્તુ હોય, અને તેના વગર જ સુખી થઈ શકાતું હોય એમ