Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૭:
તેમને લાગે છે. તેમની એ માન્યતા અને વિચારો કેટલા જુઠ્ઠા છે તે આ પત્ર બતાવે છે. ધર્મનો અભ્યાસ માત્ર
વૃદ્ધ કે નવરાનું કાર્ય નથી પણ ધર્મ તો દરેક જીવનું કર્તવ્ય છે; જે કોઈ જીવ સુખી થવા માંગતા હોય તે દરેકનું
પછી ભલે તે વૃદ્ધ હો કે બાળક હો, પુરુષ હો કે સ્ત્રી હો, કરોડપતિ હો કે નિર્ધન હો, ભણેલ હો કે અભણ હો તે
દરેકનું, એ જ કર્તવ્ય છે. –એમ આ પત્ર સચોટ રીતે સાબિત કરે છે. અને સાથે સાથે એ પણ સમજાવે છે કે ધર્મ
એ આત્માની ચીજ છે, તેથી તેની શરૂઆત પણ આત્મમાથી જ થાય છે, કોઈ બાહ્ય ક્રિયાઓ વડે તેની શરૂઆત
થતી નથી. માટે સર્વે યુવકો પણ આ માસિક વાંચે અને પોતાની તુલનાશક્તિ વડે સત્ય–અસત્યનો તેઓ નિર્ણય
કરે તો તેમને લાભ થશે... અને જીવનમાં બકી રહી જતું સૌથી મોટું કર્તવ્ય તેમને સમજાશે.
(૮) જો કે ધર્મના નામે આજે જગતમાં ધતિંગો ઘણા ચાલે છે અને આ આર્યદેશ બાહ્યવેષ દેખીને
જેટલો ઠગાય છે તેટલો બીજે ક્યાંય ઠગાતો નથી–એ વાત સત્ય છે, છતાં પણ તેથી એમ મની લેવું કે
‘જગતમાંથી સત્ય ધર્મનો સર્વથા લોપ થઈ ગયો છે અને સર્વ સ્થળે ધતિંગ જ ચાલે છે’ –એ પણ મહાન ભૂલ
છે. આ કાળે પણ સત્ય ધર્મનો સર્વથા લોપ નથી થયો. માટે ધીરજથી સત્ય–અસત્યની પરીક્ષા કરતાં શીખવું
જોઈએ. માટે સર્વ લોકો આ પત્રનો અભ્યાસ નિમિત્તપણે એક સાથે એક વર્ષ સુધી રાખે અને સત્ય–અસત્યની
પરીક્ષા કરે–એવી તેમના પ્રત્યે નમ્ર ભાવે વિનંતી છે.
(૯) અત્યાર સુધી ઘણા જિજ્ઞાસુ જીવો આ પત્રનો લાભ લે છે અને તેનાથી સત્ધર્મનો સારો પ્રચાર
થયો છે, છતાં પણ આ પત્રનો જેટલો વિશાળ પ્રચાર અને ફેલાવો થવો જોઈએ તેટલો હજુ થયો નથી; તે માટે
આ પત્રના ગ્રાહકો વધવાની જરૂર છે. આત્મધર્મના હરેક ગ્રાહકો તથા વાંચકોએ તેમજ ધર્મ પ્રેમી ભાઈ–બહેનોએ
તે માટે પ્રયાસ કરવાની જરૂર છે. દરેક ગ્રાહકોને વાંચકોની ફરજ છે કે તેમણે આ પત્રના ફેલાવા માટે બને તેટલો
પ્રયત્ન કરવો. અને પોતાના સંબંધીઓને તે પત્ર વાંચવાની ભલામણ કરીને તેમને સત્યધર્મ પ્રત્યે પ્રેરવા.
(૧૦) ‘આત્મધર્મ નહિ વાંચનારાઓ સંબંધી કહ્યા બાદ હવે, જેઓ આત્મધર્મનું વાંચન કરે છે તેવા
જિજ્ઞાસું વાંચકોને એક અગત્યની ભલામણ કરવાની છે કે–જૈનદર્શન એવું ગંભીર છે કે જ્ઞાની પુરુષના સીધા
સંસર્ગ વગર કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહિ એથી શાસ્ત્રોમાં દેશના લબ્ધિનું વર્ણન આવે છે. શ્રીમદ્
રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત’ –અનાદિથી એવી જ વસ્તુ
સ્થિતિ છે કે ગુરુગમ વગર એટલે કે દેશન લબ્ધિ વગર કોઈ જીવ ધર્મ પામી શકે નહિ. અને એ દેશનાલબ્ધિ
માત્ર શાસ્ત્ર વગેરેના વાંચનથી કોઈ જીવ પામી શકે નહિ; પણ જ્ઞાની પુરુષના ઉપદેશનું સીધું શ્રવણ કરે તો જ
દેશનાલબ્ધિ પામે; માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની મેળે શાસ્ત્રનું વાંચન કરવાથી વર્ષો સુધી જે કાર્ય નહિ થાય તે કાર્ય
સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમે અલ્પકાળમાં થઈ જશે... માટે, માત્ર આત્મધર્મ વાંચીને જ સંતોષ ન માનતાં વિશેષ
સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સીધેસીધું પાન કરવા આગ્રહ ભરી ભલામણ છે જ્ઞાની
પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ છે.
એક વખત તો સત્ની રુચિપૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ, તેમ કરવાથી જ
આત્મામાં સત્નું પરિણમન થાય છે.
રામજી માણેકચંદ દોશી
બ્રહ્મચર્ય વિશેષાંક
સોનગઢમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી પાસે છ
બાલકુમારિકા બેનોએ આજીવન–બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર
કરી. તે શુભ પ્રસંગની યાદગીરી તરીકે શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ તરફથી ‘આત્મધર્મ’ ના આ અંકના પાનાં વધારીને
ખાસ ‘બ્રહ્મચર્ય વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
ઉપરના કારણે આ અંક મોડો પ્રસિદ્ધ થવા પામ્યો છે.