Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 17

background image
: ૧૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૭૫ :
મોટા ભાગને જ સ્વીકારે છે. તેમ અહીં સમ્યગ્દર્શન કોઈ નાના ભાગને (ભેદને, અપૂર્ણતાને, વિકારને કે
પરસાથેના સંબંધને) સ્વીકારતું નથી પણ આખા સ્વભાવને સ્વીકારે છે. આખો સ્વભાવ શું? ને નાનો ભાગ
શું? દ્રવ્યકર્મ–નોકર્મને સ્વીકારે નહિ, ક્ષણિક રાગાદિને સ્વીકારે નહિ, પણ અધૂરી નિર્મળપર્યાયને પણ સ્વીકારે
નહિ. અને નર, નારકાદિરૂપ આત્માના વિભાવવ્યંજન–પર્યાયને પણ સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવની
અપેક્ષાએ તે બધા નાના ભાગ છે. આ નિષેધ કર્યો તેને જ્ઞાન જાણે છે, સમ્યગ્દર્શનમાં તો ‘આ રાગાદિ હું નહિ’
એવો પણ વિકલ્પ કે ભેદ નથી, તેમાં તો ‘એકલો પરમસત્યસ્વભાવ તે જ હું’ એવી પ્રતીતિરૂપ અનુભવ હોય છે.
પરમસત્યસ્વભાવ તે જ મોટો (પૂરો) ભાગ છે.
એ રીતે દ્રવ્યકર્મ, નોકર્મ, રાગાદિ, મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને વિભાવવ્યંજન પર્યાય–એ બધા અસત્
છે, તેના સંબંધ રહિત ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડસ્વભાવ શુદ્ધાત્મતત્ત્વ છે તે જ પરમસત્ય છે, તેને જ
સમ્યગ્દર્શન સ્વીકારે છે.
અનેક પ્રકારનો નિષેધ કરીને શુદ્ધાત્મતત્ત્વને ‘એક’ કહ્યું, અને વિકારાદિનો નિષેધ કરીને ‘ચિદાનંદ
ચિદ્રૂપ શુદ્ધાત્મસ્વભાવ’ એમ કહ્યું છે, આ સત્યસ્વભાવ તે જ ભૂતાર્થ છે. અહીં સંસ્કૃત ટીકામાં તથા સમયસારની
૧૧ મી ગાથામાં તેને ‘ભૂતાર્થ’ કહ્યો છે. શુદ્ધાત્મતત્ત્વ તે જ ભૂતાર્થ છે અને ઉપર કહ્યા તે બધા ભાવો અભૂતાર્થ
છે; અભૂતાર્થ એટલે કે ક્ષણિક છે, તેને જ્ઞાન જાણે પણ સમ્યગ્દર્શન તેને સ્વીકારે નહિ.
[૬૧] પરની પ્રતીતથી સમ્યગ્દર્શન નથી.
વીતરાગમાર્ગમાં પરને માનવાથી સમ્યગ્દર્શન કહ્યું નથી પરંતુ પોતે પોતાનો જેવો સ્વભાવ છે તેવો
માનવાથી સમ્યગ્દર્શન કહ્યું છે. ‘તું અમને માન તો તને સમ્યગ્દર્શન છે’ એમ વીતરાગશાસનમાં દેવ–ગુરુ–શાસ્ત્ર
કહેતાં નથી પણ ‘જેવો તારો સ્વભાવ છે તેવો તું માન અને અમારો આશ્રય છોડ તો સમ્યગ્દર્શન છે’ એમ
વીતરાગશાસનમાં કહ્યું છે. કુદેવાદિને માનવાની વાત તો ધર્મથી ક્યાંય દૂર રહી પણ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની
પ્રતીતથી પણ રાગ છે, ધર્મ નથી.
[૬૨] કેવળજ્ઞાનપર્યાયનો નિષેધ છે કે નહિ?
ઉપર મતિજ્ઞાનાદિને વિભાવગુણ તરીકે કહીને નિષેધ કહ્યો છે, પરંતુ તેમાં કેવળજ્ઞાનને વિભાવગુણ ગણ્યું
નથી, કેમકે તે પૂર્ણ શુદ્ધદશા હોવાથી અભેદપણે શુદ્ધાત્મતત્ત્વમાં આવી જાય છે, અને વર્તમાન તે પર્યાય
આત્મામાં પ્રગટ નથી; તેનો ભેદ પાડીને જે વિકલ્પ કરવો તે વિકલ્પનો નિષેધ છે, પણ કેવળજ્ઞાન શુદ્ધઅવસ્થા
હોવાથી અહીં તેને દ્રવ્યમાં અભેદપણે ગણી છે. કેવળજ્ઞાન પર્યાયને જુદો લક્ષમાં લેનાર શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય
છે. શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધાત્મદ્રવ્યમાં કેવળજ્ઞાનપર્યાય અભેદપણે આવી જાય છે, પણ ભેદ પાડીને તે એક
પર્યાયને જુદો લક્ષમાં લેતાં રાગ આવે છે માટે તે ભેદનો નિષેધ છે.
[૬૩] સમ્યગ્દર્શન પ્રગટવા માટે આત્માએ શું કરવા યોગ્ય છે?
જે પરમાર્થરૂપ સમયસાર છે તેને જ સમ્યગ્દર્શન સ્વીકારે છે, તેનું જ આરાધન તેની સેવના, તેની રુચિ,
તેમાં એકાગ્રતા, તે રૂપ પરિણમન અને એમાં જ લીનતા કરવા યોગ્ય છે. સર્વ પ્રકારે એ પરમાર્થ શુદ્ધાત્મસ્વભાવ
જ આરાધવા યોગ્ય છે, એ સિવાય અન્ય કોઈ વસ્તુ આરાધવા યોગ્ય નથી. આવી દ્રઢ પ્રતીતિ કરવી તે જ
સમ્યક્ત્વ છે. આવું જે આત્માએ કર્યું તે આત્મા સમ્યક્ થયો અર્થાત્ તે જ આત્મા સાચો થયો.
ત્રિકાળસ્વભાવને ભૂલીને સંયોગદ્રષ્ટિ કે પર્યાયદ્રષ્ટિ તે મિથ્યાત્વ છે. પરંતુ ત્રિકાળીસ્વભાવની દ્રષ્ટિપૂર્વક
પર્યાયનું કે સંયોગનું જ્ઞાન કરે તો ત્યાં મિથ્યાજ્ઞાન નથી કેમકે તે જ્ઞાન તેનો નિષેધ કરે છે, સ્વભાવમાં તેને
સ્વીકારતું નથી. ત્રિકાળીસ્વભાવ તે પરમસત્ય છે, સર્વ પ્રસંગમાં તેની દ્રઢતા આગળ કરવી; લખવામાં,
વાંચવામાં શ્રવણમાં, બોલવામાં કે ચિંતવનમાં સર્વત્ર એ જ એક પરમ ઉપાદેય શુદ્ધાત્મતત્ત્વની મુખ્યતા રાખવી.
બીજું જે જે આવે તેને જાણીને ‘આ હું નહિ’ એમ નિષેધ કરીને અખંડ સ્વભાવની જ દ્રષ્ટિનો પુરુષાર્થ કરવો.
જ્ઞાન પર્યાય વધ્યો તેટલો પણ હું નહિ પણ જ્યાંથી જ્ઞાન પ્રગટે છે એવો પૂરો સ્વભાવ તે હું છું–એમ
ત્રિકાળીસ્વભાવની ગંભીરતા પર દ્રષ્ટિ કરવી. પર્યાયમાં આટલું જ્ઞાન નીકળ્‌યું તો હજી સ્વભાવમાં કેટલી
ગંભીરતા હશે! એમ જે પર્યાય પ્રગટી તેના લક્ષે ન અટકતાં સ્વભાવની દ્રષ્ટિ કરવી. અનંતઅનંત કેવળજ્ઞાન
અવસ્થા પ્રગટે એવો