Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૪૯ :
રૂપ રહે છે. પોતે જે સંસારદશા કરી છે તેનો નાશ કરીને પોતે જ મુક્ત થાય છે. મુક્તદશામાં જીવને વિકારનું
કર્તા–ભોક્તાપણું હોતું નથી, મુક્તદશા પ્રગટ કરવા માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે અંતરંગ ઉપાય છે અને
દિગંબરત્વ પંચમહાવ્રતાદિ બહિરંગ ઉપાય (એટલે કે નિમિત્ત) છે. પોતાનું મૂળ આત્મસ્વરૂપ જેવું છે તેવું
અનેકાંતવડે જાણે તો તેનાથી વિપરીતરૂપ વિકારભાવોનો કર્તા ન થાય અને ક્રમે ક્રમે સ્વરૂપની લીનતા કરીને
વિકારનો ક્ષય કરીને મુક્તદશા પ્રગટ કરે. તેથી અહીં સુધી આચાર્યદેવે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે તે
આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેના ઉપાયનું વર્ણન ૧૧ થી ૧પ સુધીના શ્લોકમાં કરશે.
–૧૦–
આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય
सद्द्रष्टिज्ञानचारित्रमुपायः स्वात्मलब्धये।
तत्त्वेयाथात्म्यसंस्थित्यमात्मनो दर्शनं मतम्।।
११।।
यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत्।
तत्स्वार्थव्यवसायात्म कथंचित्प्रमितेः पृथक।।
१२।।
दर्शनज्ञानपर्यायेषूत्तरोत्तरभाविषु ।
स्थिरमालंबनं यद्वा माध्यरस्थं सुखदुःखयोः।।
१३।।
ज्ञाताद्रष्टाऽहमेकोऽहं सुखे दुःखे न चापरः।
इतीदं भावनादाढर्यं चारित्रमथवापरम।।
१४।।
સામાન્ય અર્થ:– સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્ર તે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. આત્મસ્વરૂપ
જેવું છે તેવી તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે. દીપકની જેમ એ
સમ્યગ્જ્ઞાન પોતાનું તેમજ અન્ય પદાર્થોનું પ્રકાશક છે. આ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કથંચિત્ જુદાં છે.
ઉત્તરોત્તર થતા દર્શન–જ્ઞાનપર્યાયમાં સ્થિર–આલંબન તે સમ્યક્ચારિત્ર છે અર્થાત્ જ્ઞાન–દર્શનપર્યાય
આત્મસ્વભાવના આલંબને સ્થિર થાય તે ચારિત્ર છે; અથવા સુખ–દુઃખમાં મધ્યસ્થતા તે ચારિત્ર છે; અથવા હું જ્ઞાતાદ્રષ્ટા
છું, હું એક છું, સુખમાં કે દુઃખમાં હું જ્ઞાતાદ્રષ્ટા જ છું–બીજો નથી–આવી દ્રઢ આત્મભાવના કરવી તે સમ્યક્ચારિત્ર છે.
ભાવાર્થ:– એકાંતરૂપ વસ્તુસ્વભાવનું વર્ણન કરીને હવે, શુદ્ધાત્મપદની પ્રાપ્તિનો ઉપાય વર્ણવે છે. પહેલા
દશ શ્લોકોદ્વારા જેવું આત્મસ્વરૂપ વર્ણવ્યું તેવા આત્મસ્વરૂપની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ ચારિત્ર
તે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. જેમ છે તેમ વસ્તુસ્વરૂપ સ્યાદ્વાદ વડે જાણ્યા વગરની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
નથી. વસ્તુસ્વરૂપ જાણ્યા વગરનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી અને વસ્તુસ્વરૂપ જાણ્યા વગર તેમાં સ્થિરતારૂપ
સમ્યક્ચારિત્ર હોતું નથી. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર તે જ અંતરંગ
કારણ છે; તે વખતે બહિરંગ કારણો કયા કયા હોય છે તે હવેના શ્લોકમાં જણાવે છે.
–૧૧–૧૪–
तदेतन्मूलहेतोः स्यात्कारणं सहकारकम्।
यद्वाह्यं देशकालादि तपश्च बहिरंगकम्।।
१५।।
સામાન્ય અર્થ:– જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને ઉપરના શ્લોકોમાં મોક્ષનું મૂળ કારણ દર્શાવ્યું તેની સાથે
અનુકૂળ દેશ, કાળ, તેમ જ અનશન–અવમૌદર્ય વગેરે બાહ્યતપ ઈત્યાદિને બહિરંગ કારણ સમજવું.
ભાવાર્થ:– મુક્ત થનાર જીવને બહારમાં યોગ્ય ધર્મકાળ, ઉત્તમક્ષેત્ર વજ્રર્ષભનારાચસંહનન, નિર્ગં્રથ
દ્રવ્યલિંગ, પંચમહાવ્રત ઈત્યાદિ હોય છે પણ તે માત્ર બહિરંગ સહકારી કારણ છે, તે કોઈ મોક્ષનું મૂળ કારણ
નથી; મોક્ષનું મૂળ કારણ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે. –૧૫–
એ પ્રમાણે આત્મસ્વરૂપનું અને તેની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કરીને, હવે પાંચ શ્લોકદ્વારા આત્મસ્વરૂપના
ચિંતવનમાં સદા તન્મય રહેવાની પ્રેરણા કરે છે:–
इतीदं सर्वमालोच्य सौस्थ्ये दौःस्थ्ये च शक्तितः।
आत्मानं भावयेन्नित्यं रागद्वेष विवर्जितम्।।
१६।।
સામાન્ય અર્થ:– આ પ્રમાણે આત્મસ્વરૂપને અને તેની પ્રાપ્તિના ઉપાયને બરાબર જાણીને, સુખમાં કે
દુઃખમાં સદાય રાગ–દ્વેષ છોડીને શક્તિ અનુસાર તેની ભાવના કરવી જોઈએ.
ભાવાર્થ:– જેનું સ્વરૂપ બરાબર જાણી લીધું હોય તેની જ ભાવના કરી શકાય. આત્માનું સ્વરૂપ પહેલાંં
બરાબર ઓળખે તો જ તેની ભાવના કરી શકે. અને જેવા સ્વરૂપે આત્માની ભાવના કરે તેવા સ્વરૂપે આત્મા
પરિણમે. વિકારરહિત શુદ્ધ આત્મસ્વરૂપને જાણે નહિ અને વિકારરૂપે જ આત્માને ભાવ્યા કરે તો આત્મામાં
વિકારી પરિણમન જ થયા કરે. અને વિકારરહિત